Abtak Media Google News

ગીર ગાયનું દૂધ આરોગ્ય વર્ધક, અનેક ગુણવતા તત્વોની ભરપુર

અનેક બિમારીઓમાં રાહત આપતી ગીર ગાયના રક્ષણ માટેના પ્રયાસ જરુરી

Vlcsnap 2018 06 11 10H55M38S163પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે કહેવાતું હતું કે આપણા દેશમાં ગંગાઓ  વહેતી હતી. ગાયનું દુધ અનમોલ તો હોય જ છે પણ તેમાં પણ ગીર ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. પણ આધુનીકીકરણને કારણે સાત્વિકતા ઘટતી જાય છે ને ગાયોની ઉપેક્ષા વધતી જાય છે. પણ મોદી સરકારે પણ ગીર અભ્યારણ્ય ગીર ગાયની પ્રજાતિ માટેની કામગીરીને વેગ આપ્યો છે. સરકાર તેના સંરક્ષણ પર ઘ્યાન આપે છે. પણ તે રાજનૈતિક શતરંજનો મ્હોરો બની ગઇ છે. વેદપુરાણોમાં ગાયને કામધેનું કહેવાય છે કેમ કે તે મરે ત્યાં સુધી દૂધ આપતી રહે છે. ગાયો કુલ સૂર્યોદય વખતે ગીર ગાયમાં આવેલી સૂર્યકેતુ નામક નાડી પ્રભાવિત થાય છે. અને ર૪ જેટલા વાતાવરણના તત્વો ખેંચીને દૂધમાં ઔષધિય અને પૌષ્ટિક તત્વો આવે છે. ગીર ગાયની અનેક પ્રકારની બિમારીઓ પણ ટળી જાય છે. કહી શકાય કે ગીર ગાયનું દૂધ એ માના દૂધ જેટલું શ્રેષ્ઠ છે. ગીર ગાયના મહત્વ માટે અબતકની ટીમે ખાસ પ્રયાસો હાથ ધર્યા છે.

ગીર ગાયની લાક્ષણિકતા

Vlcsnap 2018 06 11 10H38M53S108

ગીર ગાયને ગૌમાતા કહેવાય છે કારણ કે તેમા વાત્સલ્ય, પ્રેમ જોવા મળે છે. ગીર ગાય શુઘ્ધ નસ્લની ગાય છે.

ગીર ગાયના દૂધથી સોલીબ્રોસાઇડ તત્વથી આઇકયુ વધે છે.

ગીર ગાયમાં એ-ર કયુઝીન નામનું પ્રોટીન છે. જેનાથી કેન્સર, કિડની, ડાયાબીટીસ જેવા રોગો દૂર થાય છે.

ગીર ગાયમાં સૂર્યકેતુ નામની નાડી હોય છે જેનાથી વાતાવરણના ર૪ તત્વો પ્રભાવિત થાય છે

ગીર ગાય એ વાતાવરણને અનુકુળ થઇ જાય છે.

અન્ય ગાયની લાક્ષણિકતા

Jarshi Cowજર્સી ગાયને પ્રાણી કહી શકીએ.

જર્સી ગાય બ્રિડ કરેલી ગાય છે

જર્સી ગાયોમાં સોલીબ્રોસાઇડ તત્વ હોતું નથી

જર્સી ગાયમાં એ-ર નામનું પ્રોટીન છે જે ઝેર સમાન ગણાય છે.

જર્સી ગાયોમાં સૂર્યકેતુ નામક નાડી હોતી નથી.

જર્સી ગાય વધુ પડતી ગરમી, ઠંડી સહન કરી શકતી નથી.

