Abtak Media Google News

બાત વો રાત કી: યાદ આ ગયા ગુજરા જમાના 

આજે ટીવી મોબાઇલ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીએ માનવ પાસેથી રાત્રીનો વૈભવ છીનવી લીધો છે,ખાટલે પડીને રાત્રીના ખુલ્લા આકાશનો નઝારો આંખોમાં ઠંડક ભરી દેતો 

 

માનવજીવન ઋતુ ચક્રોની સાથે વરસના 365 દિવસનું મહત્વ છે. આજે મારે પાંચ દાયકા પહેા દિવસોની વાત કરવી છે. જયારે કોઇ પાસે ટીવી મોબાઇલ ન હતા હતા પણ કુદરતના નઝારાને માણવા ભરપૂર સમય હતો. શાળા છૂટયા બાદ બાળકોને કામ ધંધે-નોકરીની પરત આવેલા વડિલો બધા જ જમી પરવારીને સ્ટ્રીટ લાઇટનાં થાંભલે કે ઓટા ઉપર ટોળું બનાવીને અલક મલકની વાતો કરતા: કરતાં જીવનનો નિઝાનંદ માણતા હતા. ત્યારે કોઇને તણાવ ન હોય તેથી સૌ સુખી હતા. ત્યારે માણસ પાસે કાંઇ ન હતું પણ બધુ જ હતુ તો આજે બધુ જ છે પણ માનવી પાસે કાંઇ નથી, અશાંત અને તણાવ સાથે જીવન જીવતો માનવી વિકસતા વિશ્ર્વ સાથે અને કે રોગોથી માંદલો થઇ ગયો છે. એ શરદ પૂનમની રાતનો આનંદ આજે કયાંય લુપ્ત થઇ ગયો છે.

1 4

બાત વો રાત કી આ શબ્દ સાંભળતા જ આપણે એ પચાસ વર્ષ પહેલાના આનંદમય જીવનમાં ગરકાવ થઇ જાય સાથે એ ગુજરા જમાનાને યાદ કરવા લાગી એ છીએ. આજે ટીવી મોબાઇલ અને ઇન્ફર મેશન ટેકનોલોજી અને ભાગદોડ વાળી જીંદગી આપણી પાસે દિવસનો ઠીક પણ રાત્રીનો વૈભવ પણ છીનવી લીધો હતો. એ જમાનામાં ખુલ્લા ફળીએ કે છાપરે અગાશી એ ખાટલે પડી ને ખુલ્લા આકાશનો નઝારો  આંખો સાથે તન,મનમાં ઠંડક ભરી દેતો હતો. એ જમાનાની ફિલ્મોના ગીતો માં રાતના ગુણગાન ગવાતા. રૂમઝુમ ઢલતી રાત અને પે રાત ભીગી ભીગી જેવા મીઠડા ગીતો આજે પણ યાદ આવતા તન મન અને આંખોમાં ચમક આવી જાય છે. હેપીનેશ લાઇફની જે વાત આજે વૈશ્ર્વિક લેવલે થાય છે. તે કવોલીટી વાળું અને ટ્રેસમુકિત જીવન તો એ જમાનામાં જીવી ગયા જે સમય હવે કયારેય નહી આવે.

