Abtak Media Google News

રાજ્યમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરતી ઇમ્પેક્ટ ફીની યોજનાને ધર્યો પ્રતિસાદ મળતો ન હોવાના કારણે સતત ત્રીજી વખત યોજનાની મુદતમાં વધારો કરાયો છે.

ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદે બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે.  ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ હતી. જેને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજી વાત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરી હજી 6 મહિનાનો વધારો કરાયો છે.

અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની યોજનાને ધાર્યો પ્રતિસાદ ન મળતા મુદત વધારવા સરકાર મજબુર

રાજ્યમાં ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જોકે અગાઉ બે વાર ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત આપ્યા બાદ પણ નાગરિકોની ફરિયાદને આધારે હજી 6 મહિના સુધી મુદ્દત આપવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારની ધારણા કરતાં ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ગેરકાયદે અને પરવાનગી વગરના બાંધકામોનો રાફડો ફાટ્યા બાદ સરકારે ઓક્ટોબર-22માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા આપવા કવાયત કરી હતી. જોકે હવે સવા વર્ષની મુદત પૂર્ણ થઈ ગયા બાદ 17 ડિસેમ્બરથી 6 મહિનાનું એક્સ્ટેન્શન જાહેર કર્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.