ગીર ગાયના ઓષધીય ગુણ છે:

વૈદિક મિલ્કના દિપેન રાણપરા

ગીર ગાયના ઓષધીય ગુણ છે:

વૈદિક મિલ્કના દિપેન રાણપરા

Vlcsnap 2018 06 11 10H52M08S115અબતક સાથેની વાતચીત દરમિયાન ગીર ગાયનું મહત્વ સમજાવતા વૈદિક મિલ્કના ઓનર દિપેન રાણપરાએ જણાવ્યું હતું કે જર્મી ગાયના બચ્ચાને ઘણીવાર ઓળખાતી પણ નથી.

ઔષધિ અને ગુણો પણ ગીર ગાયમાં રહેલા છે. હરીદ્વારના પર્વતો પર પણ આપ ગીર ગાય જોઇ શકો છો જયારે જર્સી ગાયનો આઇકયુ પણ પાવરફુલ હોતો નથી. જર્સી ગાયને પ્રાણી કહી શકીએ દૂધની કવોલીટી અને ફેટની ચકાસણી માટે અલગ અલગ લેબોરેટરીમાં ઇકવીપમેન્ટ દ્વારા કરવામાં આવે છે. મીલ્ક ફેટ નામના મશીન દ્વારા મીલ્કના ફેટ નકકી કરી ચકાસી જાય છે. લેકટોમીટર દ્વારા દુધમાં રહેલ પાણીનું પ્રમાણ જાણી શકો છો. આવા અલગ અલગ ઇકવીપમેન્ટ દ્વારા દુધમાં કેટલી ભેળસેળ રહેલી છે એ જાણી શકાય છે એ-૧ અને એ-ર બંને અલગ અલગ છે. એ-ર એ મનુષ્યના શરીર માટે સૌથી ઉપયોગી પ્રોટીન છે. જે દૂધ પીઇએ છીએ રોગ પ્રતિકારક શકિત પણ એ-ર મિલ્કથી મળે છે. એ-ર મિલ્કના કારણે જે પણ ભવિષ્યમાં બિમારી આવવાની છે. એના દ્વારા પણ એ દુર થઇ જાય ડોકટર પણ બી-૧ર (બી ટવેલ્વ) ની ખામી હોય ત્યારે એ-ર મિલ્ક પીવાનું જણાવે છે ઘરે ઘરે જુઓ તો જર્સી ગાયના દૂધ આપ જોઇ શકો છો પરંતુ એ-ર દૂધ દ્વારા બીમારીનો ભોગ બને છે. ઇનેકશનમાં ઝેરી તત્વો રહેલા છે. તો એ ગાયને મારવામાં આવે છે જેના દ્વારા ગાય બધુ જ દુધ આપે છે.

Vlcsnap 2018 06 11 10H51M00S181તો એનાથી ગાયમાંઝેરનું પ્રમાણ દૂધમાં પણ જોવા મળે છે. જેના દ્વારા હાનિકારક તત્વો દુધમાં મળે છે જે બાળકોને મહદ અંશે નુકશાનકારક છે. ગાયના આયુષ્ય પર પણ અસર થશે તો એ મનુષ્યને પણ અસર કરશે. જે કુદરતી રીતે ગાય દૂધ આપે છે એ જ પીવું જોઇએ. ગીર ગાયનું દૂધ દોહયા પછી ૪ થી પ કલાક સુધી સારુ રહી શકે છે. વાતાવરણ પણ એને અસર કરે છે ગરમીમાં જલ્દીથી બેકટીરીયા બને છે તો બગડી જવાની શકયતા હોય છે આજના જમાનામાં લોકોને ગાયો રાખવી છે પરંતુ એની સારસંભાળ લેવામાં શું રીકવાયરમેન્ટ છે એ લોકોને ખબર જ નથી અને ગાયોને બાંધી રાખી ને એઠવાડ પણ ખવડાવતા હોય છે.

