Abtak Media Google News

એક વારમાં ત્રિપલ તલાકનું ક્રિમિનલ ઓફેન્સનું બિલ સરકાર દ્વારા ગુરુવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જોકે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યા પછી આરજેડીએ આ બિલ પર સવાલો ઊભા કર્યા હતા. જોકે લોકસભા પહેલાં પાર્લામેન્ટ્રીની થયેલી બેઠકમાં નરેન્દ્ર મોદીએ દરેક પક્ષને એકજૂથતા દર્શાવવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બિલ મહિલાઓ સાથેના ભેદભાવને પૂરા કરશે અને તેમને સુરક્ષા અને સન્માન આપશે.

આરજેડી અને ઔવેસીએ બિલનો કર્યો વિરોધ

– લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ થયા પછી ઔવેસીએ આ બિલ સામે સવાલો ઊભા કર્યા છે. ઔવેસીએ કહ્યું છે કે, આ બિલ મુળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ બિલ પસાર થશે તો મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય થશે.

– જ્યારે આરજેડીએ આ બિલ સામે સવાલ ઊભા કરતા કહ્યું છે કે, 3 વર્ષની સજાની જોગવાઈ યોગ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.