Abtak Media Google News

જીઓએ સામાન્ય માણસને પરવડે તેવો  અનેક ફીચર્સ સાથેનો એક સસ્તો સ્માર્ટ ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે એરટેલ પણ આ દિશામાં પગલાં લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોબ્રાન્ડેડ અથવા બંડલ ફોન લોન્ચ કરવા માટે ભારતીય હાર્ડવેર ઉત્પાદકો સાથે કંપનીના સંભવિત જોડાણ અંગેના અહેવાલો અંગે પૂછવામાં આવતા મિત્તલે જણાવ્યું હતું કે, કંપની જરૂર પડ્યે સસ્તું સ્માર્ટફોન મૂકવા માટે “તત્પરતા”ની સ્થિતિમાં છે.

એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટેલિકોમ ક્ષેત્રે સુધારાની જાહેરાત કર્યા બાદ હવે ટેલિકોમ ક્ષેત્રે તકોનું સર્જન થયું છે.તેઓ વોડાફોનના નિક રીડ સુધી પહોંચ્યા હતા અને મુકેશ અંબાણી સાથે પણ વાત કરશે.તેઓ ટેલિકોમ કંપનીઓને એક કરીને આ ક્ષેત્રમાં વધુ ક્રાંતિ લાવવા ઈચ્છે છે.

વોડાફોન-આઈડિયાએ જે ગુમાવ્યું તે હવે ફરી મેળવવાની તક આવી ગઈ!!

મિત્તલે કહ્યું કે તેણે રીડને કહ્યું હતું કે વોડાફોને જે ગુમાવ્યું છે તેને પાછું લેવાની આ જ તક છે. તેઓએ ઉમેર્યું કે વોડાફોન ગ્રુપ અને કુમાર મંગલમ બિરલા માટે મહત્વનું પગલું ભરવાનો સમય આવી ગયો છે.  તેમની કંપનીમાં તેમનું પોતાનું યોગદાન આપવાની હવે જરૂર છે. તેઓએ ભારપૂર્વક કહ્યું કે  “મને લાગે છે કે જો હું તેમની જગ્યાએ હોત, તો મારી પોતાની મોટી રકમનું રોકાણ કરત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.