તો બેઝીક કેન્સેપ્ટ એ છે કે ગાયોને કુદરતી વાતાવરણ મળી રહે તે વધુ શ્રેષ્ઠ છે ગાયોને બાંધવાથી એ ચરી શકતી નથી અને વાતાવરણ પણ પુરતુ મળતું નથી તો ચરવા માટે મોટો વિસ્તાર મળવો જોઇએ એમાંના ઔષધિ ગુણો સૌથી શ્રેષ્ઠ કહેવાય. સારુ પર્યાણ અને સૂર્યપ્રકાશ ગાયને મળવો જોઇએ અમે ર થી ૨.૫ વર્ષ પહેલા ગુજરાતમાં ઇક્રોફ્રેન્ડલી કાચની બોટલમાં ગીર ગાયના દૂધ તો ક્ધસેપ્ટ લાવ્યા છીએ ૧૦૦ થી વધુ ગૌશાળાના સભ્યો જોડાયેલા છે. ૧૫૦૦ થી વધુ ઘરે રાજકોટમાં દૂધ પહોચાડીએ છીએ. ઓપન વિંડ માં ચરવા જાય છે. અને તાજી દૂધ આપીએ છીએ. ૩૬૫ દિવસ અમે દુધ પહોચાડીએ છીએ.

ગાયોનના જતન અને રક્ષણ કેમ કરવું એ પણ જણાવીએ છીએ. એના માટે ગીર ગાયનું મહત્વ સમજાવવા કાર્યક્રમ પણ ગોઠવીએ છીએ. જેના દ્વારા કેમ યુવાનોને રોજગાર મળે અને મહત્વ સમજે એવા પ્રયાસ હાથ ધર્યા છે. ફેટના ઉપર પૈસા આપી દૂધની કિંમત નકકી થતી હતી અને હવે ઉંચા ભાવમાં દુધ પહોચાડી અને ગૌશાળાને નિર્ભર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વૈદીક મિલ્કની ઇકો ફ્રેન્ડલી કાચની બોટલમાં ઘરે ઘેર દુધ પહોચાડી એ છીએ. કલાકોની અંદર દૂધ પેક કરી સીલ પેક કરી ડીલીવરી બોય ઘરે ઘરે પહોચાડે છે. બોટલ જયારે પાછી જાય ત્યારે ગરમ અને ઠંડા પાણી દ્વારા એા ઇકોફ્રેન્ડલી લિકવીક દ્વારા ઘોવામાં આવે છે જેથી એ ફ્રેશ અને સ્વચ્છ રહે.

મશીન દ્વારા વોશીંગ કરી રીયુઝ કરવામાં આવે છે અત્યારના રાજકોટમાં ઘણા બધા જાગૃત થયા છે જેના દ્વારા સતત લલીતભાઇ વગેરેએ રોડ શો, જાગૃતિ કાર્યક્રમ, પંચર્ગવ થી થતાં ફાયદા વગેરે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં લોકો પણ સારો રીસપોન્સ આપ્યો છે. સંદેશો લોકોને એ આપવા માગીએ છીએ કે તમે જે દૂધ પીવો છો એ કેટલા ફેટનું છે. પાઉંચનું કયું દુધ આવે છે એ જોવું જોઇએ અને દુધ કયાંથી આવે છે. શુઘ્ધતા છે કે નહિ વગેરે ચકાસવું જોઇએ ગાયોના પંચર્ગવોનો ઉપયોગ કરવો જોઇએ અને ગૌમુખ નો ઉપયોગ કરવાથી મેડીકલનો પણ ખર્ચ વધે અને સ્વસ્છ રહેવાય એ જ અમારો સંદેશ છે.

ગીર ગાયનું સંવર્ધનએ પ્રજાનું રક્ષણ: શ્રીજી ગૌશાળાના પ્રભુદાસ તન્ના

Vlcsnap 2018 06 11 10H50M08S188

અબતક સાથેની વાતચીત દરમિયાન શ્રીજી ગૌશાળાના પ્રભુદાસ તન્નાએ જણાવ્યું હતૂં કે ગીર ગાય ઓરીજનલ પ્રાચીન સંસ્કૃતિની સારામાં સારી કવોલીટીની ગાય છે જયારે જર્સી ગાય તમામ રુપે સંઠકરણ કરેલી ગાય છે. ગીર ગાયના શરીરની રચના જોઇએ તો સુંદર, આકર્ષક અને માયાળુ છે.

ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ એના શિંગડા અને ખાસ કરીને ગાયના શરીરની અંદર ખુંધ એ મા સૂર્યકેતુનામક નાડી છે.

દુધમાં ફેટની વાત કરીએ તો એનું મહત્વ જ નથી. ફેટ એક આર્થિક વ્યવહાર માટે રેશિયો છે. ગુણવતા મહત્વની છે. સૂર્યકેતુ નાડીના હિસાબે જ આ બધા પોષકતત્વો જર્સી, કાંકરેજી ગાયમાં નથી જે ગીર ગાયમાં છે. દૂધની ગુણવતા પ્રકૃતિ પર આધાર રાખે છે. જર્સી સંકરણ કહેતું પ્રાણી છે. તો તે ગાયના દૂધમાં ગુણવતાને કોઇ સ્થાન જ નથી. ગાયનું દુધ એ માના દૂધ જેટલું શ્રેષ્ઠ છે પરંતુ જો એ ગીર ગાયનું દુધ પીએ તો જ બાકી બીજા પશુઓના દુધની કિંમત જ નથી. પ્રકૃતિના નિયમને તોડી ને જે પણ કરવામાં આવે છે એ બધુ હાનિકારક જ છે. મનુષ્યને માતાના દૂધમાંથી જે પોષક તત્વો મળે તે ગીર ગાયના દૂધમાંથી મળે છે. દૂધનો નિયમ છે કે ગરમ કરીને ફ્રીજમાં રાખવાથી બેકટેરીયા ન થાય પરંતુ ૧ર કલાકમાં એનો યુઝ થઇ જવો જોઇએ. આર્થિક રીતે લોકો કમાણી કરી રહ્યા છે. પાવડરના દૂધ બનાવી, યુરીયામાંથી પણ દૂધ બનાવે છે તો એ પણ વાજબી નથી ગીર ગાયની સારસંભાળ માટે ખાવાપીવાની જગા અને વ્યવસ્થા સ્વચ્છ હોવી

જોઇએ. ત્રણ વખત અમે સાફ કરીએ અને પાણીના અવેડામાં મીઠું નાખી લગાવીએ કે ગાયોને શરીર પુરતું નેચરલ સોડીયમ મળી રહે. પાણી પીવાના અવેડા, ગમાણ વગેરે સ્વચ્છ રાખવું જોઇએ. અમે ગીર અને દેશી ગાયના ઉમર પ્રમાણે અલગ વિભાગ કર્યા છે. ટોટલ ર૮ વિભાગ સંસ્થાની અંદર છે. ખોરાક પણ બોડીના પ્રમાણમાં લીલો-સૂકો ચારો, ખોળ વગેરે આપીએ છીએ. અમે ડીસ્ટ્રીબુયશન કરતા નથી. પરંતુ ગૌ સંવર્ધન કરીએ છીએ અને વધુ ગીર ગાયનું ઉત્પાદન થાય તેવા સઘન પ્રવાસ છેલ્લા ર૦ વર્ષથી રહ્યા છે. સમાજને આ મુદ્દે દિવ્ય સંદેશ મળવો જોઇએ ગાયને માતા તો કહીએ છીએ પરંતુ ગીર ગાયની જાગૃતતા, રક્ષણ માટે સમાજ તન, મન અને ધનની જોડાય તેવી આશા છે.

