Abtak Media Google News

સ્મોલ કેટ એનીમલ પોઈન્ટ પરથી ઘુવડનું પિજ‚ પાછળના ભાગેથી કાપી કોઈ ઈસમ એક મોટા શિંગડીયા ઘુવડ પક્ષીની ચોરી કરી ગયેલ હોવાનો બનાવ બનેલ છે. આ પોઈન્ટ પર જે.કે.સિકયુરીટી એન્ડ ક્ધસલ્ટન્સીના સિકયુરીટી ગાર્ડ ફરજ બજાવતા હતા. સબબ રામનપા/ સુરક્ષા/ જા.નં.૯૦૩, તા.૪/૧/૨૦૧૮થી જે.કે.સિકયુરીટી એન્ડ ક્ધસલ્ટન્સી રાજકોટના સિકયુરીટી ગાર્ડને સોંપવામાં આવેલ કામગીરી પરત્વે બેદરકારી દાખવવા બદલ મજકુર એજન્સીને નોટિસ પાઠવી ટેન્ડર/ કરારનામાની શરતો મુજબ તેઓની ડીપોઝીટ જપ્ત કરી તેઓને બ્લેકલિસ્ટ કેમ ન કરવા ? તે બાબતે ખુલાસો કરવા જણાવેલ.

Advertisement

જે.કે.સિકયુરીટી એન્ડ ક્ધસલ્ટન્સી રાજકોટ દ્વારા લેખિત રજુઆત કરી મહાનગરપાલિકા દ્વારા જે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તે એજન્સીને મંજુર હોવાનું જણાવી આવી કાર્યવાહી કરતા પહેલા એજન્સીને રૂબરૂ સાંભળવા વિનંતી કરેલ. એજન્સીની રજુઆત પરત્વે રામનપા/ સુરક્ષા/ જા.નં.૧૦૬૦ તા.૧/૨/૨૦૧૮ થી જે.કે.સિકયુરીટી એન્ડ ક્ધસલ્ટન્સીને તા.૨/૨/૨૦૧૮ના રોજ કમિશનર દ્વારા રૂબરૂ સાંભળવામાં આવેલ છે.

આથી ઉપરોકત વિગતે જે.કે.સિકયુરીટી એન્ડ ક્ધસલ્ટન્સી રાજકોટને સોંપવામાં આવેલ કામગીરી પરત્વે બેદરકારી દાખવવા બદલ કમિશનર દ્વારા રૂ.૧,૫૦,૦૦૦ પેનલ્ટી કરવામાં આવેલ. આ પેનલટીની રકમ એજન્સીના આગામી બિલમાંથી કપાત કરવા આથી હુકમ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.