Abtak Media Google News

નવી ટર્મ માટે સચિવ તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ખજાનચી તરીકે ગૌરાંગભાઈ ભગત

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે. ચેમ્બરના પ્રમુખ તરીકે અજય પટેલ તથા અન્ય હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શપથગ્રહણ કર્યા. જીસીસીઆઈના હોદ્દેદારો માટેની ચૂંટણી સમરસ થઈ છે. તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે. તો જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એસ્ટ્રલ પાઇપ્સના સંદીપ એન્જિનિયર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલે પદ સંભાળ્યું છે. એટલુંજ નહીં બીજી તરફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ તથા ખજાનચી તરીકે ગૌરાંગભાઈ ભગતની નિયુક્તિ થઈ છે.

હાલ નાના વ્યાપારીઓ ની સાથોસાથ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને જે તકલીફ પડી રહી છે તેનો નિવેડો લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કટિબદ્ધ બન્યું છે અને આવનારા સમયમાં અનેકવિધ નવી જાહેરાતો પણ એસોસિએશન મારફતે કરવામાં આવશે જેમાં દરેક એસોસિએશન તથા માર્કેટ ના પેઢી ધારકો નોમિનલ રકમમાં સભ્યપદ મેળવી શકશે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત ભર ના જિલ્લાઓમાં દરેક એસોસિએશનને આ અંગે જવાબદારી પણ સોંપવામાં આવશે. વધુમાં સંસ્થાના ખજાનચીયે જણાવ્યું હતું કે નવી એસઆઇટી નું ગઠન કરવામાં આવશે જેથી વ્યાપારીઓને જે અગવડતા નો સામનો કરવો પડી રહ્યો છે તે ન કરવો પડે અને તેમના પ્રશ્નોનું ત્વરિત નિવારણ શક્ય બને.

વર્ષ 2023-24 માટે જે ટીમની રચના કરવામાં આવી છે તે ખૂબ જ અનુભવી છે અને ઉદ્યોગ ક્ષેત્રે લાંબા સમયથી જોડાયેલા છે ત્યારે નાના વ્યાપારીઓની સાથો સાથ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કયા પ્રકારની તકલીફ નો સામનો કરવો પડે છે તે અંગે તેઓ વાકેફ છે અને તેમનું નિવારણ પણ કરવામાં આવશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ખજાનચી ગૌરાંગભાઈ ભગતનું માનવું છે કે હાલના તબક્કે જે પ્રશ્નો ઉદ્યોગોમાં જોવા મળી રહ્યા છે તેનું નિવારણ લાવવું ખૂબ જરૂરી છે તો જ દેશની પાર્થ વ્યવસ્થા જેટ ગતિએ આગળ વધશે.

01 11 મસ્કતી કાપડ માર્કેટની સફળતા પાછળ મહાજન દ્વારા અપાતી સુરક્ષા અને પારદર્શકતા છે : ગૌરાંગભાઈ ભગત

મસ્કતી કાપડ માર્કેટ તથા ન્યુક્લોથ માર્કેટના પ્રમુખ તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ખજાનચી ગૌરાંગભાઈ ભગતે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મસ્કતી માર્કેટની સ્થાપના વર્ષ 1906 માં થઈ હતી ત્યારે જે પ્રશ્નો ઉદ્ભવિત થતા હતા તે પ્રમાણે હવે એક ટકા જેટલો પણ પ્રશ્ન અહીં રહ્યો નથી કારણ કે એસોસિએશન દ્વારા કાપડના વ્યાપારીઓ ને સુરક્ષા તથા પારદર્શકતા આપવામાં આવી છે અને પરિણામ સ્વરૂપે વ્યાપારીઓનો ભરોસો પણ વધ્યો છે.

એશિયા નું હબ છે અમદાવાદ ખાતે આવેલી ન્યુ ક્લોથ માર્કેટ ત્યારે કાપડ સાથે સંકળાયેલા 2500 જેટલા વ્યાપારીઓને 28 જેટલા મહાજનો ને આ વ્યવસ્થામાં સારું એવું વર્તન મળે અને કાપડ માં વધુને વધુ નિકાસ થાય દિશામાં કાર્ય હાથ ધરવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું છે પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્શિયન ઇન્ડસ્ટ્રીઝ કટિબદ્ધ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.