Abtak Media Google News

સરકારે બજેટમાં લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસનો ઝટકો આપ્યા બાદ શેરબજારના આગામી ટ્રેડીંગ સેશનમાં કડાકા રોકવા તૈયારી

દેશના ર્અતંત્રની તંદુરસ્તી તે દેશનું શેરબજાર દર્શાવે છે. તાજેતરમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કરેલા બજેટ બાદ ગઈકાલે ભારતીય શેરબજારમાં ૮૩૫ પોઈન્ટનું ગાબડુ પડયા બાદ સોમવારી બજારમાં કડાકા ન થાય તે માટે સરકારે ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કર્યા છે. જેના ભાગરૂપે સરકારે શેર અને ઈકવીટીમાં કેપીટલ ગેઈનનું ઈન્ડેક્ષન આપવાની તૈયારી દર્શાવી છે.

Advertisement

ફૂગાવાના વધારાની સાો સા રોકાણકારોને ભંડોળનું યોગ્ય વળતર જળવાય રહે તેના ભાગ‚પે મિલકતોની જેમ શેર અને ઈકવીટી મ્યુચ્યુઅલ ફંડ ઉપર લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસની શકયતા દર્શાવી છે. બજેટમાં ૧૦ ટકા ઈન્ડેકસેશનની વાત હતી. પરંતુ જો ૨૦ ટકા પણ ાય તો લાંબાગાળાના રોકાણકારોને ફાયદામાં જ રહે. શેર કે ઈકવીટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની અવધી ૨ વર્ષ કરવાની ભલામણ ઈ છે. અગાઉ ઘણી વખત રોકાણકારો એક વર્ષની અવધીના નિયમોનો ખોટી રીતે ઉપયોગ કરતા હોવાનું જણાયુ હતું. એક વર્ષના રોકાણને લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસનો ફાયદો ઉપાડવાના કારસ્તાન યા હતા.

નાણા પ્રધાન અ‚ણ જેટલીએ તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં લોંગટર્મ કેપીટલ ગેઈનના ઈન્ડેકસેશનમાં રોકાણકારોને મતભેદ ઉભા તા ગઈકાલે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. જેના પરિણામે આગામી ટ્રેડિંગ સેશનમાં પણ બજારમાં કડાકા બોલે તેવી દહેશત છે. જેના પગલે સરકારે શેરબજારમાં રોકાણકારોને કેપીટલ ગેઈનમાં ઈન્ડેકસેશન આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના મત મુજબ બજારમાં ઈકવીટી પર ૧૦ ટકા લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ તેમજ ઈકવીટી ફંડમાં રોકાણ કરી ટેકસ ફ્રિ ડિવિડન્ટની આવક મેળવતા રોકાણકારો માટે ૧૦ ટકા ડિવિડન્ટ ડિસ્ટ્રીબ્યુશન ટેકસની જોગવાઈની શેરબજાર અકળામણ અનુભવે છે. નાણા પ્રધાને ૨૦૧૮-૧૯ના બજેટમાં ઈકવીટી પર રૂ.૧ લાખી વધુ લોંગટર્મ કેપીટલ ગેઈન પર ૧૦ ટકા ટેકસની જોગવાઈ કરી હતી. આ દરખાસ્તમાં ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી શેર્સ પર મળેલા કેપીટલ ગેઈન પર ટેકસમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મોદીના બજેટને શેરબજારનો અવિશ્ર્વાસનો પ્રસ્તાવ

Rahul Gandhi Opposition Meetનાણા પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કરેલા બજેટની ખામીઓ મુદ્દે વિરોધ પક્ષોએ સરકારનો વિરોધ કરવાનું શ‚ કરી દીધું છે. બજેટ બાદ તુરંત શેરબજારમાં કડાકો બોલી જતા રાહુલ ગાંધીએ સરકારને આડેહા લીધી છે. સેન્સેકસમાં પડેલુ ગાબડુ મોદીના બજેટમાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ હોવાનું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું કહેવું છે. તેમણે ટ્વીટર પણ કહ્યું છે કે, ચાર વર્ષ જતા રહ્યાં છતાં પણ ખેડૂતોને યોગ્ય ભાવ મળતો ની. ચાર વર્ષ જતા રહ્યાં છતાં પણ રોજગારી મળતી ની. હાંસ હવે માત્ર એક વર્ષનો જ સમય રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫ની ૧૪ ઓગસ્ટે આ પ્રકારનું ગાબડુ નોંધાયું હતું. ૩૦ એવા શેરમાં કડાકો બોલ્યો હતો જેના પરિણામે સેન્સેકસ ૮૩૫ પોઈન્ટ તૂટી પડયો હતો. આ ઘટનાને રાહુલ ગાંધીએ સરકાર પરના અવિશ્ર્વાસ સો જોડી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.