Abtak Media Google News
  • પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
  • દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી

નેશનલ ન્યૂઝ : આરએલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે NDAમાં મારી સાથે અન્યાય થયો છે. હવે હું નક્કી કરીશ કે ક્યાં જવું છે. તેમણે મંગળવારે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. પશુપતિ પારસે આ દરમિયાન પીએમ મોદીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ દેશના મોટા નેતા છે. હું તેમનો આભાર માનું છું, પરંતુ મારી પાર્ટી અને મારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો છે.

​​​​​​બિહારની 40 લોકસભા સીટો માટે NDAએ શીટ શેરિંગની જાહેરાત કરી છે. ભાજપ, જેડીયુ, એલજેપી (રામ વિલાસ), રાષ્ટ્રીય લોક મોરચા અને હમ વચ્ચે બેઠકો વહેંચવામાં આવી હતી તેમજ પશુપતિ કુમાર પારસની પાર્ટી રાષ્ટ્રીય એલજેપીને આ શેરિંગમાં એકપણ બેઠક મળી નથી. મહાગઠબંધનમાં તેમની પાર્ટીને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. જ્યારે પશુપતિ કુમાર પારસ 2014થી NDA ગઠબંધનમાં છે.

પશુપતિ પારસની પાર્ટીને એકપણ બેઠક ન મળવાથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પશુપતિ પારસની પાર્ટી આરજેડીના સંપર્કમાં છે. પશુપતિ પારસે પહેલાં જ કહી દીધું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. હવે ચિરાગને આ સીટ એનડીએમાં મળી ગઈ છે.

2019માં પશુપતિ પારસ હાજીપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું અને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા, પરંતુ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભત્રીજા ચિરાગ પાસવાનને મહત્ત્વ આપ્યું અને કાકા પશુપતિ કુમાર પારસની સીધી અવગણના કરી હતી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.