Abtak Media Google News

ગગન શક્તિ યુદ્ધાભ્યાસમાં ૧૦૦૦ી વધુ વિમાનો જોડાશે: ૩ મહિલા પાયલોટ પણ ભાગ લઈ ઈતિહાસ રચશે

ભારતીય વાયુ સેના અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ રવિવારે કરશે. આ કવાયતને ગગન શક્તિ નામ આપવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાન અને ચીનની સરહદ સહિત દેશમાં વાયુસેનાના તમામ ઓપરેશનલ કમાન્ડ અને તેમના સંશાધન ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસ ઐતિહાસિક બની રહેશે. કારણ કે, સ્વદેશી ફાઈટર જેટ તેજસ તેમજ ત્રણ મહિલા ફાઈટર પણ ભાગ લેવા જઈ રહ્યાં છે.

ગગન શક્તિ યુદ્ધાભ્યાસ રવિવારી ૧૫ દિવસ સુધી ચાલશે. ૫ તેજસ લડાકુ વિમાન તેની સમકક્ષ ગણાતા મીગ-૨૧ વિમાન સો ઉડાન ભરશે. મહિલા ફાઈટર અવની ચર્તુવેદી, ભાવના કાંત અને મોહના સિંહ આ યુદ્ધાભ્યાસમાં સામેલ થશે. અહીં ઉલ્લેખનીય છે કે, અવની ચર્તુવેદી એકલા હો મીગ-૨૧ ઉડાડવાનો રેકોર્ડ સપી ચૂકી છે. એરફોર્સના ૧૦૦૦ વિમાન આ યુદ્ધાભ્યાસમાં સામેલ થશે જેમાં મીગ-૨૧, મીગ-૨૯, જેગુઆર, મીરાજ, સુખોઈ-૩૦ અને એમકેઆઈ થતા તેજસ સહિતના ૬૦૦ થી વધુ ફાઈટર જેટ ભાગ લેશે.

આ ઉપરાંત પરિવહન વિમાન ગ્લોબ માસ્ટર, જે સુપર હરકયુલીશ તેમજ અત્યાધુનિક હેલીકોપ્ટર પણ મહાઅભ્યાસનો મહત્વનો ભાગ બનશે. ભારતીય વાયુસેનાના આ મહા યુદ્ધાભ્યાસી પાકિસ્તાન અને ચીનને ભારતના વાયુદળની શક્તિનો પરિચય થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.