Abtak Media Google News
  • સારા-નરસા અનુભવો વચ્ચે હંમેશા મજબૂત મનોબળથી કાર્ય કરતા રહીએ છીએ: નર્સિંગ કર્મચારીઓ
  • દર્દીઓ સાથે લાગણીના સંબંધો કેળવી કોમળ હૃદય સાથે ટ્રીટમેન્ટ આપે નર્સિંગ સ્ટાફ

દર વર્ષે 12મે એ નર્સિંગ સેવાના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતિ પર વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Vlcsnap 2022 05 12 13H17M55S844 Copy

ફ્લોરેન્સનો જન્મ 12મે 1820ના રોજ થયો હતો.  ફ્લોરેન્સની યાદમાં, તેમના જન્મદિવસ પર, 12મે દર વર્ષે ’આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ (વિશ્વ નર્સિંગ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે.  વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્લોરેન્સ નાઈટિંગેલ દ્વારા આધુનિક નર્સિંગના  વ્યવસાયને શરૂ કરાયો હતો.

Vlcsnap 2022 05 11 17H59M16S618 Copy

આ વ્યવસાય હ્યુમીનીટી એટલે કે માનવીય સેવા અર્થે શરૂ કરાયો હતો.તેમજ ભારતના ઇતિહાસમાં જો વાત કરીએ તો  સમ્રાટ અશોકે યુદ્ધ દરમિયાન ઘવાયેલા તેમના સૈનિકો માટે એક આવી જ નર્સિંગની વ્યવસ્થા શરૂ કરી હતી. જ્યાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવામાં આવતી. આજે કાળક્રમે નર્સિંગના વ્યવસાયની અંદર ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે.

Vlcsnap 2022 05 11 17H58M57S888 Copy

સમાજમાં એક નોબલ વ્યવસાય તરીકે ઓળખાય છે. કોરોના જેવી મહામારીમાં પણ નર્સિંગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોએ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે.આ વ્યવસાયથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉજળી તકો મળી રહી છે. ત્યારે નર્સિંગ દિવસ પરનો વિશેષ અહેવાલ મેળવવા અબતક દ્વારા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ,ટ્રસ્ટીઓ તેમજ નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નર્સિંગના કર્મચારીઓ સાથે ખાસ વાતચીત કરી સંપૂર્ણ ચિતાર રજુ કરાયો છે.

નર્સિંગ પ્રોફેશનમાં વિદ્યાર્થીઓને મળે ઉજળી તકો: ડો.પ્રિયેશ જૈન

Vlcsnap 2022 05 11 17H56M58S970 Copy

કામદાર નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.પ્રિયેસ જૈનએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નર્સિંગ કોલેજમાં હાલ 100 ટકા સીટ ભરાઈ જાય છે. રાજ્યમાં આજે પંદર હજાર ઇન્ડેક્સ નર્સિંગની ભરાઈ જાય છે આ વ્યવસાયને નોબલ વ્યવસાય ગણવામાં આવે છે. આજે ગામડામાં વગર ડોકટરે નર્સિંગના વિધિયાર્થીઓ આસાનીથી પ્રસુધિથી પીડાતી મહિલાઓની ડીલેવરી કરી રહ્યા છે.

અમે નર્સિંગ ના વિદ્યાર્થીઓને સમાજમાં તેમની જે સેવાકીય પ્રવૃત્તિ છે જે અવિરત ચાલુ રાખવાની અને નિષ્ઠાપૂર્વક પોતાના કામને કરવું એ શીખવતા હોઈએ છીએ. નર્સિંગ વ્યવસાયમાં પૈસા કમવાના કરતા આ વ્યવસાયથી સમાજને એક ખૂબ મોટી સેવા પૂરી પાડવામાં આવતી હોય છે. હોસ્પિટલ ઉભુ થઈ જશે મેનપાવર મળી જશે પરંતુ નર્સિંગ સ્ટાફ મળવો મુશ્કેલ હોય છે. દર્દીને 24 કલાક પારિવારિક માહોલ સાથે સારવાર કરી આપે છે.

મારો સમાજ ને એક જ સંદેશ છે જો તમે તમારા બાળકને નર્સિંગ પ્રોફેશનમાં મોકલવા ઈચ્છો તો ચોક્કસથી મોકલજો આજે માન સન્માનની સાથે સારા પૈસા પણ કમાય છે વિદ્યાર્થીઓ અને સમાજમાં ઊંચું સ્થાન મળે છે.