સાચી તાકાત ગીર ગાયના દૂધથી જ આપે છે: ગિરિરાજ હોસ્પિટલના રમેશભાઇ ઠકકર

Vlcsnap 2018 06 11 10H49M12S140

અબતક સાથેની વાતચીત દરમિયાન ગીરીરાજ  હોસ્પિટલના ઓનર રમેશભાઇ ઠકકર જણાવ્યું હતું કે વૈદિક મિલ્ક ગીર ગાયનું ઉપયોગ કરે છે એ કેટલા અંશે શ્રેષ્ઠ છે તે જણાવતા કહ્યું હતું કે ગીર ગાય એ સૌથી તાકાત વાન છે જેના દૂધ દ્વારા ભરણપોષણ થાય છે માનવતા લોકોની દિવસેને દિવસે ધટતી જાય છે કારણ કે આપણે ભેંસોના દૂધ પીવા લાગ્યા છીએ માનવતા સાથે માનવીનું રક્ષણ પણ મીકસ દૂધ, ભેળસેળ વાળુ પીને ધટી રહ્યું છે. ખુબ જ સરસ વાત કરી આપતે ૭૦ વર્ષની અંદબ આજ હું ૧૬ કલાક કામ કરું છું અને એ ગીર ગાયના દૂધમાં ઘી નાખીને પીવાથી તાકાત મળે છે અમારી તાકાત, પરીવાર ગીર ગાયના દૂધથી જ છે.

ખાસ ખેડુત ભાઇઓ અને અનાજ પકાવતા ભાઇઓને જણાવ્યું છું કે, ગાયોના મળમૂત્રથી જમીન ફળદ્રુપ બને છે નહીં કે યુરીયાના ખાતર નાખવાથી તો પહેલી જતન ગીર ગાયનું કરવું જોઇએ. ગાયના ગોબર અને મળમૂત્રમા એટલી તાકાત છે કે આપણે પેસ્ટીસાઇડ યુઝ ન કરવા પડે ઝેરી દવા વાપરવાનું બંધ કરે અને આ બધા કેમીકલ વગર પણ ઘણાં અંશે ખેતી થઇ શકે છે અને રોગ ઘટાડવા હશે મન અને તન ને શુઘ્ધ રાખવા હશે તો ગાય જરૂરી છે જેથી સમાજ સુરક્ષિત રહી શકશે.

સંપૂર્ણ આહાર એટલે સામાન્ય નહીં પણ ગીર ગાયનું દૂધ: કામધેનું સેન્ટરના ધૈમિત્રભાઇ

Vlcsnap 2018 06 11 10H49M34S98

અબતક સાથેની વાતચીત દરમિયાન કામધેનું સેન્ટરના ધૈમિત્રભાઇ એ જણાવ્યું હતું કે, જર્સી ગાય જેમ આખા વિશ્ર્વમાં ૪૫,૦૦૦ પ્રાણીઓને સ્તન છે. જે લોકો દુધ આપે છે પણ એ બધાનું દુધ આપણે પી નથી શકતા. એ રીતે જર્શી ગાયનું પણ દુધ આપણે પી નહી શકીએ. જી રીતે માનુ દુધ એક સબ બાળક માટે જરુરી છે. એમ ગીરગાયનું દુધનું મહત્વ છે કે એ બાળકને સુવાચ્ય છે. આપણે સંપૂર્ણ આહાર ગાયના દુધને એટલા માટે કહીએ છીએ ગીર ગાયના દુધને કે જેટલા પોષક તત્વો શરીરને જરુરીયાત છે એ બધા ગીરગાયના દુધમાંથી  મળી રહે છે. એકઝામ્પલ તરીકે આપણે મકાઇ અને જુવાર આપણે લોકો ખાઇએ છીએ. પણ એના સીવાયના જે તત્વો છે એ આપણે બધી વનસ્પતિનો ખાવા જવાના નથી એટલે ગીર ગાયએ બધુ ચરે છે. ખરેખર જે ગીરગાય ચરતી હોય ઇ જ ગીરગાયનું દૂધનું મહત્વ છે. અને જર્શી ગાય કરતી નથી. બીજું કે જર્શી ગાયનું આંતરડુ અને એની શરીરરચના એ સામાન્ય પ્રાણીઓ જેવી છે જયારે ગીર ગાયની શરીર રચના અને એનું દુધ એ માંની જે દુધની કવોલીટી  છે ઇ પ્રમાણે તૈયાર થયેલી છે. એટલે ગીરગાયનું એનાથી વધુ મહત્વ છે.