વર્ષો પહેલા આવેલી શ્ર્વેત શ્યામ ફિલ્મ ‘એક ર્ગાંવકી કહાની’માં તલત મહેમુદના સ્વરે ગવાયેલ ગીત ‘રાતને કયા કયા ખ્વાલ દિખાયે, રંગભરે  સો ઝાલ બિછાય., આંખે ખુલી તો રહ ગયે ગમ કે સાયે’ ના શબ્દો જ રાત્રીનો વૈભવ સમજાવે છે. રાત્રે મીઠડી નિંદરમાં આવતા સ્વપનાઓ લેડ ઉપર જ હોય છીએ. નાના બાળકો અંધારાથી ડરે છે કારણે કે આપણે જ એનામાં ડર પેદા કર્યો છે. પહેલા આટલી લાઇટો ન હોવાથી રાત્રીનો રંગનો નઝારો અલગ જ લાગતો હતો. ત્યારે આટલી ચહલ પહલ પણ ન હતી તેથી રાત્રે 9-10 વાગે ગામ કે શહેર સુમસામ ાગતા. કુતરા ભસવાનો અવાજ સાથે તમરા પક્ષીઓના અવાજો આપણને સ્પષ્ટ સંભળાતા હતાી. એ રાત્રી ખરેખર માનવી શાત ચિતે માણતો હતો. આજે આ વૈભવ શકય જ નથી. અગાશી ઉપર રાત્રીના સાડાત્રણ વાગે ચડીને ખુલ્લા આકાશે મસ્તક ઉચુકરીને આંખોને આકાશ સાથે મિલન ભાવથી ઠંડા ઔસ બિંદુ ત્રીજા પહેર પડે તેવું કદાચ બને પણ રાત્રી પ્રકાશ કરતાં હાલની કુત્રિમ લાઇટનો પ્રકાશ તેને દાબી દે છે.

જૂના ફિલ્મના ગીતોમાં ગીતકારોએ રાતના ગુણગાન ગાયા છે; રૂમઝુમ ઢલતી રાત સાથે શિયાળાની કડકડતી ઠંડીમાં ગોદડાની હુંફની મીઠી રાત્રીની વાત નિરાળી હતી; આજે બધુ જ છે પણ કાંઇ નથી: એ જમાનામાં કાંઇ ન હતું પણ બધુ જ હતું

દિવસ બધાને જુદો જુદો હોય તેમ રાત્રી પણ સૌની અલગ અલગ હોય છે. નિશાચર પક્ષીઓ રાત્રીના ચોકકસ અવાજો સાથે નીકળે ત્યારે સૌની આકાશ તરફ નજર મંડાઇ જ જાય છે. નાના જીવ જંતુ ઓપણ રાત્રીના જ નીકળે છે. કોઇક ને દવાખનો દાખલ કકર્યા હોય કે ઘરે માંદગી હોય ત્યારે તેના કણસવાનો અને ખાંસીનો અવાજ સ્પષ્ટ સંભળાતો તેટલી પ્રવિત્ર રાત્રી હતી. આજનું બાળક તો સુર્યની ફરતે ફરતી પુથ્વીને કારણે દિવસ રાત થાય તે સમજે છે. પણ એ જમાનાના બાળકો તો રાતના વૈભવ ચંદામામાની વાતો માં તલ્લીન થઇ જતા હતા. રાત્રે શેરીની ચોકિદારી કરતો માસણ લાકડી પછાડીને અવાજ કરતો એ પણ સંભાળય એવી નિરવ રાત્રી હતી.

1967માં આવેલી ફિલ્મ ‘મહોબ્બત જીંદગી હે’ ફિલ્મના આશાજીના સ્વરમાં એસ.એસ. બિહારીના સુંદર શબ્દો સાથે ઓ.પી. નૈયરના રાત્રી ગત ‘રાતો કો ચોરી ચોરી બોલ મોરા કંગના’ ખરેખર કર્ણપ્રીય ગીત હતું. આજ ગીતમાં રાત્રીના બે ચાંદ ઉગે છે એક ગગનમાં અને બીજા મારા આંગણામાં એવી કવિકલ્પના હતી. જગજીત સિંહની એક ગઝલમાં પણ ‘કોઇ આયેગા યહા… કોઇ ન આયા હોગા.. મેરા દરવાના હવાઓને હિલાયા હોગા’ પણ એકાંત રાત્રીની વાત કરી છે.

