Abtak Media Google News

તા. ૨૫.૫.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦ વૈશાખ વદ બીજ, જ્યેષ્ઠા  નક્ષત્ર , સિદ્ધ  યોગ, તૈતિલ  કરણ આજે સવારે ૧૦.૩૬ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય ) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.


મેષ (અ,લ,ઈ) :
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.


વૃષભ (બ,વ,ઉ) :
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .


મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.


કર્ક (ડ,હ)  : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.


સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.  


તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.


વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.


ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.


મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું,  ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.


કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.    


મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો

 

ચાર ગ્રહોની યુતિ ટાંકણે યજમાન શુક્ર પોતે જ અસ્તના છે.   અગાઉ અત્રે લખ્યા મુજબ જૂનની શરૂઆતમાં છ ગ્રહો એક લાઈનમાં ગોઠવાઈ રહ્યા છે જે અલગ જ ભાત પાડે છે જયારે શુક્રના ઘરની વૃષભ રાશિમાં જ ચાર ગ્રહોની યુતિ થઇ રહી છે મજાની વાત એ છે કે શુક્રના ઘરમાં જ આ યુતિ થાય છે અને મકાનમાલિક શુક્ર પોતે અસ્તના છે! ચાર ગ્રહોની યુતિ ટાંકણે યજમાન શુક્ર પોતે જ અસ્તના છે. સૂર્ય બુધ ગુરુ અને શુક્ર આ ચાર ગ્રહોની યુતિ ચૂંટણી પરિણામ ટાંકણે ઘણા સંકેત આપી જાય છે તેની અન્ય અસરો જોઈએ તો ઘણા પરિવર્તનથી લઈને વાતાવરણમાં પલટો આવવો કહી શકાય આ ઉપરાંત આ સમયમાં ઘરેલુ હિંસા એટલે કે ડોમેસ્ટિક વાયોલન્સના કેઈસીસમાં ખુબ ઉછાળો આવશે તથા પત્ની તરફથી થતા કેઇસની સંખ્યા માં પણ વૃદ્ધિ થશે વળી આ સમયમાં ઘણા હાઈ પ્રોફાઈલ હત્યા કેઈસ આવશે ખાસ કરીને સ્ત્રીઓને ગોંધી રાખી કે પરેશાન કરીને જીવલેણ હુમલાના કિસ્સા આવે વળી આ સમયમાં શો બિઝનેસ ,સીને જગત અને હાઈ સોસાયટીની મહિલાઓ ચર્ચા માં રહે અને ક્યાંક અત્યાચારનો ભોગ બનતી કે મોટા કોઈ કિસ્સાઓમાં નામ ખુલતા જણાય. કલા જગત માટે પણ શુક્ર અસ્તના છે એ સારા સમાચાર લાવતા નથી અને જૂનના અંત સુધીમાં કલા જગતના કોઈ સિતારા પોતાની ઇંનિંગ પુરી કરતા જોવા મળે!  

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
              ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.