Abtak Media Google News

Table of Contents

રાષ્ટ્રીય શાળાની સાત દાયકાની પરંપરા યથાવત, સામાજીક આગેવાનો ‘એક’ થઇ રહ્યા ઉપસ્થિત

છેલ્લા 70 વર્ષથી રાષ્ટ્રીય શાળા ખાતે નવા વર્ષે રાજકોટના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી કોઈપણ પ્રકારના પક્ષ વાત વગર એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે આ વખતે પણ નવા વર્ષે રાજકોટના તમામ આગેવાનો રાષ્ટ્રીય શાળા ખાતે ઉપસ્થિત રહી અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા,ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, માજી સંસદ સભ્ય રામજીભાઈ માવાણી,રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડીયા,ડો.વલ્લભ કથીરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમસ્ત વિશ્વને રાષ્ટ્રીય શાળામાંથી માતૃભાવ અને ભાતૃભાવનો સંદેશો મળતો રહે છે : વજુભાઇ વાળા

T6 1

અબતક સાથેની વાતચીતમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા જણાવે છે કે,મહાત્મા ગાંધીની ચળવળની શરૂઆત જે સ્થળેથી થઈ હતી તે રાષ્ટ્રીય શાળામાં કોઈપણ પ્રકારના પક્ષાપક્ષીથી પર રહી રાજકોટના નાગરિકો એકબીજાને મદદરૂપ થાય અને સમાજનું કામ કરવા માટે તથા શુભેચ્છા પાઠવવા માટે એકત્ર થતા હોય તેવું આ એકમાત્ર સ્થળ રાષ્ટ્રીય શાળા છે તથા સમસ્ત વિશ્વને રાષ્ટ્રીય શાળામાંથી માતૃભાવ અને ભાતૃભાવનો સંદેશો મળતો રહે છે.

રાજકોટની રાષ્ટ્રીય શાળા એક ઐતિહાસિક અને પવિત્ર જગ્યા : વિજયભાઈ રૂપાણી

T7

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અબતકને જણાવે છે કે,આ નવા વર્ષ માટે સર્વે ગુજરાતની જનતાને હું શુભકામનાઓ પાઠવું છું.

રાજકોટની રાષ્ટ્રીય શાળા એક ઐતિહાસિક અને પવિત્ર જગ્યા છે. મહાત્મા ગાંધીએ જેનું સ્થાપન કરેલું છે તથા રાષ્ટ્રીય શાળાની આ પરંપરા રહી છે કે નવા વર્ષને દિવસે રાજકોટના અગ્રણી લોકો અહીં ભેગા થાય છે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર એકબીજાને શુભેચ્છા પાઠવે છે.

નવા વર્ષ માટે હું સૌ કોઈને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું : મુકેશભાઈ દોશી

T3 7

અબતક સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી જણાવે છે કે,આ નવ વર્ષ માટે હું સૌ કોઈને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું તથા આ નવ વર્ષ સૌ કોઈ માટે સુખકારી તથા નિરોગી નીવડે તેવી ઈશ્વર પાસે કામના કરું છું તથા રાષ્ટ્રીય શાળામાં દર વર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ રાજકીય ક્ષેત્ર સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અહીં એકઠા થયા છે.

રાષ્ટ્રીય શાળાની 70 વર્ષથી પરંપરા રહી છે કે નવા વર્ષે રાજકોટના તમામ અગ્રણીઓ અહીં એકઠા થાય છે : જીતુભાઈ ભટ્ટ

T4 3

અબતક સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ જણાવે છે કે, રાષ્ટ્રીય શાળાની 70 વર્ષથી પરંપરા રહી છે કે નવા વર્ષે રાજકોટના તમામ અગ્રણીઓ અહીં એકઠા થાય છે. રાજકોટના તમામ અગ્રણીઓ નાગરિકો તમામ પક્ષના અગ્રણી નેતાઓ ઉદ્યોગપતિઓ શિક્ષકો વગેરે કોઈપણ પ્રકારના ગમા-અણગમાને એક બાજુ મૂકી સંસ્થામાં ભેગા થાય છે તથા નવા વર્ષની શુભેચ્છા એકબીજાને પાઠવતા હોય છે. આજે પણ બધા એકઠા થયા છે તથા એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે તથા આ નવ વર્ષ માટે હું પણ તમામ નાગરિકોને તથા સર્વેને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.

