Abtak Media Google News
  • ભાવનગર નજીક ટ્રકે પદયાત્રીઓને ઠોકરે લેતા પિતા-પુત્ર સહિત ત્રણના મોત: ભોળાદ પાસે ટ્રકે કારને હડફેટે લેતા બાળક સહિત ત્રણના મોત
  • દશાડા પાસે ટ્રેલર અને ડમ્પર ટકરાયા બાદ બ્લાસ્ટ: ચાલક સહિત બે ગંભીર

સુરેન્દ્રનગર પાસે ડમ્પર અને ટ્રેલર અથડાતાં બ્લાસ્ટ થયો અને આગમાં બે લોકો બળીને ભડથું થયાભાવનગરના સનેસ ગામ નજીક  ટ્રક પદયાત્રીઓને અડફેટે લેતાં પિતા પુત્ર  સહિત ત્રણના  મોત થયાં છે. જ્યારે ચારને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક  ફરાર થઈ ચૂક્યો છે. પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અને સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. વધુ વિગત મુજબ

દસાડા પાસે  ભયકંર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રેલર અને ડમ્પર ટકરાયા બાદ  બ્લાસ્ટ થતા  આગ લાગી હતી. જે અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે લોકો જીવતા બળીને ભડથું થયા હતા.પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાન પાસિંગના ટ્રેલરનો ચાલક શેરસિંહ ગુમાનસિંહ અને ક્લીનર બનવારીલાલ મહાદેવજી ગુર્જર મોરબીથી રાજસ્થાન તરફ જઈ રહ્યાં હતા, ત્યારે સામેથી પુરઝડપે આવતા ડમ્પર નં-ગાઉં-13-ઉંઠ-4097ના ચાલક પરાક્રમસિંહ ગુલાબસિંહ પરમાર ( રહે.સુરેન્દ્રનગર )વાળાએ અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટ્રેલર અને ડમ્પર બંને વાહનોમાં આગ લાગી હતી. જેમાં ટ્રેલર ચાલક શેરસિંહ ગુમાનસિંહ રાવત અને ક્લિનર બનવારીલાલ જીવતા સળગી જતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં ડમ્પર ચાલક પરાક્રમસિંહ ગુલાબસિંહ પરમારને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. આ મામલે દસાડા પોલીસ નોંધ કરી કાર્યવાહી હાથધરી હતી.

વિગતો મુજબ વરસોરથી સંઘ લઈને રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા ચાલીને આવી રહ્યા હતા.તે વેળાએ સનેસ ગામ નજીક ઓવરસ્પીડમાં આવતા ટ્રકે ઠોકર મારતા ઘટના સ્થળે જ ખેડાના વિજય ધીરુભાઈ ગઢવી (ઉ.વ.28), ધીરુભાઈ ગઢવી(ઉ.વ.50), પ્રદીપભાઈ પેમાભાઈ ચૌહાણ(ઉ.વ. 30)ના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતા. અને આ મામલે પોલીસ અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.  સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદના શાહપૂર વિસ્તારનો પરિવાર અમદાવાદથી દીવ જઈ રહ્યો હતો. ત્યારે પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે પુરપાટ ઝડપે દોડી આવતા ટ્રક કારને ઠોકર મારતા સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા બાળક સહિતના ત્રણનાં મોત થતાં હતા અને સાત લોકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ આ મામલે પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.