Abtak Media Google News

મુંદ્રા ‘સેઝ’ પર જળજમીન, વાયુ પ્રદુષણ રોકવા અદાણીની સરાહનીય પ્રયાસો

વિકાસની સાથે પર્યાવરણનું જતન  અનીવાર્ય હોવાની આવશ્યકતા  પર મુંદ્રા સ્થિત  અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઈકોનોમીકઝોનની કામગીરીને વૈશ્ર્વીક ધોરણે  સરાહના થઈ રહી છે. કંપની ગ્રીન એનર્જી, જળ  વ્યવસ્થાપન, વેસ્ટ મેનેજમેન્ટ વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.  સૌ પ્રથમ પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના ઉપયોગથી ઉર્જા બચતની વાત કરીએ તો, અદાણી પોર્ટ પર મહત્વપૂર્ણ કાર્ય કરતી ક્રેન્સમાં ઇ-આરટીજી ટેકનોલોજીનો ઉપયોગ કરી ડીઝલ ક્રેન્સનું ઇલેક્ટ્રિક મોડમાં રૂપાંતર કરવામાં આવ્યું છે.

જેનાથી ડીઝલના વપરાશમાં 95%ની બચત અને મેઈન્ટેનેન્સ ખર્ચમાં 70% સુધીનો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં ઉત્સર્જન, ધ્વનિ પ્રદૂષણ અને ગ્રીનહાઉસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. વળી ક્ધટેનર ટર્મિનલ પર રિજનરેટિવ પાવર જનરેશન પદ્ધતિનો ઉપયોગ કરી આરટક્ષજી ક્રેન કયુસી  ક્રેન્સ ચલાવવાથી 20 % જેટલા પાવરની બચત થાય છે.   અદાણી દ્વારા સામાન્ય લાઈટ્સને સ્થાને એલઈડી લાઇટિંગ કરવાથી 3423965કેડબલ્યુએચ ઉર્જાની બચત થઈ છે. પોર્ટ ઓફિસ બિલ્ડીંગમાં મોશન સેન્સર લગાવવામાં આવી છે જેના કારણે જરૂરિયાત પ્રમાણે જ લાઈટ વપરાય છે પરિણામે વીજ વપરાશમાં 10% જેટલો ઘટાડો થયો છે.

જોખમી કચરાના વ્યવસ્થાપનની વાત કરીએ તો, APSEZમાં ’સ્વચ્છ ભારત મિશન’ને અનુરૂપ ઝીરો વેસ્ટ ઇનિશિયેટિવના 5R સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા છે. 5R એટલે Reduce- Reprocess- Reuse-Recycle Recover જેમાં કચરાના નિકાલ માટે સુનિયોજીત અને સમર્પિત પ્રયાસો કરવામાં આવ્યા છે.

કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં પાણીનો અભાવ સ્વાભાવિક છે. તેવામા જળ વ્યવસ્થાપન થકી ધરતીના અમૃત એવા પાણીને બચાવવા અભૂતપુર્વ પ્રયાસો હાથ ધરાયા છે. વોટર મેનેજમેન્ટની વાત કરીએ તો, ઓઇલ વોટર સેપરેટરની વ્યવસ્થા દ્વારા પાણી અને તેલનું વિભાજન અને રિપ્રોસેસ કરી તેને બાગાયત જેવા કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. વળી પાણીનો બગાડ અટકાવવા સેન્સર આધારિત ઓટોમેટિક પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, બોરવેલના પાણીની દેખરેખ માટે ટેલીમેટ્રી સિસ્ટમ સ્થાપિત કરવાથી વસાહતોમાં પણ પાણીનો પુરવઠો આપમેળે નિયંત્રિત થાય છે.

ભૂગર્ભ જળનો ઉપયોગ ટાળી આસપાસની વસાહતોમાં પાણી પ્રાપ્ય બની રહે તે માટે રિચાર્જ વેલ દ્વારા ભૂગર્ભ જળનું રિચાર્જિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીનો પુન:ઉપયોગ સુનિયોજીત થાય તે માટે બાગાયતમાં ટ્રીટેડ પાણી જ વાપરવામાં આવે છે. વાત ગ્રીન એનર્જીની કરીએ તો, પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરી 8.8 મેગાવોટનો રૂફ ટોપ સોલર જનરેટીંગ પ્લાન્ટ તેમજ 12 મેગાવોટના વીન્ડ પ્લાન્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેનાથી વાર્ષિક 47.09 મિલિયન યુનિટ પાવર જનરેટ થાય છે અને 48.54K tCo2e કાર્બનનું ઉત્સર્જન ઘટ્યું છે.

પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ કેળવાય તે માટે અવાર-નવાર તાલીમ એને સત્રોનું આયોજન તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

જેના થકી શુષ્ક જમીનમાં બાયો-ડાયવર્સિટી ઉભી કરી વિવિધ વન્ય પ્રજાતિઓનું પણ જતન થઈ રહ્યું છે. ગ્રીન બેલ્ટ ઉભો કરવાના ભાગરૂપે કંપનીએ 486 એકર જમીન પર 9,47,000  વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે.આજે આબોહવા પરિવર્તન વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે તેવામાં APSEZએ  કાર્બન ફૂટપ્રિંટ ઘટાડવા કરેલા અવિરત પ્રયાસોને પગલે રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડસ પણ એનાયત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.