Abtak Media Google News

Table of Contents

બાળકોના સર્વાંગી વિકાસમાં માઁ-બાપની સાથે શિક્ષકની ભૂમિકા પણ મહત્વની: જે માઁના સ્તર સુધી જઈને બાળકોને ભણતા કરે તેજ સાચો શિક્ષક: શિક્ષકના નામમાંજ શિસ્ત, ક્ષમા અને કરૂણા સમાયેલા છે

શ્રેષ્ઠ  નાગરિકોનું ઘડતર   કરનાર ‘શિક્ષક’ સાચો ઘડવૈયો છે: બાળકનાં   રસ-રૂચી અને વલણોને ધ્યાને લઈને જ્ઞાન સાથે ગમ્મત દ્વારા માસ્તર બાળકોને ભણતા કરે છે

વર્ષોથી  ચાલી આવતી  આપણી શિક્ષણ પ્રથામાં શિક્ષકનો   રોલ સૌથી મોટો છે. બાળકને ભણતો કરવા અને વિવિધ ટેકનીક વડે શિક્ષણ કરાવે તે જ   શિક્ષક,   પહેલા માસ્તર કહેતાજે શિક્ષક બ ન્યુંને છેલ્લે બે દશકાથી સર, ટીચર કે સાહેબ બની ગયું.  જો કે બદલાવ આવવાથી શિક્ષણ વ્યવસાયીક વધુ થવા લાગ્યું. અગાઉ શિક્ષકનો   પહેરવેશ ભલે સાદો હતો પણ તે ‘માસ્તર’ હતો, ખરા અર્થમાં તો તે બધક્ષ રીતે જોઈતો ‘માસ્ટર’ હતો. સંબોધન બદલાયા તેમ શિક્ષણ પણ નબળુ પડતું ગયું, અગાઉ ના માસ્તર બાળકોને  ભણતર સાથે ગણતરનું શિક્ષણ આપતા એટલેજ ત્યારે ટયુશન કલાસ નહતા. પુરી નિષ્ઠાથી પોતાના વર્ગ ખંડમાં  ર્માંના સ્તર સુધી જઈને તે માણસ  બાળકોને   જ્ઞાન સભર બનાવતો. ત્યારની  શાળા જ્ઞાન મંદિર કહેવાતી તો અત્યારે એજ   શાળા શિક્ષણના હાટડા જેવા  શબ્દોથી ઓળખાય છે.

એક વાત નકકી છે કે બાળકનાં સર્વાંગી વિકાસમાં   તેની ભૂમિકા   અતિ મહત્વની  છે. અસરકારક વર્ગ વ્યવસ્થા અને શિક્ષક સજજતા  તેની અગત્યની   બાબત છે. બાળકનો ચહેરો વાંચી શકે તે સૌથી શ્રેષ્ઠ ‘માસ્તર’ એવી જ રીતે  જેનું આચરણ જ  શ્રેષ્ઠ છે તે   આચાર્ય છે.  જે આજે મોટા સાહેબ કે  પ્રિન્સીપાલ બની ગયા છે. શિક્ષક બાળકને ર્માં જેવો પ્રેમ આપતો હતો. તેથી જ તેને   ‘માસ્તર’  કહેતા હતા. શિસ્ત,  ક્ષમા અને કરૂણાનો   ત્રિવેણી સંગમ એટલે શિક્ષક કહેવાય છે. તે બાળકનો  શિલ્પકાર કે ઘડવૈયો છે જે બાળકના રસ-રૂચી-વલણોને ધ્યાને લઈને શિક્ષણની વિવિધ  પધ્ધતિ દ્વારા   જ્ઞાન સાથે   ગમ્મતથી બાળકો હસતા હસતા ઘણુ બધુ  શિખવી જાય છે.

