Abtak Media Google News
70 મિનિટમાં પોલીસ દ્વારા રપ0 સવાલ કરાયા: આરોપી વકીલે ખોટા જવાબ આપ્યા

સુરેન્દ્રનગર અને લીંબડીના જજના બોગસ રાજીનામા પત્ર તૈયાર કરી હાઇકોર્ટમાં મોકલવાના ગુનામાં ઝડપાયેલા અને પાંચ દિવસના રિમાન્ડ પર મેળવેલા વકીલ મહેન્દ્ર મુડીયાનું લાઇ ડિરેકટર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 70 મીનીટમાં પોલીસ દ્વારા રપ0 જેટલા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા. વકીલ ઘણી સત્ય વિગતો છુપાવી જુઠુ બોલતો હોવાનો લાઇ ડિરેકટર ટેસ્ટ દ્વારા અભિપ્રાય અપાયો છે.

જેમાં 70 મિનિટમાં 250 સવાલો પૂછવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગનર શહેરની કોર્ટમાં પ્રિન્સિપાલ સિવિલ જજ તરીકે ફરજ બજાવી ચુકેલા મહિલા જજ આર.વી.રાજે અને લીંબડી કોર્ટમાં ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રતિક.જે.તમાકુવાલાની ખોટી સહી કરીને કોઇએ તમના  હાઈકોર્ટને બોગસ રાજીનામું મોકલ્યાના બનાવતી લીંબડી અને સુરેન્દ્રનગર મથકે ફરિયાદ નોંધાઇહતી. જેમાં રાજકોટ એફએસએલ તપાસમાં સહી ખોટી હોવાનું ખૂલતા એસઓજી ટીમે સુરેન્દ્રનગર વકીલ મહેન્દ્રભાઇ જેંતીલાલ મુલીયાની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.

વકીલ મુડીયા  મંગળવારે રાજકોટ એફએસએલ ખાતે લઇ જઇ લાઇ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 70 મિનિટની પૂછપરછમાં 250 સવાલ પૂછવામાં આવ્યા હતા. આ પૂછપરછ દરમિયાન લાઇડટેક્શન મશીનની લેયરમાં વકીલ ખોટું બોલતો હોવાનું જણાયું હતું.જ્યારે શંકાસ્પદ લોકોના નામ છુપાવતા હોવાનું જણાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે જજના ખોટા રાજીનામા કેસમાં આ વકીલની ધરપકડમાં રાજીનામાના કવર પર લખાણના હસ્તાક્ષર નિષ્ણાતની તપાસ પરથી આ વકીલની ધરપડક કરવામાં આવી છે.

કવરની અંદરના પત્રનું લખાણ કોણે કર્યું એ હજુ તપાસ ચાલુ છે. જ્યારે ધરપકડ પહેલા શંકાસ્પદ 7 લોકોની સહી લઇ નમૂના એફએસએલમાં મોકલાયા હતા. જે અંગે લાઇડીટેકસન ટેસ્ટમાં વકીલ મહેન્દ્ર મુડીયા અન્ય લોકોના નામ છુપાવતા હોવાનું જણાયું છે. હજુ આગળ વકીલની પૂછપરછ અને તપાસ ચાલુ રખાશે જો જરૂર જણાય તો સાલકોલોજી અને નાર્કોટેસ્ટ પણ કરવામાં આવશે તેમ પોલીસ સુત્ર જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.