નર્સિંગ વ્યવસાયમાં પ્રતિભાશાળી સ્ટાફ તૈયાર થઈ રહ્યો છે: સંજય વાઢર

Vlcsnap 2022 05 11 17H57M16S568 Copy

એચ.એન શુક્લ ગ્રૂપ ઓફ કોલેજના ટ્રસ્ટી સંજય વાઢરએ અબતક સાથેની ખાસ વાતચીમાં જણાવ્યું હતું કે, નર્સિંગ ને લઇ જનરલ અવેરનેસ ઘણી બધી છે લોકોમાં પોતાના સ્વાસ્થ્યને લઈ જાગૃતતા આવી છે એ જ કારણથી આ વ્યવસાય ખૂબ જ ઝડપથી આગળ વધ્યો છે.આ વ્યવસાયથી જોડાયેલા લોકોએ ફોર ઇં થી કાર્ય કરવું. હોમ કેર ની સુવિધાઓ વધી છે. હોસ્પિટલો તદ્દન નવી ખુંલી રહી છે સૌરાષ્ટ્રમાં એઈમ્સ આવ્યું છે. નર્સિંગમાં આજે પ્રતિભાશાળી સ્ટાફ તૈયાર થઈ રહ્યો છે. ગવર્મેન્ટની ખૂબ જ મોટી વેકનસીઓએ વિદ્યાર્થીઓને મળી રહી છે જે તેમની માટે ઉજળી તક છે. કોરોના કાર્ડ સમયે આજ પેરામેડિકલ ના કર્મચારીઓએ લોકોના જીવ બચાવ્યા છે.આ વ્યવસાય નોબલ વ્યવસાય ગણાય છે.

સમાજમાં મળી અમને આગવી ઓળખ: વિદ્યાર્થિનીઓ

Vlcsnap 2022 05 11 17H57M32S128 Copy

નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ અબતક સાથેની ખાસ વાતચીમાં જણાવ્યુ હતું કે,પરિવારના પ્રેરણાથી અમે નરસિંહ માં એડમિશન લીધું હતું. આ પ્રોફેશનમાં આવ્યા બાદ આજે અમને ગર્વ છે કે અમારી આગવી ઓળખ ઊભી થવા જઈ રહી છે સમાજમાં. કોરોના કાળમાં પણ અમારી જેવા વિદ્યાર્થીઓએ નર્સિંગ કર્મચારીઓએ લોકો ને ખૂબ સેવા પૂરી પાડી પોતાના જીવ જોખમમાં મુકી અને કોઈપણ જાતની પરવા કર્યા વગર સમાજ માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યા. નર્સિંગ વ્યવસાયથી પરિવારમાં આસપાડોઝમાં અને સમાજમાં લોકોની સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. ગામડામાં આજે અમને ડોક્ટર નો દરજ્જો મળી રહ્યો છે. ભવિષ્યમાં અમને ખૂબ મોટી ઉજળી તકો આ વ્યવસાયથી મળી રહેવાની છે.

દર્દીઓ સાથે લાગણી સબંધો બંધાઈ જતા હોય છે: મીના રામાનુજ

Vlcsnap 2022 05 12 13H17M07S077 Copy

પીડીયુ હોસ્પિટલના નર્સિંગ કર્મચારી મીનાબેન રામાનુજે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી હું આ વ્યવસાય સાથે સંકળાયેલી છું. દર્દીઓ ની સારવાર કરતી વખતે ઘણા દર્દીઓ સાથે અમારા લાગણીના સંબંધો બંધાઈ જતા હોય છે. જ્યારે કોઈ અંગત દર્દી નું અકાળે મૃત્યુ થતું હોય છે ત્યારે બે-ત્રણ દિવસ મેન્ટલી અપસેટ પણ થઇ જતા હોય છે.પરંતુ અમે અમારા પ્રોફેશનને યાદ કરી અમારું કાર્ય કર્યા કરીએ છીએ. સમાજની અને દર્દીઓની સેવા કરવવામાં ફરીવાર જોડાઈ જતા હોય છે. આ પ્રોફેશન થી અમે માનવીય સેવા ને અવિરથ ચાલુ રાખીએ છીએ.

નર્સિંગ વ્યવસાયમાં સિસ્ટરની જેમ બ્રધરનું આગવું મહત્વ છે: ઘનશ્યામ નકુમ

Vlcsnap 2022 05 12 13H17M38S700 Copy

પીડીયુ હોસ્પિટલના નર્સિંગ કર્મચારી બ્રધર ઘનશ્યામ નકુમએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નર્સિંગ વ્યવસાયમાં સિસ્ટર ની જેમ બ્રધર નું પણ સરખું જ મહત્વ હોય છે આ વ્યવસાયમાં જોડાઈ અમે સારા પૈસા તો કમાઈએ છીએ પણ માનવીય સેવા કરવાનો ખૂબ મોટો મોકો મળી રહે છે. આજે આ વ્યવસાયથી અમે સમાજની અંદર પીડાતા દર્દીઓની હોસ્પિટલ અને ઘરે સારવાર અર્થે જઈ શકીએ છીએ નર્સિંગ વ્યવસાય એવું છે કે આ પ્રોફેશનમાં જેમને નર્સિંગની તાલીમ મેળવી હોય એ જ માનવીય સેવા આપી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.