Abtak Media Google News

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર હાલ ચરમસીમાએ છે.ગુજરાતના ધારાસભ્યો સાંસદ અને  સંગઠનના હોદેદારો સહિતના આગેવાનોને ભાજપે અન્ય રાજયોમાં  ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક અર્થાંત કેબીનેટ બેઠક પૂર્ણ કરી ત્રણ દિવસ માટે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ઉપડી ગયા હતા. તેઓએ  અલગ અલગ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારો  માટે પ્રચાર કર્યો હતો. ત્રણ દિવસમા  7 જનસભામઓ સંબોધશે.

ત્રણ દિવસ સુધી અલગ અલગ વિધાનસભા બેઠક સાત જનસભા ગજવશે

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રણ દિવસ દરમિયાન સમગ્રતયા 7 જેટલી જનસભાઓને સંબોધન કરવાના છે.

મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રીના નિર્ધારિત કરાયેલા પ્રચાર કાર્યક્રમ અનુસાર શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. 7 નવેમ્બરે રતલામ જિલ્લાના ધામનોદ, મંદસૌર જિલ્લાના નારાયણ ગઢ અને નિમચ જિલ્લાના બરલઇમાં જાહેર સભાઓ સંબોધશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચારના બીજા દિવસ તા. 8મી નવેમ્બરે જાબુઆ જિલ્લાના રાયપૂરીયા તેમજ શાજાપૂર જિલ્લાના ચોસલા કુલમીની જનસભાઓનો સંબોધન કરશે.

ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશમાં ચુનાવ પ્રચારના ત્રીજા દિવસ તા. 9 નવેમ્બરે રતલામ જિલ્લાના સૈલાના અને જાબુઆ જિલ્લાના નારેલામાં ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ સંબોધન કરીને સાંજે ગાંધીનગર પરત આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.