Abtak Media Google News

સોની જાહેરાત મારફતે ૪૦૦ કરોડ રૂપિયા રળશે

ટી-૨૦માં ૧૦ સેક્ધડની જાહેરાત માટે ૭ થી ૭.૫ લાખ રૂપિયા જયારે વન-ડે માટે ૧૦ સેક્ધડની જાહેરાત માટે ૫.૫ થી ૬ લાખ રૂપિયા નિર્ધારીત કરવામાં આવ્યા છે

સ્ટાર બાદ બીસીસીઆઈએ તેના મીડિયા હાઈટસ સોનીને આપી દીધેલા છે ત્યારે લોકડાઉન બાદ અને નવ માસ પછી ભારત ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા આવ્યું છે

જેમાં ટીમ ૪ ટેસ્ટ, ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમશે ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં મીડિયાના એકસકલુઝીવ રાઈટસ લેનાર સોની પીકચર્સ જાહેરાત મારફતે ૪૦૦ કરોડ રૂપિયા રળશે તેવું માનવામાં આવી રહ્યું છે. સંપર્ક સુત્રોના જણાવ્યા મુજબ સોનીએ ૧૪ સ્પોન્સર, ૫ કો-પ્રેઝેન્ટીંગ અને ૯ એસોસીએટ સ્પોન્સરને જાહેર કરી દીધા છે જયારે અન્ય બે કો-પ્રેઝેન્ટીંગ માટે વાતચીતનો દૌર ચાલી રહ્યો છે. સીરીઝમાં કો-પ્રેઝેન્ટીંગ સ્પોન્સર અંગે જો વાત કરવામાં આવે તો મારૂતી સુઝુકી, માય ઈલેવન સર્કલ, બાયજુસ, એમેઝોન અને વિમલ પાન મસાલાનો સમાવેશ થયો છે.

એવી જ રીતે એસોસીએટ સ્પોન્સરમાં મોડલેઝ, એમઆરએફ, પેરનોર્ડ રીચાર્ડ, એસબીઆઈ મ્યુચ્યલ ફંડ, નેટ ફિલકસ, આર્થર એનર્જી, ડેટોલ, કાર-૨૪ અને ફાર્મ ઈઝીનો સમાવેશ થયો છે. સોનીએ જણાવ્યું છે કે ૭૫ ટકા જેટલા ટીવી અને ડિજિટલના ઈનવેન્ટરી હાલ વહેંચવામાં આવ્યા છે અને આ સીરીઝમાંથી સોનીને આશરે ૪૦૦ કરોડ રૂપિયા જાહેરાત મારફતે મળી શકે છે. ગત ૨૦૧૮ની ઈન્ડિયા ટુરની સરખામણીમાં ચાલુ વર્ષની ટુરમાંથી આવકની ટકાવારીમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો જોવા મળી શકશે.

સોનીના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટી-૨૦માં ૧૦ સેક્ધડની જાહેરાતના સ્લોટ મારફતે ૭ થી ૭.૫ લાખ રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. એવી જ રીતે વન-ડેમાં ૧૦ સેક્ધડની જાહેરાત માટે સોનીએ ૫.૫ થી ૬ લાખ રૂપિયાનો ભાવ નકકી કર્યો છે. ઓસ્ટ્રેલિયન ગર્વમેન્ટ દ્વારા સ્ટેડિયમની કુલ કેપેસીટીની ૫૦ ટકા સીટો વેચાઈ ગઈ હોવાનું પણ જણાવ્યું છે ત્યારે એસપીએન નેટવર્ક તમામ મેચો તેની ૬ ચેનલ જેવી કે સોની સિકસ, સોની ટેન-વન અને સોની ટેન-૩ ઉપર મેચનું જીવંત પ્રસારણ કરશે સાથો સાથ ઓટીટી સેવાઓ ઉપર અને સોની લાઈવ ઉપર પણ મેચોનું પ્રસારણ થશે.

એસપીએને કોમેન્ટેટર પેનલમાં મેકગ્રાથ, હર્ષા ભોગલે, સંજય માંજરેકર, મુરલી કાર્તિક, મોહમંદ કેફ, અજય જાડેજા, ઝહીરખાન, અજીત અગરકર, વિરેન્દ્ર સહેવાગ અને વિજય દહિયાની પસંદગી કરી છે જેમાંથી એકસપર્ટ પેનલ મુંબઈ સ્ટુડિયો પર મેચની કોમેન્ટરી આપશે. એસપીએન નેટવર્ક દ્વારા ઓન ગ્રાઉન્ડ આંતરરાષ્ટ્રીય લાઈવ પ્રસારણની ફિડ માટે એલર્ન બોલ્ડર, ઈશા ગુહા અને બ્રેન્ડન જુલીયનની પ્રેઝન્ટર તરીકે પસંદગી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.