આજે તો શિક્ષણે  વ્યવસાયિક રૂપ ધારણ કરતાં શિક્ષકો   એ પણ અંગ્રેજી આભામાં ટાઈ-સુટ સાથેના વસ્ત્રો પરિધાન કરીને નવા રંગ રૂપ  સાથે શિક્ષક ને નવુ રૂપ આપ્યું છે. આજે કોઈ શિક્ષક તમને હસતો જોવા નહી મળે કારણ કે તે શિક્ષણના  હાટડાનો   એક કર્મચારી  છે જેને પોતાના અસંખ્ય પ્રશ્ર્નો હોવાથી  તે   વર્ગ ખંડમાં ટ્રેસમાં જ જોવા મળે છે.શિક્ષકને વર્ગખંડના બાળકોમાં   પોતાના સંતાનના   દર્શન થાય તે દિવસે તેનો વર્ગ મંદિર બની જાય છે, એટલે જ આ  વ્યવસાયને પ્રવિત્ર ગણવામાં આવે છે. જેના નશીબમાં શ્રેષ્ઠ નાગરીકના ઘડતર સાથે રાષ્ટ્ર ઉત્થાન ક્ષેત્રે  કાર્ય કરવાનું  લખાયેલું હોય તો જ તે શિક્ષક બની  શકે છે.  અને હા તેની પણ પધ્ધતિસર   તાલીમ લેવી પડે છે.શિક્ષક પહેલા બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસુ હોવો  જોઈએ અને વર્ગખંડનાં તમામ   બાળકોની છુપીકલાને પારખતો હોવો જોઈએ.  દરેક બાળકની ક્ષમતા મુજબ તેને પ્રોત્સાહન આપીને તેને તેની દિશામાં  આગળ વધારવાનું  કાર્ય શિક્ષકનું છે. પોતાના વર્ગ ખંડમાં નબળા બાળકોને  સબળો બનાવવા અને કોઈપણ   એકમ બાળ સહજ શૈલીમાં સમજાવી શકે તેવો હોવા જોઈએ. જુના શિક્ષકોને હાલના  શિક્ષકોમાં બહુ મોટો તફાવત જોવા મળે છે.  ફરજ સમજીને જ્ઞાન મંદિરમાં   પ્રવિત્ર વ્યવસાય સાથે જોડાયેલા શિક્ષકોએ પોતાનું જીવન ખર્ચી નાંખી ને બાળકોને સર્વ ગુણ સંપન્ન  કર્યા છે.  તેથી જ છાત્રો તેમને પગે લાગે છે, કારણ કે વંદનીય  અને પૂજનીય છે.આજે બધા લોકો કહે છે કેહવે પહેલા જેવા  માસ્તરો  રહ્યા નથી. આ પ્રશ્ર્નની પાછળ હાલના શિક્ષણ વ્યથા છે. પહેલા આવી  કોઈ ઈન્ફરમેશન ટેકનોલોજી ન હતી પણ  ‘માસ્તર’ પોતાની તાકાત અને ક્ષમતા વડે બાળકોને ઉચ્ચ કોટીનું શિક્ષણ જરૂર આપતો હતો આજે બધુ જ છે. પણ શિક્ષણમાં કશી ભલીવાર નથી 1980 સુધી બધું સમુસુતરૂ ચાલતુંહતુ બાદમા ખાનગી શાળાના આરંભે શિક્ષણ વ્યવસાયીક રૂપ ધારણ કર્યું હતુ. બસ ત્યારથી આજ દિવસ  સુધી આજ ગાડું ચાલે છે. જોઈએ હવે નવી શિક્ષણ નીતિ 2020 શું રંગ લાવે છે. શિક્ષક કેવો હોવો જોઈએ તે બહું મોટા  પ્રશ્ર્ન છે.  કારણ કે  તેના ભણાવવા ઉપર છાત્રોનું  ભવિષ્ય  નિર્ભર છે.   તે હસતો હશે તો જ શ્રેષ્ઠ શિક્ષણ આપની શકે છે.

વિશ્ર્વભરમાં શિક્ષણની બોલબાલા છે તે જેટલું શ્રેષ્ઠ તેટલો દેશ શ્રેષ્ઠ દૂનિયામાં  એટલે માટે જ પાયાનું શિક્ષણ આપનાર પ્રાથમિક  ટીચર  નો સૌથી વધુ પગાર છે.દેશના ભાવી નાગરીકોનાં ઘડતર માટે સૌથી મહામુલુ યોગદાન માસ્તર જ  આપે છે. આજે પણ ઘણા શિક્ષકો પોતાનો વ્યવસાયની પ્રવિત્રતા સમજી ને સુંદર કાર્ય કરે જ છે. આજે બે પાર્ટમાં એક સરકારી ને બીજા ખાનગી શાળાના   શિક્ષકો છે, બંને છાત્રોને ભણાવવાનું કામ કરે છે. એક સરકારી દાયરામાં તોબીજો   શાળા સંચાલકોની નીચે કામ કરે છે. બાળકનાં જીવનમાં મા-બાપ બાદ શિક્ષક આવતો હોવાથી તેમની મહત્તા વધારે છે. એક વાત અ પણ છે કે શિક્ષકની છાત્ર સીધી નકલ કરતો હોવાથી તે ગુણવાન-શિલવાન અને શ્રેષ્ઠ આચરણ વાળો હોવો જોઈએ શિક્ષકના હાથમાં દેશનું ભવિષ્ય હોવાથી હવે  ‘માસ્તર’ ની જરૂર છે.

