Abtak Media Google News

દરમાં ૧૮ ટકાથી ૫ ટકા સુધી તોતીંગ ઘટાડો  થવાની સંભાવના

લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે લોકોને તકલીફો પડતી અનેકવિધ યોજનાઓને સરળ બનાવવા પોતે હકારાત્મક અભિગમ દાખવી રહી હોય તેમ લાગી રહ્યું છે. એ વાત સ્પષ્ટ છે કે, આ વખતની લોકસભાની ચૂંટણી ભાજપ સરકાર વિપક્ષના મુદ્દે લડશે. ત્યારે વિકાસમાં આવતા તમામ અવરોધોને દૂર કરવા ભાજપ પક્ષ તમામ પગલા લે તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સીલ દ્વારા અન્ડર ક્ધસ્ટ્રકશન ફલેટોના જીએસટી દરમાં તોતીંગ ઘટાડા કરવાની શકયતા દેખાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

કેન્દ્ર સરકાર વિકાસના મુદ્દે મત લેવાની પેરવીમાં વિકાસ વચ્ચે કોઈપણ અવરોધ આવતા હોય તેને દૂર કરી રહ્યું છે તે વાત સ્પષ્ટ છે. કહી શકાય કે, કેન્દ્ર સરકાર લોકોને રોજગારી પૂરી પાડવા તથા રીયલ એસ્ટેટ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા ઉપર કાર્યરત છે. ત્યારે સરકારને આ નિર્ણયો કેટલા અંશે ફાયદારૂપ નિવડશે તે આવનારી લોકસભાની ચૂંટણીમાં ખ્યાલ આવશે. ત્યારે સરકાર દ્વારા જે જીએસટી કાઉન્સીલને સુજાવ આપવામાં આવ્યો છે કે, રીયલ એસ્ટેટ ક્ષેત્રે અને અન્ડર કંટ્રકશન ફલેટોના દરમાં ઘટાડો કરવો તેને જીએસટી કાઉન્સીલ યોગ્ય ઠરાવે છે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે.

રીયલ એસ્ટેટ કંપનીના સંગઠન ક્રેડાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અન્ડર ક્ધસ્ટ્રકશન ફલેટોનો દર ઘટાડી ૩.૫ ટકા કરવાનો સુજાવ જીએસટી કાઉન્સીલને આપવામાં આવ્યો છે. જેથી ખાલી પડેલા ફલેટોનું વેંચાણ વધી શકે. ત્યારે જીએસટી પરીષદ દ્વારા સંગઠીત થયેલા મંત્રીઓના સમૂહે જીએસટીનો દર ઓછો કરવાનો સુજાવ આપ્યો છે. જેમાં તેઓએ દરને ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા સુધી કરવાનો સુજાવ કર્યો હતો.જીએસટી પરિષદ દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રે અને જીએસટીના દરમાં પડતી મુશ્કેલી વિશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી. જેમાં જીએસટી દરના ઘટાડા કરવાની વાત સામે આવતા આ સુજાવ કેન્દ્રીય જીએસટી કાઉન્સીલને સુપ્રત કરવામાં અાવ્યો હતો ત્યારે ક્રેડાઈના અધ્યક્ષ જક્ષય શાહે જણાવતા કહ્યું હતું કે, જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવશે તો લોકો મકાનો ખરીદવાનું શરૂ કરી દેશે જેથી ખાલી પડેલા જે મહત્તમ ફલેટો છે તેનું પણ વેંચાણ શકય બનશે. ત્યારે જીએસટીનો દર વધુ હોવાથી લોકો મકાન ખરીદવાના નિર્ણયને ટાળી રહ્યાં છે ત્યારે જીએસટીનો પ્રભાવ ઓછો કરવા અને દરમાં ઘટાડો કરવાની વાત જે જીએસટી કાઉન્સીલ સમક્ષ મુકવામાં આવી છે તે ઘણા ખરા અંશે લોકોપ્યોગી માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.