Abtak Media Google News

અનેક અધિકારીઓને સંડોવતા બોગસ અકસ્માત વિમા કેસની તપાસ એડીશનલ ડીજીપીની આગેવાની હેઠળ થશે

રાજયમાં અનેક અધિકારીઓને સંડોવતા બોગસ વિમા કલેઇમ મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપી બોગસ વિમા દાવામાં તમામ કેસની તપાસ માટે એડીશનલ ડીજીપીની આગેવાની હેઠળ ખાસ સીટની રચના કરવા આદેશ આપ્યો છે.

ગુજરાત હાઉકોર્ટ ન્યાયમૂમિ જે.વી. પાટડીવાળાએ બોગસ વિમા કલેઇમ કૌભાંડ મામલે દિશા નિર્દેશે આપતા રાજય  સરકારને બોગસ બીલ દાવાની તપાસ માટે એડીસનલ ડીજીપીની આગેવાની હેઠળ એલઆઇટીની રચના કરવા આદેશ આપી અગાઉ ૨૦૧૭ માં બોગસ વિમા દાવા માટે રચવામાં આવેલી સમીતીને વિખેરવા પણ સુચનાં આપી હતી.

ખોટા અકસ્માંત કેસ ઉભા કરી વિમો પકાવવાના કૌભાંડમાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ વિમા કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે હાઇકોર્ટના ન્યાયામૂર્તિ જસ્ટીસ જે.બી. પારડીવાળાએ ખાસ સીટની રચના કરવા આદેશ આપી એડીશનલ ડીજીપીની આગેવાની હેઠળ ચાર પી.આઇ, ચાર પીએસઆઇ કોન્સ્ટેબલ અને એક નિષ્ણાંત તબીબની ટીમ બનાવી પસંદગીના અધિકારીઓ પસંદ કરવા એ.ડી.જી. પી ને છુટ આપી છે.

વધુમાં બોગસ વિમા કલેઇમ મામલે વિમા કંપનીઓને કોઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવા માટે જવાની જરુરત ન હોવાનું જણાવી એસઆઇટીને મદદ માટે તમામ જીલ્લાના સરકારી વકીલો, જીલ્લા ન્યાયમૂર્તિઓને પણ આદેશ જારી કરી વિમા કંપનીઓ, આર.ટી.ઓ. તબીબી અધિકારીઓ અને હોસ્પિટલ સતાવાળાઓને રેકોર્ડ પુરો પાડવા સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજય સરકારે બોગસ અકસ્માત કેસની તપાસ માટે સીટની રચના કરવાનો વિરોધ કર્યો હતો પરંતુ ગુજરાત હાઇકોર્ટ ઉતરપ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને ટાંકી એસ.આઇ.પી.ની રચના કરવા આદેશ આપ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં બોગસ વિમા પકાવવાના કૌભાંડમાં અનેક મોટાપાયાઓની સંડોવણી ખુલ્લી પડવાની શકયતા જોવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.