Abtak Media Google News

આગામી બજેટ ચૂંટણીલક્ષી હશે!!!

ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ અને રોજગાર ઉપર વધુ ભાર મૂકી તેના માટેની ખર્ચની રકમ પણ વધારાશે: રાજકોશીય ખાદ્ય ઘટવાની શકયતા ઓછી

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપે તો અગાઉથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભારતનું આગામી બજેટ ચૂંટણી લક્ષી જ હશે. ખાસ તો ગ્રામીણ વિસ્તારો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવનાર છે.

ભારત આવતા નાણાકીય વર્ષમાં ગ્રામીણ ખર્ચમાં લગભગ 50%  વધારીને 2 લાખ કરોડનો વધારો કરી શકે છે, આ બાબતથી પરિચિત એક સ્ત્રોતે જણાવ્યું હતું, કારણ કે દેશ રાષ્ટ્રીય ચૂંટણી પહેલા નોકરીઓ અને પોસાય તેવા આવાસને પ્રોત્સાહન આપવા માંગે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ 2023/24નું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે, જે 2024ની રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલાંનું છેલ્લું પૂર્ણ બજેટ છે.  ભારતનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે.

ભારત સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય માટે 1.36 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી પરંતુ તે હજુ 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી શકે છે. ચાલુ વર્ષ માટે, સરકારે શરૂઆતમાં નોકરી યોજના માટે 730 અબજ રૂપિયા અને આવાસ યોજના માટે 200 અબજ રૂપિયાનું બજેટ રાખ્યું હતું.  ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, તે નોકરી કાર્યક્રમ પર પહેલેથી જ 632.6 અબજ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે.

ગ્રામીણ વિસ્તારોના લોકો માટે આ બજેટમાં ઘણી મહત્વની જોગવાઈ થવાની આશા સેવાઈ રહી છે. એક તરફ લોકસભાની ચૂંટણી માથે છે. ત્યારે ગ્રામીણ કક્ષાએ કોઈ ડેમેજ ન થાય તે માટે ભાજપ દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવશે.

વધુમાં મળતી માહિતી મુજબ આ વખતે રાજકોશીય ખાધ ઘટવાની આવશ્યકતા ખૂબ ઓછી છે. સરકાર આ માટે સતત પ્રયત્ન કરી રહી છે. પણ સફળતા મળે તેવું લાગી રહ્યું નથી. વધુમાં આ બજેટમાં તમામ વર્ગને રાહત મળતી જોગવાઈઓ થાય ખાસ કરીને વેપારીઓને નડતા પ્રશ્નોનુ નિવારણ થાય તેવી પણ આશા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલ નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે બેઠકનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં તેઓ દ્વારા નિષ્ણાંતો પાસેથી બજેટને લઈને મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આ મંતવ્યો અંગે તેઓ સરકારના વિવિધ વિભાગો સાથે ચર્ચા કરી તેને અમલમાં લાવવા કે નહીં તે અંગે નિર્ણય લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.