વિક્રમ સવંત 2080ના વર્ષ માટે રાજકોટના તમામ વાસીઓને શુભેચ્છાઓ : રાજુભાઈ ધ્રુવ

T5 2

અબતક સાથેની વાતચીતમાં ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ જણાવે છે કે,વિક્રમ સવંત 2080ના વર્ષ માટે રાજકોટના તમામ વાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું તથા આગામી વર્ષ સર્વે માટે આ આગામી વર્ષ સર્વે માટે આરોગ્યપ્રદ નીવડે સફળ નિવડે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું તથા રાષ્ટ્રીય શાળા એ ખૂબ પવિત્ર જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીની યાદો જોડાયેલી છે તથા આ પવિત્ર જગ્યાએ રાજકોટના તમામ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

રાજકોટની રાષ્ટ્રીય શાળા એક ખૂબ જ પવિત્ર જગ્યા : રામજીભાઈ માવાણી

T8

રાજકોટના માજી સંસદ સભ્ય રામજીભાઈ માવાણી જણાવે છે કે,રાજકોટની રાષ્ટ્રીય શાળા એક ખૂબ જ પવિત્ર જગ્યા છે જ્યાં ગાંધીજીએ જળવળની તથા શાળાની શરૂઆત કરી હતી ત્યારે આ પવિત્ર જગ્યાએ રાજકોટના તમામ અગ્રણીઓ ઉપસ્થિત છે ત્યારે આ પવિત્ર જગ્યાએથી હું તમામને નવ વર્ષ માટે શુભકામનાઓ પાઠવું છું આવતું વર્ષ આપણા સૌ માટે સૌભાગ્યપૂર્ણ રહે તેવી પ્રાર્થના ઈશ્વરને કરું છું.

રાજકોટની જનતા માટે આવતું વર્ષ ખૂબ સુખમય આરોગ્યમય અને કારકિર્દીમય નીવડે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના : સંજયભાઈ અજુડીયા

T9

અબતક સાથેની વાતચીતમાં રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ  સંજયભાઈ અજુડીયા જણાવે છે કે,નવા વર્ષના આ અવસરે હું સર્વેને શુભકામના પાઠવું છું તથા રાજકોટના તમામ આગેવાનો અહીં એકબીજાને શુભકામના પાઠવવા આવ્યા છે રાષ્ટ્રીય શાળા એ ખૂબ પવિત્ર જગ્યા છે તથા રાજકોટની જનતા માટે આવતું વર્ષ ખૂબ સુખમય આરોગ્યમય અને કારકિર્દીમય નીવડે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું .

ભારત સ્વર્ણિમ વર્ષ પછી સ્વર્ણિમ કાળમાં પ્રવેશી રહ્યું છે : ડો.વલ્લભ કથીરિયા

T1 21

અબતક સાથેની વાતચીતમાં ડો.વલ્લભ કથીરિયા જણાવે છે કે,સંવત 2080નું આ નુતન વર્ષ સર્વે માટે શુભકારી,કલ્યાણકારી રહે ભારત સ્વર્ણિમ વર્ષ પછી સ્વર્ણિમ કાળમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આ નુતન વર્ષ માટે હું સર્વેને શુભેચ્છા પાઠવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વધુને વધુ પ્રગતિ કરે અને સમગ્ર વિશ્વભરમાં ભારતનું નામ રોશન થાય તેવી શુભેચ્છા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.