ગીરગાયને વધુ દુધ આપવા માટે તેને હોર્મોન્સના ઇન્જેકશન આપવામાં આવે છે કે જેનાથી ગીર ગાયનું વાછરડું તો ઘાવે અને વધુ દુધ આપે એટલા માટે એને હોર્મોન્સના ઇન્જેકશન આપે છે. ખરેખર એ યોગ્ય નથી એ કીડની માટે માણસ જાતી માટે અને પશુ માટે પણ એટલા જ હાનીકારક હોય છે ખરેખર એ પીવાલાયક દુધ હોતું જ નથી.

ગીરગાયનું દુધ ગાય દહોયા પછી ૩ કલાકમાં પીવો તો સૌથી બેસ્ટ જેને ગરમ કરીને પીવામાં આવે છે. આ દુધને ફ્રીજમાં રાખવું હીતાવહ નથી. સાંજ સુધીમાં આ દુધ પીવો તો એ વધુ સારું છે. એકઝામ્પલ તરીકે એક ખોરાક પઘ્ધતિ છે એના પ્રમાણે તમે ગાયનું દુધ પીવો તો

તો એ તમારા માટે વધુ જરુરી છે ધારો કે તમે સવારે ઉઠીને નાસ્તો નથી કરતા તો સવારે અડધો ગ્લાસ દુધ પી બપોરે જમો તો ચાલે અથવાો તમે ગાયનું દુધ સાંજે જમ્યા પછી ર કલાકે તેમાં અડધી ચમચી ઘી નાખીને પીવો તો તમારા શરીરને ફાયદો થાય છે. સૌથી મોટી ઉપયોગીતા  એ છે કે આંખના નંબર ઉતરી જાય છે પાચનશકિત વધે છે.

ભારતમાં ૬૫ પ્રકારની ગાય છે તેમાં ગીર ગાયને વધુ મહત્વ એટલા માટે આપ્યું છે કે તે દરેક સ્થળે એડજસ થઇ તમને સારામાં સારુ દુધ આપે છે.

બાળકો માટે ગીર ગાયનું દૂધ અતિઉત્તમ:પૂજા હોબી સેન્ટરના પુષ્પા રાઠોડ

Vlcsnap 2018 06 11 10H49M23S244પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડે અબતક સાથેની વાતચીત દરમિયાન ગીર ગાયના એ-ર દૂધ વિશે જણાવ્યું કે ગીર ગાયના દૂધમાં અને બીજા ગાયો કરતાં એ મહદ અંશે પૌષ્ટીક અને ગુણકારી છે અને સ્વાસ્થ્ય માટે ઘણા બધા લાભ પણ મળે છે. રાજકોટમાં જે યુવા વર્ગ ને જાગૃતિ લાવવા ઝુંબેશ ઉપાડી છે એ ખુબ જ આનંદની વાત છે. ગીર ગાયના દૂધ લેવાથી મનથી એમ થાય કે સારું દુધ પી રહય છીએ.

બજારના દુધ ભેળસેળ વાળા આવે છે તો ગીર ગાયનું દૂધ ઉત્તમ છે. હું છેલ્લા રપ વર્ષથી બાળકોની સંસ્થા ચલાવું છું. હું છેલ્લા ૨૫ વર્ષથી બાળકોની સંસ્થા ચલાવુ છું તો એમને સંદેશો એમના વાલીઓને આપતી હોય કે ગીર ગાયનું દૂધ બાળકો માટે ઉત્તમ છે જેના દ્વારા સેનેસ્ટેમીના પ્રોટીન અને વિટામીન મળી રહે ગીરગાયનું દૂધ સૌ પ્રજાજન લે તે ઇચ્છા વ્યકત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.