જ્ઞાનથી સજજ અને પોતે પણ  સજજતા સભર હોય તો જ   તે બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન  કરી શકે છે. અસરકારક વર્ગ વ્યવસ્થા,  શિક્ષણ પધ્ધતિ, જીવન મૂલ્ય શિક્ષણ સાથે વિષય વસ્તુ મુજબ શૈક્ષણીક  રમકડા થકી બાળકોનો ચોમેર દિશાએ  વિકાસ કરી શકે તેવો તે વડવાળો અર્થાંત સજજ હોવો  જોઈએ. ભારતીય સાંસ્કૃતિ, ઈતિહાસ  સાથે સહ અભ્યાસીક પ્રવૃત્તિ વડે બાળકને ભાર ન લાગે  તેવી રીતે ભણતો કરી શકવો જોઈએ. આજના નોલેજ યુગમાં શિક્ષકે સતત રોજ  અપડેટ રહેવું પડેછે. અને વર્ગમાં  ભણાવાતા વિષયની આગલા દિવસે તૈયારી કરી ને ‘રોજનીશી’ સાચા અર્થમાં ભરવી જોઈએ. શિક્ષકની નાનકડી ભૂલની  ચોમેર દિશાએ નોંધ લેવાતી હોવાથી તેને સતત જાગૃત રહેવું પડે છે.

મેળવેલ તાલીમ અને વિવિધ ટેકનીકનો  અસરકારક  વર્ગખંડમાં ઉપયોગ કરતો શિક્ષણ સાચો છાત્રોનો મિત્ર છે. આદર્શ શિક્ષકના લક્ષણો જ બાળકોની મુશ્કેલીમાં કે તેની વ્યથા જયારે તે શિક્ષકોને  કહી શકે તે વર્ગ મારી દ્રષ્ટીએ શ્રેષ્ઠ હોય છે. બાળકની ક્ષમતા મુજબ તેનો વિકાસ  અને વર્ગની દરેક પ્રવૃત્તિમાં દરેકનું   ઈનવોલમેન્ટ કરીને કાર્ય કરતો માસ્તર ઉતમ કેટેગરીમાં આવે છે. શિક્ષણમાં મૂખ્યવસ્તુ શિક્ષક અને  વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે, વિશ્ર્વાસ અને આદર પૂર્ણ  હોવો જોઈએ. આજે ગમે તે મહાનમાણસ, અધિકારીઓ, ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો વિગેરે તમામ એક શિક્ષક પાસેથી પ્રથમ તૈયાર થયા હોય છે. બાળકની   સર્જનાત્મક શકિતની   ખીલવણી માસ્તર જ  કરી શકે છે, એટલેજ  ફરી ‘માસ્તર યુગ’ લાવવો પડશે.આજે તો શિક્ષણમાં શિક્ષક અને  વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માત્ર જરૂરીયાત બની ગયો છે. એકને નોકરી વ્યવસાય માટે પદવી જોઈએ છે તોબીજાને   માંસાતે મળતો પગાર, એટલે જ ભકિત સેવા કે કર્મ નિષ્ઠાનો   અભાવ જોવા મળે છે. વિદ્યાર્થીને કેળવે તેજ સાચી કેળવણી આ ઉદેશ આજે સાવ બદલાય ગયો છે. જમાનો   બદલાયતો તેમ બંનેના સંબંધો પણ  બદલાય ગયા છે. આજે શિક્ષક ગુરૂ નથી પણ માહિતી   આપનાર માધ્યમ બની ગયો છે.

જૂના માસ્તરો આપણને આજે પણ યાદ આવે છે

જીવનનું સૌથી યાદ રહેતુ  પ્રકરણ હોય તો તે આપણું પ્રાથમિક શિક્ષણ આજે પણ આપણને આપણા જુના   માસ્તરો યાદ આવે છે,  કયારેક રસ્તે મળી જાય તો  આપણે તેને પગે લાગી છીએ. તોફાની કે હોંશિયાર  એ વખતે બધા  બાળકો શિક્ષકને વ્હાલા લાગતા હતા. આપણને જેમ માસ્તર યાદ આવે તેમ માસ્તરને પણ તેનાં બાળકો યાદ આવતાં હોય છે. ગમે તે હોય પણ એ ભણતરનો કયારેય ભાર લાગ્યો ન હતો. આજે  બધુ બદલાય ગયું છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, અને પેલા જેવા માસ્તર પણ નથી તેથી જ  કદાચ  શિક્ષણની આ દુર્દશા હશે.પહેલા ટયુશન પ્રથા કે   ખાનગી શાળા જ  ન હોવાથી બધુ શ્રેષ્ઠ હતુ. આજે શાળામાં બધુ જ છે. પણ પહેલા જેવી મઝા જ નથી આવતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.