Abtak Media Google News

ક્રિકેટના મકામાં ટીમ ઈન્ડિયા શહિદ

લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

લોડર્સ મેદાન કે જેને ક્રિકેટ જગતનું મકા ગણવામાં આવે છે ત્યાં બીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયા શહિદ થઈ ગઈ હતી. લોડર્સ મેદાન હંમેશા ખેલાડીઓને મેન્ટલ પ્રેશર ફિલ કરાવે છે. પછી તે 1983નો વર્લ્ડકપ હોય કે પછી ગઈકાલનો મેચ. બીજી વન-ડેમાં લોડર્સના મેદાન પર માનસિક દબાણને કારણે ભારતના દિગ્ગજો ઈંગ્લેન્ડના બોલરો સામે વામણા સાબિત થયા હતા.

લોર્ડ્સમાં રમાયેલી બીજી વન-ડેમાં યજમાન ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 100 રનથી હરાવ્યું છે. આ સાથે જ ત્રણ મેચની સિરીઝ 1-1ની બરાબરી કરી હતી. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 246 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 146 રન જ બનાવી શકી  હતી.ઈંગ્લેન્ડની આ જીતનો હીરો ફાસ્ટ બોલર રીસ ટોપલે રહ્યો હતો.  તેણે 9.5 ઓવરમાં 2 મેડન્સ સાથે માત્ર 24 રન આપીને 6 વિકેટ લીધી હતી. ટોપલેએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપી છે. ટોપલેએ રોહિત શર્મા, શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પોતાનો શિકાર બનાવ્યા હતા. લોર્ડ્સમાં ઈંગ્લિશ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.247 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી.

પ્રથમ કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. આ પછી શિખર ધવન પણ 9 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા રિષભ પંત પણ શૂન્ય રને આઉટ થયો હતો. આ દરમિયાન ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીએ ત્રણ શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તે 16 રનના અંગત સ્કોર પર ડેવિડ વિલીના આઉટગોઇંગ બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.31 રનમાં ચાર વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન સૂર્યાએ કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.