Abtak Media Google News
  • ગો.વા.કલ્પેશ કુમાર વિઠ્ઠલભાઇ રાદડીયા ગો વંશ, પાંજરાપોળ, ગૌ શાળા ઉપક્રમે
  • હજ્જારોની મેદનીને મહાપ્રસાદ, અનેકવિધ કાર્યક્રમો, લોકડાયરા સંગાથે મુકુદજી મહારાજ કરાવશે કથા રસપાન

જામકંડોરણાના કાલાવડ રોડ પર ખેડૂત નેતા જયેશભાઇ રાદડીયા રાહબરી નીચે ચાલતી ગો.વા. કલ્પેશભાઇ વિઠ્ઠલભાઇ રાદડીયા ગૌ વંશ, પાંજરાપોળ અને ગૌ શાળા ખાતે આગામી તા.24/5/22 થી 30/5/22 સુધી ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પોથીયાત્રા 24/5ના બપોર 3.30 વાગ્યે વૈષ્ણવ સમાજથી ઢોલ-નગારા અને બેન્ડ બાજા સાથે ગૌશાળાએ જશે.

તા.25/5ના રોજ કપીલ જન્મોત્સવ, 26/5ના નરસિંહ પ્રાગટ્ય, 27/5ના રોજ વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મોત્સવ અને 27/5ના સાંજે 6 કલાકે કૃષ્ણ જન્મોત્સવ અને નંદભયો શનિવારે તા.28/5ના રોજ ગીરીરાજ ઉત્સવ, 29/5ના રોજ ભવ્ય રૂક્ષ્મણી વિવાહ, 30/5ના રોજ બપોરે 12 કલાકે કથા વિરામ, આ સપ્તાહમાં પૂ.મુંકુદજી મહારાજ સંગતમય શૈલીમાં કથાનું અમૃત પાન કરાવશે.

આ સપ્તાહમાં તા.24/5 રોજ રાત્રે ભવ્ય હાલારી રાસ યોજાશે. 25/5ના રાત્રે કાનગોપી, તા.26/5ના રોજ હાલારી રાસ અને 27/5ના રાત્રે ભવ્ય કંસુબલ લોકડાયરો યોજાશે. જેમાં કિર્તીદાન ગઢવી, ફરીદા મીર સહિતના કલાકારો પોતાની કલા પીરશે. 29/5ના ભવ્ય શ્રીનાથજીની ઝાંખી યોજાશે.

જેમાં નિધી ધોળકીયા, નિતીન દેવકા અને સાથી કલાકારો પધારશે. ભગવત સપ્તાહને લઇને ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા સમગ્ર જામકંડોરણા, જેતપુર સહિતના વિસ્તારના ધર્મપ્રેમી લોકોને સપ્તાહના આમંત્રણ કાર્ડ લખાયા છે અને સમગ્ર જામકંડોરણાના તાલુકાના ગામે ગામના લોકો સ્વયંસેવકો સહિતના આ સેવાકાર્યમાં જોડાશે અને સંસ્થાના પ્રમુખ યુવા ખેડૂત નેતા જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, મનસુખભાઇ સાવલીયા, ડો.જી.એચ. મહેતા, શૈલેશભાઇ હિરપરા, જીવરાજભાઇ સતાસીયા, ડિ.કે.સખીયા, ચંદુભા ચૌહાણ, પરસોત્તમભાઇ ગજેરા, રણછોડભાઇ રાદડીયા, કરણસિંહ જાડેજા, ભગવાનજીભાઇ બાલધા, મનસુખભાઇ રેણપરા, મોહનભાઇ કથીરીયા, બટુકભાઇ મોવલીયા સહિતના ટ્રસ્ટીઓ અને આરડીસી બેંકના યુવા ડિરેક્ટર લલીતભાઇ રાદડીયા સહિતના સપ્તાહને લઇને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે અને જામકંડોરણા ખાતે જાણે ગોકુલ જેવો માહોલ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.