Abtak Media Google News
 રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક યજ્ઞ દરમિયાન યુવા કથાકાર શાસ્ત્રી નિખિલભાઈ જોશીની ભાગવત સપ્તાહ ચાલી  છે જે દરમિયાન ગઈકાલે રાત્રે લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીશ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.ઉપરાંત લોકોને ડાયાબિટીશ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું
મોરબીના રામોજી ફાર્મ ખાતે ભાગવત કથા ચાલી રહી છે. જેમાં ગઈકાલે લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીશ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે લોકોએ ડાયાબિટીશ અંગે જાગૃતિ લાવવા  લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ડ્રિસ્ટિકટ વાઇસ ગવર્નર ચંદ્રકાન્ત દફ્તરી, લાયન્સ કલબ નજરબાગ પ્રમુખ તુષારભાઈ દફ્તરી, ડો.જયેશભાઇ પટેલ તેમજ શાસ્ત્રી નિખિલભાઈ જોશી દ્વારા પ્રયત્ન કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે લાયન્સ ક્લબ અને યુવા કથાકાર શાસ્ત્રી નિખિલભાઈ જોશી દ્વારા આ અગાઉ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રૂ.૩૫ લાખ થી વધુનું ભંડોળ એકત્રિત કરીને મોરબીમાં કિડની ડાયાલીસીસ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યુ છે.

 

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.