Abtak Media Google News

અબતકની મુલાકાતમાં શનિવારે હેમુગઢવી હોલમાંઆયોજીત સન્માન સમારોહની આગેવાનો આપી વિગતો

રાજકોટના હેમુગઢવી હોલમાં શનિવારે 10 જૂને અખિલ ગુજરાત સિપાહી સમાજના  સન્માન સમારોહનું આયોજન કરાયું છે.અબતકની મુલાકાત મહેબુબભાઈ મલેક,   શબ્બીરભાઈ કુરેશી, ફારૂકખાન પઠાણ, અનેમુસ્તકાભાઈ બેલીમ સહિતના આગેવાનોએ કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે ગુજરાત સિપાહી સમાજ દ્વારા સિપાહી વિદ્યાર્થી હોસ્ટેલના સંગેબુનીયાદ અને રાજય કક્ષાનો ભવ્ય અને ઐતિહાસિક એવોર્ડ અને સન્માન સમારોહનું આયોજન આગામી તારીખ 10 જુન 2023 ને શનિવારના રોજ રાજકોટ ખાતે દ્રીવિધ કાર્યક્રમ યોજાનાર છે .

Advertisement

જેમાં સવારે નવ કલાકે , રાજકોટ – જામનગર હાઈવે રોડ, ઘંટેશ્વરી પાસે ચીથરીયાપીરની દરગાહની પાછળ આવેલ એ.જી.એસ.એસ. માલીકીની જમીન ઉપર મુસ્લીમ સમાજના ધર્મગુરૂ પીરે તરિકત (અલ્હાજ) દાદાબાપુ (સાવરકુંડલાવોળા)  ના મુબારક હસ્તે  હોસ્ટેલ માટે સંગ્રેબુનીયાદ કાર્યક્રમ રાખેલ છે . બપોરે 1 થી 6 વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ ખાતે રાજય કક્ષાનો ભવ્ય અને ઐતિહાસીક એવોર્ડ અને સન્માન સમારંભ યોજાનાર છે.

અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રાજયમાં વસતા મુસ્લીમ સમાજના અંદાજે 40 લાખ કરતા વધુ વસ્તી ધરાવતા શીક્ષીત, નોકરીયાત, અને શાંતિપ્રિય સિપાહી સમાજ દર વર્ષ રાજયભરના તેજસ્વી તારલાઓ, સમાજ અગ્રણીઓ અને સેવાભાવી ભાઈઓ બહેનોનુ સન્માન કરીને પ્રોત્સાહીત કરવાનું કામ કરે છે અને ” સિપાહી જોડો અભિયાન ’ શરૂ કરીને સમગ્ર વિશ્વમાં વસતા સિપાહી સમાજને સંગઠીત કરવાનું કાર્ય કરી રહયુ છે , ગત વર્ષે અમદાવાદ ના ટાગોર હોલ ખાતે ઐતિહાસીક કાર્યક્રમનું સફળતા બાદ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ ખાતે દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયુ છે.

અખિલ ગુજરાત સિપાહી સમાજના ટ્રસ્ટીઓ , પ્રમુખ   અબ્દુલરશીદભાઈ કાઝી ( કોટડા સાંગાણી ) ,   હનીફભાઈ ખોખર ( જુનાગઢ ) , મહિલા પાંખના અધ્યક્ષ ડો . શહેનાઝબેન બાબી ( જેતપુર ) , અને એડવોકેટ રફીકભાઈ મોગલ ( અમરેલી ) ના માર્ગદર્શન તેમજ રાજકોટ શહેર સિપાહી સમાજના પ્રમુખ મહેબુબભાઈ મલેક ( સિહોરી )  , ઉપપ્રમુખ શબીરભાઈ કુરેશી   અનવરભાઈ કુરેશી ,  ફારૂકખાન પઠાણ , એઝાઝભાઈ સોલંકી મુસ્તાકભાઈ બેલીમ ને કામગીરી સોંપવામાં આવી છે.

અલ્તાફખાન રાઠોડ , એ.જી.એસ.એસ. પ્રવકતા રૂસ્તમ રાઠોડ , મોજમખાન પઠાણ  સાજીદભાઈ ખોખર , સહેલભાઈ સીદીકી ( જુનાગઢ ), ઈબ્રાહીમભાઈ કુરેશી, અબ્દુલકાદર ચૌહાણ , ઐકુબખાન પઠાણ , ઈમ્તીયાઝભાઈ શેખ, ઈબ્રાહીમભાઈ બેલીમ , આરીફભાઈ શેખ , નાહીદભાઈ મકવાણા , ગુલામેમોયદીન મકવાણા , તનવીરભાઈ કાઝી વગેરેઓને પ્રોગ્રામની જવાબદારી સોંપવામાં આવી છે . તેમજ સમગ્ર કાર્યક્રમ અને સિપાહી હોસ્ટેલ બાંધકામ માટે ઉદાર હાથે ડોનેશન આપવા આયોજકો દ્વારા સિપાહી સમાજને અપીલ કરવામાં આવી છે .

તારીખ 10 જુન 2023 ને શનિવારના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ’ ખાતે યોજાનાર કક્ષાનો ભવ્ય એવોર્ડ અને સન્માન સમારોહમાં સિપાહી સમાજના તેજસ્વી સિતારાઓ , એ.જી.એસ.એસ. માં આજીવન સેવા આપનાર , સમાજને ગૌરવ અપાવનાર  યુવાનોને વિવિધ એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.