Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ -૨૦૨૩ અંતર્ગત રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની પુનઃ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને આ મામલે મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ બન્યું છે.જામનગરના જિલ્લા કલેકટર બી.એ.શાહ ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કમિશનર ડી.એન.મોદી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતની મુખ્ય અધિકારીઓની ટીમ દ્વારા શહેરમાં રસ્તે રઝળતા ઢોરને પકડવા માટેનો ખાસ એક્શન પ્લાન બનાવી લેવામાં આવ્યો હતો, અને હાલ ૧૫ દિવસ નો પ્રોજેક્ટ તૈયાર કરીને તેને અનુસંધાને ટુકડીઓને શહેરમાં દોડતી કરી દેવામાં આવી છે.

Advertisement

Whatsapp Image 2023 10 31 At 11.06.16 Ddec2E0B જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર ભાવેશ જાની, તેમજ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા સાહિત અધિકારીઓના માર્ગદર્શન સોલિડવેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા ની રાહબરીમાં ઢોર પકડવા માટેના આઠ કર્મચારીઓની એક ટુકડી, આવી બે ટુકડીઓને દોડતી કરાવવામાં આવી હતી. જેમાં એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે નો ડ્રાઇવર જોડાયેલો છે.

Whatsapp Image 2023 10 31 At 11.06.16 8B1F9F68
ઉપરાંત મહાનગરપાલિકા તરફથી સેનીટરી ઇન્સ્પેક્ટરને દરેક ટીમમાં એક એક એસ આઈ ને પણ પણ ટોપલીમાં દોડતા કરાવાયા છે, અને સવારે ૮.૩૦વાગ્યાથી બપોરે અઢી વાગ્યા સુધી શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં બે અલગ અલગથી ટીમને દૂર કરાવી છે, જયારે બપોર પછી અઢી વાગ્યાથી રાત્રિના દસ 55વાગ્યા સુધી બીજા રાઉન્ડમાં પણ વળવું એ ટુકડીઓને દોડતી કરવામાં આવી છે. જે સમગ્ર પ્રક્રિયા માટે પાંચ પોલીસ કર્મચારીનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છેઉપર સમગ્ર ઢોર પ્રક્રિયા ની પકડવાની ઝુબેશ દરમિયાન વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી આ જુંબેશનો પ્રારંભ કરી દેવાયો હતો, અને પ્રથમ દિવસે ૩૪ ગાય બળદ સહિતના રસ્તે રખડતા  ઢોરને પકડી લેવામાં આવ્યા છે અને ડબ્બામાં મોકલી દેવાયા. આજે આ ઉપરાંત જામનગર શહેરમાં જાહેરમાં ઘાસચારાનો વેચાણ કરીને જાહેર માર્ગ ઉપર પશુઓને ખોરાક આપી અડધણ વિગત કરી રહ્યા છે આવા ઘાસચારાના વિક્રેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને શહેરના એ. ડિવિઝન તથા બીન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.