ઉનાળાની ગરમીની રાતમાં ખુલ્લામાં સુવાની મઝાને ઠંડા પવનની લ્હેરખીમાં પરિવાર સાથે વાતોની રંગતની મઝાકંઇ ઓર જ હતી. ચોમાસે લાઇટ જાય ને વરસાદ ચાલુ હોય તો કયારેય શેરીમાં પૂર આવે ત્યારે સૌ ડેલી કે ઘરની બારી માંથી કે ઓટા ઉપર ઉભા રહીને ચોમાસાની રાત્રીની મઝા માણતા હતા. દિવો કે ફાનસનો પ્રકાશ પણ આખુ ઘર પ્રકાશથી ભરી દેતું. સૌથી વૈભવી શિયાળાની રાતમાં મસ્તીની રાત હતી. કાળી બિાગ, હાડ ગાળતી ઠંડીનો ચમકારોએ જમાનાનો સૌથી મોંઘેરો વૈભવ હતો. શેરીના કુતરાઓ પણ ઠુઠવાઇને પડ્યા હોય તે આજે પણ દૃશ્ય યાદ આવી જાય છે.

કોઇ લૌટ દે મેરે બીત હુએ દીન ગીતના શબ્દો છે પણ ચાલી ગયે લો સમય, દિવસ, રાત કયારેય પાછો આવતો નથી. આવે છે તો ફકત યાદો!! રાત્રીના ચાર પ્રહર સાથે પણ માનવીનું જીવન જોડાયેલું  છે. જેમાં શરીરને આરામ આપતી ઉંધ અને ભક્તિ અર્ચના જોડાયેલી છે. એંકાંત અને એકલતા બન્ને શબ્દો ભલે જુદા રહ્યાં પણ રાત્રીના સમયે એ સૌથી વધુ કષ્ટ દાયક હોય છે. સંયુકત કુટુંબમાં સૌ સાથે રાત્રીના સમયે દાદા દાદી વાર્તા સખી મંડળના ગીતો સાથે ધિંગા મસ્તી કરતી બાળકોની ટોળીને શેરી રમતોનો આનંદ આજના બાળકને કયારેય જોવા નહી મળે. આજના મા-બાપે પોતાના સંતાનોને એ વૈભવની વાતો રમતોની વાતો જ કરવી પડશે. ‘વો કાગલ કી કસ્તી’ વો બારીશ કા પાની’ જેવા જગજીતની ગઝલના શબ્દો જ એના આનંદાત્સવની વાત કરે છે.

મારા મતે દિવસ કરતા માનવજીવનમાં રાત્રીનું વિશેષ મહત્વ એટલા માટે છે કે એમાં શાંતિ સમાયેલી છે. આજના મધ્યમ વર્ગના માણસો કે ત્યારનાં સૌ લોકોએ ખરેખર જીવનને માણ્યું હતું સુખ હોય કે દુ:ખ પણ આનંદ તો માણ્યો જ હતો. એ તહેવારોમાં પણ રાત્રીનું મહત્વ હતું ને નવરાત્રીમાં તો અડધી કે પોણી રાત્રીનો ઉજાગરો પણ આનંદ સાથે માનવી માણતો હતો.

 ‘રાત બાકી હે … અભી બાત બાકી હે’

રાત કે હમસફર, થક કે ઘર હો ચલે… એન ઇવનીંગ ઇન પેરીસ

Dgjknmv

રાતને કયા કયા ખ્વાબ દિખાયે.. એક ર્ગાવકી કહાની

રાત ઓર દિન દિયા જલે… રાત ઔર દિન

યે રાતે યે મૌસમ ન દીકા કિનારા.. દિલ્હી કા ઠગ

રાત કા શમા ઝુમે ચંદ્રમા.. જીદ્દી

રાત કલી એક ખ્વાબ મે આઇ… બુઢા મીલ ગયા

રૂમ ઝુમ ઢલતી રાત… કોહરા

રૂક જા રાત ઠહરજા રે ચંદા.. દિલ એક મંદિર

રાતો કો ચોરી ચોરી બોલે મોરા કંગના… મોહબ્બત જીંદગી હે

દિન ઢલ જાયે હાયે રાત ન જાયે.. ગાઇડ

યે રાત ભીગી ભીગી, યે મસ્ત ફિઝાએ.. ચોરીચોરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.