આ વ્યક્તિની ઉંમર હતી 256 વર્ષ અને તેના 200 બાળકો હતા, કર્યા હતા 23 લગ્ન

જો કોઈ તમને પૂછે કે લાબી ઉંમરનું રહસ્ય શું છે, તો પછી તમે હેલ્દી લાઈફસ્ટાઈલ અથવા તનાવમુક્ત જીવન રહેશો. ઘણા લોકો સિંગલ રહેવાનું અને લાંબું જીવન જીવવાના તર્ક આપે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિની ઉંમર 256 વર્ષ હતી. આ વ્યક્તિએ એક કે બે વાર નહીં પરંતુ તેના જીવનના આટલા વર્ષોમાં તે 200 બાળકોના પિતા બની ગયો હતો. તેણે કુલ 23 પત્નીઓ પણ હતી. વ્યક્તિનું નામ આજે પણ વિશ્વના સૌથી લાંબુ જીવતા લોકોમાં શામેલ છે.

દુનિયામાં 256 વર્ષ સુધી જીવતા આ વ્યક્તિનું નામ લી ચિંગ હતું. લીનો જન્મ ચીનમાં થયો હતો. 3 મે 1677ના રોજ જન્મેલા કિંગ શાસકનું ચીનમાં રાજ્ય હતું. લી જ્યારે તે 13 વર્ષનો હતો ત્યારે તે ઘર છોડીને જતો રહ્યો હતો. ત્યાર બાદ લી જંગલો અને પર્વતોમાં રહેવા જતો રહ્યો હતો. 13 વર્ષમાં પર્વતો પર સ્થાયી થયા બાદ લીએ 51 વર્ષની વયે પાછા ફરવાનું નક્કી કર્યું. ત્યારબાદ તે સેનામાં જોડાયો અને જનરલ યુ જોંગની સેનામાં સલાહકાર બન્યો હતો.

તેમણે 78 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી. તેમના જીવનમાં, લીએ ગોલ્ડન રિવરની લડાઇમાં જોડાયો હતો. સૈન્યમાં લીના યોગદાનને શાહી મહેલમાં પણ માન્યતા મળી હતી. 100, 150 અને પછી 200 વર્ષ પૂર્ણ કર્યા બાદ શાહી ઘરમાંથી લીને શાહી સંદેશ મોકલવામાં આવ્યો. આ સંદેશ 1929માં ન્યુ યોર્ક ટાઇમ્સમાં પણ છાપવામાં આવ્યો હતો. પ્રાપ્ત પત્રો અને દસ્તાવેજો અનુસાર, લીનું 6 મે 1933 ના રોજ અવસાન થયું હતું.

લી વ્યવસાયે આયુર્વેદના ડોક્ટર હતો. ઘણા લોકો તેમની દવાઓથી ગંભીર બીમારીથી મુક્ત થયા હતા. તેની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી. લી પોતે જ આખી જિંદગી અસ્વસ્થ રહ્યો હતો. લી ચિંગને માર્શલ આર્ટ પણ આવતું હતું. તે માર્શલ આર્ટમાં એક્સપર્ટ હતો. લોકોનું કહેવું છે કે, લીને જીવન જીવવાનો મંત્રની ખબર પડી ગઈ હતી. લીએ પોતાના જીવનમાં 23 લગ્ન કર્યા હતા અને તેમણે તેમના જીવતા જ પોતાની 23 પત્નીઓના અંતિમ સંસ્કાર કર્યા હતાં.

23 પત્નીઓના લીને 200 બાળકો હતા. જો સરકારી રેકોર્ડમાં જોવામાં આવે તો લીને 200 વર્ષ થયા હતા. પરંતુ લોકોના કહેવા અનુસાર, તેમના 256 વર્ષ સુધી જીવીત રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.