Abtak Media Google News

સરગમ ક્લબ/લેડીઝ ક્લબ/સિનીયર સીટીઝન ક્લબ – કપલ ક્લબ તેમજ આમંત્રિતો અને અધિકારીઓ માટે તા . 10/09/22 થી 14/09/22 સુધી હેમુગઢવી નાટ્યગૃહ માં મુંબઈનું નાટક મનુભાઈ દુલ્હનીયા લે જાયેંગે ” નામનો નાટ્ય શો યોજાયેલ જેમાં કલાકાર તરીકે શિલા બુટાલા , રાજેન્દ્ર બોટાલા , સનત વ્યાસ , શચી જોશી , પલ્લવી પાઠક , યતીન પરમાર , પ્રીતા પંડ્યા , જય ભટ્ટ , રૂપેશ મકવાણા વગેરે અભિનયના ઓજસ પાથર્યા હતા.
આ નાટ્ય શો માં બોલિવૂડ ફિલ્મ મિડલ ક્લાસ લવ ” ના કલાકારો રાજકોટના પૂત્ર પ્રીત કમાણી હીરો છે તેમજ હિરોઈન તરીકે કાવ્યા થાપા , ઇશાસિંગ ઉપસ્થિત રહેલ તેમજ પિક્ચર વિષે અને કલાકારોની ઓળખાણ ડો , રાજેશભાઈ તૈલી આપેલ.

આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર રાજુભાઈ ભાર્ગવ , રમણીકભાઈ જસાણી , રમેશભાઈ ઠક્કર , રાજેન્દ્રભાઈ મહેતા , જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી , શીવલાલભાઈ બારસીયા , કિરીટભાઈ આદ્રોજા મુંબઈના નાટક મનુભાઈ દુલ્હનીયા લેજાયેગે તેમજ બોલીવુડ ફિલ્મ મિડલ કલાસ લવ નામનો નાટય શો યોજાયા. ડો . રાજેન્દ્રભાઈ ત્રિવેદી , ડો , એમ . વી . વેકરિયા , સો , રાજેશભાઈ તૈલી , મનસુખભાઈ ધંધુકિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન નીચે ભરતભાઈ સોલંકી , રાજેન્દ્રભાઈ શેઠ , જયસુખભાઈ ડાભી , સુનીલભાઈ દેત્રોજા , કનૈયાલાલ ગજેરા , રમેશભાઈ અકબરી , કમિટી મેમ્બરે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.