‘ટેકનોલોજીનો જાદુ’ : ગમે ત્યાં, ગમે ત્યારે પાણી શુદ્ધ બનાવે છે નાનકડી બોટલ

આજના યુગમાં લોકો મુસાફરી સાથે જોડાયેલા હોય છે તેમાં ઘણી વખત લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને મળી જાય તો પણ તે સંપૂર્ણ રીતે શુદ્ધ છે કે નહિ આ પ્રશ્ન મનમાં થાય છે.આ આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે. શોધકર્તાઓએ એક એવા વોટર પ્યુરિફાયરની રચના કરી છે કે જેના દ્વારા આપણે કોઈપણ સ્થળે પીવાનું શુદ્ધ પાણી મળી શકશે.

આ વોટર પ્યુરીફાયર નું નામ ‘ નુવો ‘ છે.જો તમે શાળામાં કોલેજમાં અથવા તો ઓફિસમાં પાણીની ગુણવત્તા થી સંતુષ્ટ ન હોય તો તે પાણીને આ નુવો બોટલમાં નાખવાથી શુદ્ધ પાણી મળી શકે છે.જો તમે કામથી બહાર જવાનું હોવ અને બોટલનું પાણી પૂરું થઈ ગયું હોય તો પણ ચિંતા કરશો નહીં. તમારી બેગમાંથી નુવો વોટર પ્યુરિફાયર કાઢો અને પાણીને શુદ્ધ કરો.

બોટલ સાથે એક ચુંબક જોડાયેલું છે જેને પાણીમાં સાફ કરવા માટે બોટલમાં મૂકવામાં આવે છે. ઉપકરણ સાથે એક ચુંબક આવે છે, જે બોટલની બહારની બાજુ લગાવવામાં આવે છે. ઉપકરણને સક્રિય કરવા માટે, પાણી બોટલમાં ભરવાનું ,થોડીક જ ક્ષણોમાં બોટલની લાઇટ સક્રિય થઈ જાય છે અને પાણીને સાફ કરે છે.થોડીવાર પછી બોટલ ની અંદર થી એવો અવાજ આવવા માંડે છે જેના દ્વારા જાણ થાય છે કે પાણી હવે પીવા લાયક થઈ ગયું છે.

આ બોટલના મેગનેટ ને બનાવવામાં એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે મેગનેટ પાણીમાં નાખતા એ ડૂબી જાય છે તો પણ તેનામાં કોઈ ખરાબી આવતી નથી અને મેગનેટને યુએસબી ડેટા કેબલથી ચાર્જ પણ કરી શકાય છે. એકવાર ચાર્જ થઇ ગયા બાદ તેને એક મહિના સુધી વાપરી શકાય છે.

કેવી રીતના કામ કરે છે નુવો વોટર પ્યુરીફાયર ?

આ ઉપકરણમાં સ્થાપિત યુવી-સી લાઇટ (જીવાણુ શોધક તકનીક) ની સહાયથી, માત્ર એક મિનિટમાં જ બોટલનું પાણી સાફ કરી શકે છે અને ઝેરી જીવાણુઓને લીધે બોટલની ગંધ પણ દૂર થાય છે. જો તમે મુસાફરી કરી રહ્યાં છો અને પીવા માટે બોટલમાં નદી, ધોધ અથવા તળાવનું પાણી ભરવું છે, તો આ ઉપકરણનો ઉપયોગ કરીને શુદ્ધ પાણી મેળવી શકીએ છીએ. આ ઉપકરણ અત્યાધુનિક તકનીકની મદદથી પાણીમાં રહેલા ઝેરી સૂક્ષ્મજંતુઓને મારી નાખે છે.

બીજી વસ્તુઓ પણ થઇ શકશે સેનીટાઇઝ

નુવો વોટર પ્યુરીફાયર વસ્તુઓને સેનીટાઇઝર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેમાં રહેલા મેગ્નેટ દ્વારા તમે ફોન, ચાવી અને માસ્ક પણ સેનીટાઇઝ કરી શકશો.