Abtak Media Google News

આરોપી તબીબે યુવતીને નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂ.૨.૫૦ લાખ ખંખેર્યા

૨૦થી વધુ લોકોને બોગસ જોઇનીગ લેટર આપી રૂપિયા પડાવ્યાંની શંકાએ પોલીસ તપાસ

એઇમ્સમાં બોગસ જોઈનિગ લેટર કૌભાંડ મામલે પડધરી પોલીસે મુખ્ય સૂત્રધાર તબીબ અક્ષય જાદવની ધરપકડ કરી છે.પકડાયેલા આયુર્વેદિક તબીબે જોઇનીંગ બાદ રૂ.૨.૫૦ લાખ આપવાની શરતે એપોઇન્ટમેન્ટ લેટર યુવતીને આપ્યો હતો. અને આ લેટર યુવતી એમ્સ પર લઈ જઈ નોકરી પર જોડાતા સમગ્ર પ્રકરણ ખુલ્લું પડ્યું હતું. આરોપીની કુછ જાણવા મળ્યું હતું કે તેને ઓનલાઇન ઇન્ટરવ્યુ લેવાનું ડીંડક યુવતીને નોકરી આપી હતી. આરોપી તબીબે વધુ ૨૦ જેટલા લોકોને જોઇનિંગ લેટર આપી નાણા ખંખેરીયાની આશંકાએ વધુ પૂછતાછ શરૂ કરી છે.

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ રેસીડેન્સીમાં રહેતા 38 વર્ષીય જયદેવસિંહ બનેસિંહ વાળાએ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ડો. અક્ષય જાદવનું નામ આપ્યું હતું. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી રાજકોટના ખંઢેરી ગામ પાસે નવી બનતી એઈમ્સમાં ફરિયાદી એડમીન વિભાગમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગત તા.20/2/23ના તેઓ ઓફિસે હતા ત્યારે સિક્યોરિટી સુપરવાઈઝર ઈન્દ્રજીતસિંહ પરમાર તેમની પાસે આવ્યા હતા અને કોઈ યુવતી આપને મળવા માટે આવી છે તેમ કહેતા ફરિયાદીએ યુવતીને ઓફિસમાં મોકલવા કહ્યું હતું.

એડમિન વિભાગમાં યુવતીએ પ્રવેશ કરી ફરિયાદીને લીલા કલરનું કવર આપ્યું હતું અને યુવતીએ કહ્યું હતું કે, તેઓ નોકરી પર હાજર થવા માટે આવ્યા છે. પોતે કવર ખોલીને ચેક કરતાં તેમાંથી અખિલ ભારતીય આયુ. વિજ્ઞાન સંસ્થા રાજકોટ ગુજરાત લખેલ એઈમ્સ હોસ્પિટલના સીમ્બોલવાળો જોઈનીંગ લેટર હતો અને આપનાર યુવતી નીકીતા મુકુંદભાઈ પંચાલ લેબ ટેક્નિશિયન તરીકે નોકરી પર હાજર થવા આવી હતી.જોકે એઈમ્સમાં લેબ ટેક્નિશિયન તરીકે ભરતી કરવાની કોઈ સૂચના કે ઓર્ડર દિલ્હી ખાતેથી મળ્યો ન હોય આમ છતાં નિકીતાબેન લેબ ટેક્નિશિયન તરીકે હાજર થવા આવતા એડમીન વિભાગના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

એમ.એસ.સી. સુધી અભ્યાસ કરેલ નીકીતાબેન પંચાલ પાસેથી એઈમ્સના લોગોવાળા બોગસ ડોક્યુમેન્ટ મેળવી તેની ખરાઈ કર્યા બાદ તપાસના અંતે એડમીન ઓફિસરે નોકરીનું કૌભાંડ આચરનાર ડો.અક્ષય જાદવ સામે પડધરી પોલીસ મથકમાં બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી સરકાર સાથે છેતરપિંડી કરવા અંગેનો ગુનો નોંધાવ્યો હતો. આ બનાવ અંગે પડધરી પોલીસે ગુનો નોંધી આરોપી ડો.અક્ષય જાદવની ધરપકડ કરી હતી. આરોપીએ અન્ય ૨૦ જેટલા લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાની પોલીસને શંકા હોવાથી તે દિશામાં વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.