Abtak Media Google News

રોમાંચિત અને સમાજને સંદેશ આપતી આ ફિલ્મ ગુજરાત, મુંબઈ, પૂના અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશમાં પણ રિલીઝ કરાશે

અર્બન ગુજરાતી ફિલ્મોનો દબદબો ચાલી રહ્યો છે ત્યારે સમાજ ઉપયોગી સંદેશ તેમજ એક પરીવાર બે અલગ અલગ જનરેશન વચ્ચે કેવા પ્રકારના મતભેદો અને વિચારમાં અસમનતા જોવા મળે છે તે દરેક વસ્તુને વણતી વાર્તા સાથે એક નવી ફિલ્મ લોકોને મનોરંજન પૂરું પાડવા આવી રહી છે. દીપેશ શાહ દિગ્દર્શિત રોમાંચિત અને પારિવારિક ગુજરાતી ફિલ્મ ચાલ મન જીતવા જઈએનો બીજો ભાગ તા 24 ફેબ્રઆરીના રોજ રીલિઝ થવા જઈ રહયો છે. ખાસ કરીને આ ફિલ્મમાં બન્ને જનરેશન ગેપ વચ્ચેના તર્ક વિતર્ક સાથેની દલીલો દર્શાવે છે.

ફ્કત મનોરંજન જ નહી પરંતુ બોધ સાથેની આ ફિલ્મ એક મલ્ટી સ્ટાર્ટર ફિલ્મ છે. જે દરેક ઉંમરના લોકો માટે એક મેસેજ આપશે. ફ્કત ગૂજરાત જ નહી પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મ લોન્ચ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના દિગ્દર્શક દીપેશ શાહ તેમજ કૃષ્ણભારદ્વાજ, હેમેન ચૌહાણ તેમજ કૈતકી જયશ્રી સહિતના સ્ટાર કાસ્ટે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને ફિલ્મ વિશે રોચક વાતો કરી હતી.

પરીવારના એક પરિવારના બે જનરેશન વચ્ચેના તર્કવિતર્ક અને દલીલો આ વાર્તા દર્શાવે છે: દીપેશ શાહ

ફિલ્મના દિગ્દર્શક દીપેશ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ફિલ્મ નો પહેલો ભાગ વર્ષ 2017 માં આવ્યો જેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો પરિવારના બે જનરેશન વચ્ચેની દલીલો અને તર્કથી ભરપૂર આ પારિવારિક ફિલ્મ જીવનમાં અડચણ સર્જાય ત્યારે શું કરવું તેની વાર્તા રજુ કરે છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે જીવનમાં આગળ વધવા કૌશલ્યો કેમ ખીલવવા અને તકલીફના સમયમાં કેમ આગળ વધવુ તે અંગેની વાર્તા ફિલ્મ રજૂ કરે છે. આ વાર્તામાં ખાસ “કેરી”ને વર્ણવી છે ગુજરાતીઓમાં ખાસ કેરીને એક સ્ટેટસ તરીકે જોવાય છે. આવા સુખી સંપન્ન પરિવારમાં જ્યારે તકલીફો સર્જાય ત્યારે તેઓ ક્યાં રસ્તા અપનાવે છે તેના ઉપર ફિલ્મ રહેલી છે.

ફિલ્મો બનાવી એ જવાબદારી નું કાર્ય ફક્ત મનોરંજન જ નહીં સમાજને એક રાહ ચિંધે છે: કૃષ્ણ ભારદ્વાજ

તેનાલી રામા જેવી પ્રખ્યાત સિરિયલમાં તેનાલી રામાનુ પાત્ર ભજવનાર અને આ  ફિલ્મમાં દેવનું પાત્ર ભજવતા અભિનેતા કૃષ્ણ ભારદ્વાજે અબતક સાથેની વાતચીતમાં તેમના પાત્ર વિશે વાત કરતાં જણાવ્યુ હતુ કે આ ફિલ્મ માં તેઓ એક એવા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છે કે જેઓ ખૂબ જ હોશિયાર છે પરંતુ પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતા તેમજ તેઓ ખુદને જ શોધી રહ્યા છે. વધુમાં તેઓએ ફિલ્મની વાર્તા વિશે જણાવ્યું હતું કે ફિલ્મો બનાવી એ ખૂબ જ જવાબદારીનું કાર્ય છે કારણ કે તે દર્શકોને ફક્ત મનોરંજન જ નહીં પરંતુ સમાજમાં એક સંદેશ પણ આપે છે.

જેથી ફિલ્મ સમાજમાં બદલાવ લાવી શકે તે ખૂબ જ અગત્યનું છે અમારી આ ફિલ્મનું મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો તેનાથી પ્રોત્સાહિત થઈને પોતાના જીવનમાં ફેરફાર લાવી શકે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ પહેલા ભાગ દ્વારા ઘણા બધા દર્શકોએ પોતાના મંતવ્ય જણાવતા કહ્યું હતું કે તેઓને આ ફિલ્મે રાહ ચિંધી છે અને તેઓ તણાવ માંથી મુક્ત થયા છે.

વ્યક્તિગત કૌશલ્ય ને ખીલવવા દરેક પ્રશ્ન ના ઉકેલ મારુ પાત્ર આ ફિલ્મમાં આપે છે :હેમેન ચૌહાણ

ફિલ્મમાં વિરેનનું પાત્ર ભજવતા અભિનેતા હેમેન ચૌહાણ એ અબતક સાથેની વાતચીતમાં તેમના પાત્ર વિશે વાત કરતાં જણાવ્યુ હતુ કે આ ફિલ્મમાં તેમનું પાત્ર એક વેલએજ્યુકેટેડ વ્યક્તિનું છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે તેઓ પોતાના વ્યક્તિગત કૌશલ્ય ને ખીલવવા માટે દરેક સંભવિત પ્રયાસ કરે છે તેમજ પ્રેક્ટીકલી દરેક સમસ્યાનો ઉકેલ પણ સાચી રીતે ગોતે છે. તેમનું પાત્ર હમેશા સાચી વસ્તુ માટે ઓબજેક્શન લેવા માટે તૈયાર રહે છેતેમજ મોટા નું આદર રાખીને તર્ક સાથે તેમને ખોટા ઠેરવવાની પ્રતિભા પણ ધરાવે છે.

પરીવારના દરેક સભ્યોને  દરેક પરિસ્થિતિનો સામનો સાથે કરતા આ ફિલ્મ શીખવશે:કૈતકી જયશ્રી

ફિલ્મમાં અનન્યા સંઘવીને પાત્ર ભજવતા અભિનેત્રી કૈતકી જયશ્રીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેણીનું પાત્ર ખૂબ જ ધનાઢ્ય પરિવારમાં ઉછરેલ દીકરીનું છે કે જેને અત્યાર સુધીમાં કોઈ દીવસ મુશ્કેલી શું છે તે જોયું જ નથી તેમ જ જીવનમાં કયા પ્રકારના પ્રશ્નો પણ આવી શકે તેના વિશે કોઈ દિવસ વિચાર સુદ્ધાં કર્યો  પણ નથી ત્યારે અચાનક આ ફિલ્મમાં બેન્ક કર્પસી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને તે પોતાના ભાઈ બહેનો સાથે મળીને પરિવારને કઈ રીતે ઉપયોગી નીવડે છે તેવા પ્રયાસો કરે છે આ ફિલ્મમાં પરિવારની દરેક પરિસ્થિતિને વણી લેવામાં આવી છે. જેમાં સમાજને એક સંદેશ મળે છે કે પોતાની સુવિધાને પણ છોડીને કઈ રીતે જીવન પસાર કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.