Abtak Media Google News

લીંબડીમાં મામલતદાર એલ.એમ.અસારી ની જગ્યાએ નવા મામલતદાર હાર્દિકભાઇ ડામોર ની નિમણુંક કરવામાં આવી હતી. લીંબડીની જનતાની સેવા કરવા યુવા મામલતદાર હાર્દિકભાઇ ડામોરને લીંબડી ખાતે મુકવામાં આવ્યા છે. તેમની કામગીરી માટે તેમના સહાયક તરીકે નાયબ મામલતદાર આર.એેલ.ચૌહાણ તેમની કામગીરીમાં સહાયક થશે અને લીંબડીની જનતા માટે સંતોષકારક કામગીરી કરશે. તેમજ પેન્ડીંગ કામોનો જલ્દી નિકાલ કરવા માટે પ્રયત્નો કરશે. નવા મામલતદાર હાર્દિકભાઇ ડામોર શાંત સ્વભાવ તેમજ દ્રઢ નિર્ણય શકિત ધરાવે છે તેમજ યુવા પેઢી માટે પણ એક પ્રેરણારૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.