Abtak Media Google News

આર્મીના જરૂરી સુધારાના પ્રથમ સેટને મંજૂરીની મહોર; માનવ અધિકાર સાથે સેનાની વ્યુહાત્મક રચનાનું બ્યુગલ ફૂંકતા સંરક્ષણ મંત્રી

દેશની સુરક્ષા માટે સંરક્ષણની મહત્વની જવાબદારી સંભાળનાર સેના તેમજ સેનાના અધિકારીઓનું મોરલ વધારવા તેમને પ્રોત્સાહન આપવા માટે ડિફેન્સ મીનીસ્ટરીએ મહત્વની જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે નવીદિલ્હીમાં તેના વડા મથકને ફલેટ કરવા માટે સેના સુધારણાના પ્રથમ બેંચને મંજૂરીની મહોર લગાવી છે.

Advertisement

જેમાં ૨૨૯ અધિકારીઓને પોતાની કામગીરીની જગ્યા ફેરવી પ્રમોશન આપવા, ડેપ્યુટી ચિફની નવી પોસ્ટ અને વ્યુહાત્મક આયોજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સેનાના અધિકારીઓમાં દેશભક્તિની ભાવના જે છે તેને વધુ મોરલ સપોર્ટ મળે તે માટે માનવીય અધિકારના મુદ્દા હેઠળ તેના માટે વિશેષ પાંખની રચના કરવામાં આવશે.

નાના, મધ્યમ અને બોર્ડરે તૈનાત મજબૂત સંગઠન સેનાના અધિકારીઓ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવશે. કહી શકાય કે, સંરક્ષણ ક્ષેત્રે નવસર્જન કરવાથી સેનાના જવાનોને ફાયદો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને આર્મી કંટ્રકશન સુધારાના પ્રથમ સેટને મંજૂરી આપી છે. જેમાં આર્મીના મુખ્ય મથકના ૨૦ ટકા અધિકારીઓને કામગીરીના સ્થળે ફરી પોસ્ટીંગ આપવામાં આવશે.

ભવિષ્યની સંરક્ષણ સ્થિતિ વર્તમાનમાં બોર્ડર ઉપરનો તનાવ અને સોશીયલ મીડિયાની વાસ્તવિકતાને ધ્યાને રાખી તમામ જરૂરીયાતો મુજબ નવી માહિતી યુદ્ધ વિંગની રચના કરવામાં આવશે જેને પ્લાનીંગ અને સ્ટ્રેટેજી માટે તૈયાર કરવામાં આવશે. આર્મીની સક્ષમતા આધારે આધુનિકરણની જરુરીયાત,આવક તેમજ મુળ ખર્ચ અને વર્તમાન સ્થિતિની અસર તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી સેનાની વ્યુહરચના તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.