Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

પૃથ્વી પર ઓઝોન લેયર નું કદ ખુબ જ મહત્વનું છે ઓઝોન લેયર ના પગલે જે અલ્ટ્રાવાયોલેટ રેડિએશન પસાર થતા હોય તેનાથી ઓઝોન પૃથ્વીનું અને માનવ જાતનું રક્ષણ કરે છે ત્યારે દર વર્ષે એન્ટાર્ટિકા પર જે ઓઝોન લેયરનો હોલ જોવા મળી રહ્યો છે તેનું કદ આ વર્ષે ખૂબ જ વધ્યું છે જે પૃથ્વી પર જોખમ ઉભો કરશે. ઓઝોન લેયર માં છેદ પડવાનું સૌથી મોટું કારણ માનવજાત જ છે જે રીતે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.

તેનાથી પૃથ્વી પરની ઓઝોન લેયરમાં હોલ જોવા મળી રહ્યો છે અનેકવિધ પર્યાવરણ નું રક્ષણ કરનારી સંસ્થાઓ દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ જે પરિણામ મળવું જોઈએ તે મળી શક્યું નથી. તજજ્ઞોનું માનવું છે કે જો ઓઝોન લેયર ની રક્ષા કરવામાં આવશે તો આવનારા વર્ષ 2060 માં ઓઝોન સંપૂર્ણપણે હરી કવર થઈ શકશે

ઓઝન નો છેદ દિનપ્રતિદિન મોટો થઈ રહ્યો છે અને જો પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે તો આ હોલ વધુ મોટો થાય તો નવાઈ નહીં. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓઝોનનું છેદ ગણતરી કરતા મોટો છે અને ઊંડો પણ એટલો જ હોઈ શકે છે. દર વર્ષે એન્ટાર્કટિકાના દક્ષિણ હેમિસ ફિયર પર ઓઝોન લેયર નો હોલ જોવા મળતો હોય છે પરંતુ આ વર્ષે આ હોલ નું કદ મોટો થઈ ગયા હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.