વિશ્વા માતૃભાષાની ઉજવણીનો મુખ્ય હેતુ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાનું સન્માન

‘મા, માતૃભાષા અને માતૃભૂમિ’

માતૃભાષાનું ઉદગમ સ્થાન આપણું  ઘર પરિવાર જ હોય અને  તેજ તેનો ર્જીણોધ્ધાર કરી શકે: માતૃભાષામાં  બોલવું, વાંચવું, લખવું અને વિચારવું એ વ્યકિત માટે શકિતવર્ધક

 

યુનેસ્કોએ  વિવિધ દેશોની સાત હજારથી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે,  જેનો ઉપયોગ વાંચવા-લખવા અને બોલવામાં થાય છે: 1999થી  આંતરરાષ્ટ્રીય   માતૃભાષા દિવસ ઉજવાય છે: આપણી હિન્દી વિશ્ર્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે,  જેને વિશ્ર્વના  61.65 કરોડ લોકો  બોલે છે

વૈશ્ર્વિકસ્તરે 26.5 કરોડ લોકો  બંગાળી ભાષા બોલે છે: ઉર્દુ અને મરાઠીભાષા   સાથે તેલૂગુ અને તમિલ ભાષા બોલનારાની સંખ્યાપણ  8 થી 9  કરોડ જેટલી છે

આપણી રાષ્ટ્રીય ભાષા  હિન્દી છે પણ સરકારી વહિવટ કે   વ્યવસાયીક  ભાષા તરીકે   આપણે અંગ્રેજીને વિશેષ મહત્વ આપીએ છીએ. કોમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં  અંગ્રેજી ચલણનું મહત્વ વિશેષ હોવાથી આજે નાના બાળકો પણ માતૃભાષા વીસરી ગયા છે. માતૃભાષાનો અર્થ જ મા ની ભાષા અર્થાંત  જે ભાષા પરિવારમાં બોલાય કે પ્રથમ જે આપણને સમજાય કે બોલતા આવડે તે આપણી માતૃભાષા આપણે ગુજરાતના એટલે આપણી ભાષા ગુજરાતી  આપણી માતૃભાષા ગણાય છે.  મા-માતૃભાષા અને  માતૃભૂમિ એ ત્રણેય માતૃભાષાના  સંવર્ધક ગણાય છે. જે આપણે સરળતાથી બોલી-ચાલી-લખી કે વિચારી શકીએ તેજ આપણી સાચી   માતૃભાષા ગણાય.

આજના યુગમાં નાનપણથી જ અંગ્રેજી  માધ્યમના ચલણ કે દેખા દેખીને કારણે તેનું વળગણ બાળકને માતૃભાષાથી દૂર કરી રહ્યો છે.  ગુજરાતી એ આપણી  પરિવારની ભાષા છે. જોતે પ્રથમ આવડી જાય  પછી તમને હિન્દી કે અંગ્રેજી કે વિશ્ર્વની કોઈ પણ ભાષા ઝડપથી આવડે કે શીખી શકાય છે.  આજે વિશ્ર્વ માતૃભાષા દિવસ છે. ત્યારે તેની ઉજવણીનો  ઉદેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને  સન્માન આપવાનો દિવસ છે. પણ આજે ગુજરાતી ફિલ્મ કે નાટક  જોવા કેટલા લોકો જાય છે. માતૃભાષામાં બોલવું, લખવું કે  વિચારવું એ વ્યકિત માટે શકિતવર્ધક  સાથે સંર્વાગી વિકાસમાં મદદરૂપ થાય છે.

નવી શિક્ષણ નીતિ 2020માં  પ્રાથમિક   શિક્ષણ ફરજીયાત   માતૃભાષાનો  નિર્ણય લેવાયો તે ખરેખર પ્રશંસનીય છે. યુનેસ્કોએ વિશ્ર્વના   વિવિધ  દેશોની સાત હજારથી વધુ ભાષા ઓળખી કાઢી છે.  જેનો ઉપયોગ વાંચવા  લખવા કે બોલવામાં થાય છે. 1999થી વૈશ્ર્વિક સ્તરે મધર લેંગ્વેજ ડે ઉજવાય છે. આપણી હિન્દી  ભાષા વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ભાષાના  વૈશ્ર્વિક  ત્રીજા ક્રમે આવે છે.

આપણે ત્યાં એક કહેવત છે કે ‘બાર ગાવે બોલી બદલાય’ આનો અર્થ જ છે કે દેશના વિવિધ પ્રાંતો સમુદાયમાંત ેની પોતાની બોલીક ે ભાષા છે.  આપણા ગુજરાતમાં કાઠીયાવાડ,ઉત્તર ગુજરાત કે સુરત જેવા   વિવિધ શહેરો તેની બોલચાલની ભાષાથી  અલગ પડે છે.   આજે આપણે વિદેશી ભાષા અંગ્રેજીની કેદમાં છીએ ત્યારે માતૃભાષાનું ચલણ નામ શેષ થતુ જાય છે. આજે તો   દરેક મા-બાપ પોતાના સંતાનોને અંગ્રેજી  માધ્યમમાં   જ  ભણાવા માંગે છે.

