Abtak Media Google News

લોકો પર મોંઘવારીનો બેવડો માર પડયો છે. બે વર્ષમાં રાંધણ ગેસના ભાવ ટોચ ઉપર રહ્યા છે ત્યારે હવે, આગામી માસ ૧લી એપ્રિલથી ગ્રાહકોએ વધુ ચુકવણી કરવી પડશે. વાહનો માટે સીએનજી અથવા કમ્પ્રેસડ નેચરલ ગેસ અને રસોઈ માટે રાંધણ ગેસ (પીએનજી-પાઈટડ નેચરલ ગેસ) માટે વધુ કિંમત ચુકવવી પડશે.

સરકારના સુત્રોના જણાવ્યા પ્રમાણે, બેંચ માર્કની કિંમત વર્તમાનમાં ૨.૮૯ ડોલર પ્રતિયુનિટ છે. જે આગામી સમયમાં ૩.૦૬ ડોલર પ્રતિયુનિટ થવાની શકયતા છે. જે માર્ચ ૨૦૧૬થી લઈ અત્યાર સુધીના સૌથી વધુ કિંમત ગણાશે. કારણકે છેલ્લા બે વર્ષમાં સીએનજી અને પીએનજીમાં આટલી માત્રામાં વધારો જોવા મળ્યો નથી.

વાહનો માટે અને રસોઈ માટેના ગેસમાં આ વધારો યુરીયા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો કરશે જેનો ઉપયોગ ડોમેસ્ટિક ગેસના ફીડસ્ટોકના રૂપમાં થાય છે. જણાવી દઈએ કે, દર ૬ માસે ગેસના ભાવ બદલવામાં આવે છે. આ વધારાનો મોટો લાભ ઓઈલ એન્ડ નેચરલ ગેસ મળશે.

કંપનીની વાર્ષિક આવક રૂ.૪૧૦૦ કરોડ વધવાની શકયતા છે. બેંચમાર્કની કિંમત આ પ્રકારે પ્રથમ વખત વધી છે. એનડીએ સરકાર દ્વારા લાદવામાં આવેલા આ નવા ભાવથી ગ્રાહકોને બેવડો માર પડશે એ નિશ્ર્ચિત છે. આગામી ૧લી એપ્રિલથી સીએનજી અને એલપીજીનો ભાવ વધી જશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.