Abtak Media Google News
  • લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજના યજમાન પદે
  • સૌરાષ્ટ્રભરના 250 વિદ્યાર્થીઓએ 25થી વધારે સ્પર્ધાઓમાં ભાગ લીધો

લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ખાતે જીટીયુના 10માં ક્ષિતિજ’22 યુવક મહોત્સવનું કોલેજના ગ્રીન કેમ્પસ એસએલટીઆઇટીમાં જોનલ યુથ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે.તારીખ 15,16,17 એમ 3દિવસઆ યુથ ફેસ્ટિવલ શરૂ રહેશે.આજના યુવા ધનની આંતરિક શક્તિ ખીલાવા માટેનો ખૂબ જ જરૂરી પ્લેટફોર્મ આપે છે સૌરાષ્ટ્રની આઠ કોલેજ માંથી 250

Advertisement

Img 20220915 Wa0015

વિદ્યાર્થીઓએ 25થી વધારે સ્પર્ધામાં ભાગ લીધો છે. મુખ્ય પાંચ કેટેગરી ડાન્સ,મ્યુઝિક,ફાઇન આર્ટ્સ,લિટરેચર અને થિયેટર યુવક વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પર્ફોમન્સ આપ્યું હતું. જોગા નું જોગ 15 સપ્ટેમ્બર ધ એન્જિનિયરિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે યુવક મહોત્સવ ની આજના શુભ દિવસે શરૂઆત કરવાથી તમામ કોલેજના કર્મચારીઓ મેનેજિંગ ટ્રસ્ટી તથા સ્પર્ધકોમાં ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં લાભુભાઈ ત્રિવેદી કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી ગુજરાતી અભિનેતા હર્ષલ માકડ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ભરત રામાણી સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

  • યુવક મહોત્સવ એટલે યુવાનોનો તહેવાર અલ્પનાબેન ત્રિવેદી(મેનેજિંગ ટ્રસ્ટી)

Img 20220915 Wa0016

લાભુભાઈ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોલેજના તમામ કર્મચારીઓ અને યુવક મહોત્સવમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું.યુવક મહોત્સવ એટલે યુવાનોનો તહેવાર સૌરાષ્ટ્ર ઝોનની 8 એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે તે ગર્વની બાબત છે.

  • સવારથી સાંજ સખત મહેનત સાથે પ્રેક્ટિસ કરી છે:  જેનિસ જીવાણી

Img 20220915 Wa0018

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી જીવાણી જેનીસએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતી પ્રાચીન ગરબા લોક ડાન્સ ની કૃતિ અમારા ગ્રુપ દ્વારા રજુ કરવામાં આવી હતી ઓછા સમયમાં ખૂબ તનતોડ મહેનતથી પ્રેક્ટિસ કરી છે યુવક મહોત્સવમાં કૃતિ રજૂ કરવા માટેની સવારથી સાંજ સુધી સતત પ્રેક્ટિસ કરી તેનું અમને સંતોષ છે.

  • વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલોપમેન્ટ માટેનું  મોટું પ્લેટફોર્મ યુવક મહોત્સવ:ડો.ભરત રામાણી(પ્રિન્સિપાલ)

Img 20220915 Wa0017

લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજના પ્રિન્સિપલ ડો.ભરત રામાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી પાંચમી વખત અમને યજમાન પદનું સૌભાગ્ય આપ્યું તેનો આભાર વ્યક્ત કરું છું વિદ્યાર્થીઓ માટે યુવક મહોત્સવ તેનામાં રહેલી શક્તિઓ તેમજ સ્કિલને ડેવલપમેન્ટ અને સાચી દિશા તરફ વાળવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.

  • લાભુભાઈ ત્રિવેદી કોલેજ સાથે અંતરની લાગણીના સંબંધ: હર્ષલ માંકડ(અભિનેતા)

Img 20220915 Wa0013

ગુજરાતી અભિનેતા હર્ષલ માંકડએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ કોલેજમાં મુખ્ય અતિથિ તરીકે નો મોકો મળ્યો છે તે મારી માટે ગૌરવની વાત છે. યુવક મહોત્સવમાં યુવકને આપણી સંસ્કૃતિને ખૂબ સારી રીતના રજૂ કરી છે. બાબુભાઈ ત્રિવેદી કોલેજ સાથે અનોખા લાગણીના સંબંધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.