વિશ્ર્વની સૌથી વધુ બોલાતી ભાષામાં છ ભારતીય  ભાષામાં હિન્દી, બંગાળી, ઉર્ફે, મરાઠી, તેલુગુ  અને તમિલભાષાનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ  61.5 કરોડ લોકો વિશ્ર્વમાં હિન્દી બોલી રહ્યા છે.  તે વૈશ્ર્વિક સ્તરે ત્રીજા સ્થાને છે. આપણી માતૃભાષાનું આપણને ગૌરવ હોવું  જોઈએ. આપણો ઘર પરિવાર જ ખરા અર્થમાં માતૃભાષાનો ર્જીણોધ્ધાર કરવા માટે   સમર્થ છે. માતૃભાષાને ભાષા અને સંસ્કૃતિ સાથે સીધો સંબંધ છે.

આપણા દેશમાં જ  1652 જેટલી ભાષા બોલાય છે, અને હાલ 1365 જેટલી માતૃભાષા છે. જેનો પ્રાદેશીક આધાર જુદો જુદો છે. જે દેશની સંસદમાં  માત્ર 4 ટકા ભાષાઓનું   પ્રતિનિધિત્વ કરાય છે. આપણો દેશ વિવિધતામાં એકતાનું વિશ્ર્વ લેવલે શ્રેષ્ઠ ઉદાહરણ છે. યુ.એન.ના જણાવ્યા અનુસાર વિશ્ર્વમાં સૌથી બોલાતી ભાષા   ઓમાં જાપાની,  અંગ્રેજી,  રૂશી, બંગાળી,  પુર્તગાલી, અરબી, પંજાબી,  મેંડારીન, હિન્દી અને સ્પેનિશ છે.  આપણી ગુજરાતી ભાષાનો ઈતિહાસ  700 વર્ષથી જુનો છે. અને 6 કરોડથી વધુ લોકો તેનો બોલીમાં ઉપયોગ કરે છે.  આપણી ભાષાનું    શબ્દ ભંડોળ આગવું અને  સમૃધ્ધ છે. ગુર્જર સામાજ્રયનો વિસ્તાર એટલે ગુજરાત અને  બાદમાં એમાંથી  ગુજરાતી થયું છે. આપણી ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃત પ્રાકૃત, સૌરસેની,   રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક  ગુજરાતી તરીકે વિકાસ પામી છે.

ગુજરાતી ભાષાનાં ઘણા શબ્દો જે બીજી ભાષાનાં છે, જેમાં હિન્દી મરાઠી,  કન્નડ,  બંગાળીભાષા સાથે  વિદેશી ભાષા અરબી, ફારસી,   તૂર્કી,  પોર્ટુગીજ અને અંગ્રેજીના શબ્દો પણ  ગુજરાતીઓએ    સ્વીકાર્યા છે. આપણી ગુજરાતીી એક માત્ર ્રએવી ભાષા છે જે બીજા માટે બોલાય છે. ગુજરાતીઓ કોઈને સીધા નામથી  બોલાવવાના  બદલે ભાઈ કે બહેન શબ્દ લગાવીને બોલે છે,  તેથી તે ખૂબજ મીઠી લાગે છે. સૌ. ગુજરાતીને પોતાની લાગતી ભાષા એટલે ગુજરાતી,   આમજોઈએ તો પણ માતાના   મોઢેથી  શીખેલી પ્રથમ ભાષા આણી માતૃભાષા કહેવાય છે, જે પૂર્વજો પાસેથી પણ શીખી હોય તે પણ ગણી શકાય. રાજયભાષા કે પ્રાદેશિક ભાષાથક્ષ  તે અલગ પણ હોય શકે છે. ટુંકમાં માતૃભાષા  ઘર-પરિવારના સભ્યો દ્વારા ઉપયોગમા લેવાતી  હોય તેને જ  ખરા અર્થમાં  માતૃભાષા  કહેવાય છે.

આજે વૈશ્ર્વિક સ્તરે 40 ટકા વસતી જે બોલે સમજે છે, તે ભાષામાં શિક્ષણની પહોચ નથી !

 

2000થી ઉજવાતા વિશ્ર્વ માતૃભાષા દિવસ ને આજે  23 વર્ષ થયા પણ આજે વધુને વધુ ભાષાઓ લુપ્ત થઈ જતાં ભાષાકિય વિવિધતા જોખમાં આવી ગઈ છે.  યુ.એન.ના અહેવાલ મુજબ આજે વૈશ્ર્વિક સ્તરે 40 ટકા  વસ્તી એવી છે જે બોલે સમજે છે તે ભાષામાં  તેને શિક્ષણ મળતુ નથી. આજનો દિવસ માતૃભાષાઓને બચાવવાનો દિવસ છે. આજના દિવસનાં સંદર્ભમાં  ભારતની ભૂમિકા મહત્વની એટલા માટે ગણી શકાય કારણ કે  આપણો દેશ બહુભાષી રાષ્ટ્ર છે. દ્વિભાષીવાદ અને બહુભાષીવાદ વિશ્ર્વકરતાં ભારતમાં વધુ પ્રચલીત છે.

‘મારી ભાષા…. મારૂ ગૌરવ’

‘બહુભાષી શિક્ષણ-શિક્ષણમાં પરિવર્તન લાવવાની  આવશ્યતા’ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૈશ્ર્વિક સ્તરે ઉજવણી માટે યુનેસ્કો દ્વારા આપેલ છે. ભાષાઓ  બોલતા વસ્તી જુથ, લઘુમતીજુથોની  ભાષાઓ અને સ્વદેશી ભાષાઓ, માતૃભાષા આધારીત બહુભાષી શિક્ષણ મળે તેવા પ્રયાસોનો હેતુ છે.