Abtak Media Google News

અબતક – રાજકોટ

ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટીની પ્રાઇઝ બેન્ડ રૂ. 662 નક્કી થઈ છે. બિડ લઘુતમ 22 ઇક્વિટી શેર માટે અને પછી 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં કુલ રૂ. 1,500 મિલિયન સુધીના અને રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ટાર્સન્સ પ્રોડક્ટ્સ લિમટેડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. વેચાણ માટેની ઓફરમાં સંજીવ સેહગલના 390,000 ઇક્વિટી શેર, રોહન સેહગલ દ્વારા 310,000 ઇક્વિટી શેર (સંજીવ સેહગલ અને રોહન સેહગલ સંયુક્તપણે પ્રમોટર વિક્રેતા શેરધારકો) અને ક્લીઅર વિઝન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 12,500,000 ઇક્વિટી શેર (રોકાણકાર વિક્રેતા શેરધારક)ના વેચાણની ઓફર સામેલ છે.

ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે 60,000 ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે.

આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સ, 1957માં થયેલા સુધારા (એસસીઆરઆર) સાથે નિયમ 19(2)(બી)ને સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને તથા સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી) (ક્યુઆઇબી પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધિન રીતે એન્કર રોકાણકારોને (એન્કર ઇન્વેસ્ટર પોર્શન) ફાળવણી શકે છે.

બે રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ.635 થી રૂ.662 નક્કી કરાઇ

એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન, અથવા નોન-એલોકેશનના કેસમાં બાકીના ઇક્વિટી શેર ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો  (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડમાંથી કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ કરવા માટે બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇપીને સપ્રમાણ ફાળવણી માટે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.