Abtak Media Google News

વુમન એમ્પાવરમેન્ટ

ચાર વર્ષમાં ૧૦૯૨ માંથી ૮૭૯૭ મહિલા પાયલોટ

ભારતમાં મહિલાઓની ભાગીદારી તેજીથી વધી રહી છે ત્યાં સુધી કે મહિલા પાયલોટની પણ સંખ્યા લગાતાર વધી રહી છે. દેશમાં અત્યારે કુલ પાયલટની સંખ્યા ૮૭૯૭ છે. જેમાં ૧૦૯૨ મહિલા પાયલટ છે. જે કુલ પાયલટની સંખ્યામાં ૧૨.૪ ટકા છે.

પાછલા ચાર વર્ષના આંકડાઓને જોવામાં આવે તો મહિલા પાયલટોની સંખ્યા વધી લગભગ બે ગણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૪માં ઘરેલુ વિમાન કંપનીઓના કુલ ૫૦૫૦ પાયલટ હતા. જેમાં મહિલા પાયલટની સંખ્યા ૫૮૬ હતી અને જો આંતરરાષ્ટ્રીય સ્તર પર જોઈએ તો ભારત હવે એ દેશોની શૃંખલામાં આવી ગયું છે જયાં મહિલા પાયલટની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં મહિલા પાયલટની સંખ્યા કુલ કાર્ય બળના ૫ ટકા છે.

ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ વુમન એયરલાઈન પાયલટમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે અત્યારે દુનિયાભરમાં મહિલા પાયલટોની કુલ સંખ્યા ૭૪૦૯ છે જે કુલ કાર્યબળના ૫ ટકા છે. હાલના સમયમાં ભારતમાં મહિલા પાયલટોની સંખ્યામાં સૌથી વધારે વૃદ્ધિ થઈ છે.

આ મામલે એયર ઈન્ડિયા પ્રથમ ક્રમાંકે છે. કંપનીમાં અત્યારે કુલ મહિલા પાયલટની સંખ્યા ૨૮૦ છે. જે કુલ પાયલટની સંખ્યાના ૧૨.૮ ટકા છે. મહિલા દિવસના અવસરે ભારતમાં મહિલા પાયલટની જવાબદારી સંભાળી છે તે દિવસે કુલ ૨૦ મહિલા પાયલટને દિલ્હી અને મુંબઈથી અમેરિકા જતી અને આવતી ફલાઈટમાં તૈનાત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.