Abtak Media Google News

૮૦ વર્ષથી વધુ જૂના મંદિરનો સાત માસથી ર્જીણોધ્ધાર થાય છે તંત્રને સુરાતન કેમ ચડ્યું?

ધારાસભ્ય પબુભા અને મીઠાપુર ચેમ્બર પ્રમુખની દરમિયાનગીરી બાદ થાળે પડ્યો

મીઠાપુર ખાતે ર્જીણોધ્ધાર થઈ રહેલા હનુમાન મંદિર તોડવા સરકારી તંત્ર અને પોલીસ પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું પરંતુ ધારાસભ્ય પબુભા માણેક અને સુરજકરાડી ચેમ્બરના પ્રમુખની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. મીઠાપુર ટાટા કેમિકલ્સ ના ગેટ ની સામે જીર્ણોદ્ધાર થઈ રહેલા હનુમાન મંદિર ને તોડવા માટે સરકારી તંત્ર અને પોલીસ પહોંચ્યા પરંતુ રામ ભક્તો અને સ્થાનિક આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો.

Advertisement

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામે ટાટા કેમિકલ્સ ગેટ ની સામે ૮૦ વર્ષ જૂના હનુમાન મંદિર નું મંદિર કમીટી દ્વારા છેલ્લા છ-સાત માસથી જીર્ણોદ્ધાર કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર અને ધાર્મિક ભાવના જગાડનાર મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે સરકારી તંત્ર અને પોલીસ દ્વારા આ મંદિરને તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને સરકારી તંત્ર મંદિરે પહોંચતા મંદિર કમિટી અને રામ ભક્તો એકઠા થઇ ગયા હતા. થોડીવાર વાતાવરણ તંગ બન્યું હતું અને જયશ્રી રામના નારા લાગ્યા હતા પરંતુ મંદિર કમીટીના સભ્યોએ મંદિર અંગે સમજાવટ ભરી રજૂઆત કરી હતી અને આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ સુરજ કરાડી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહદેવસિંહ પબુભા માણેકે મંદિર અંગે સફળ રજુઆત કરતા હાલ પૂરતો આ મામલો થાળે પડ્યો હતો. આ અંગે મંદિર કમિટીના સભ્યો પત્રકાર કમલેશ પારેખ, રામભા જગતિયા, ગોવિંદભાઈ અસવાર તેમજ અન્ય આગેવાનોએ દ્વારકા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને મંદિર જુનું હોવાનું અને તેનો જીર્ણોદ્ધાર કાર્ય થઇ રહ્યું હોવાનું જણાવીને વ્યવસ્થિત રજૂઆત કરી હતી. સામે પક્ષે સરકારી અધિકારીઓ તરફથી પણ સકારાત્મક જવાબ મળ્યા હતા. ટૂંકમાં મંદિરનો જીર્ણોદ્ધાર ચાલુ છે અને હાલ પૂરતો આ મામલો શાંત પડી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.