Abtak Media Google News

સરકારને ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)થી ૯૨,૨૮૩ કરોડ ‚પિયા રેવન્યુ પ્રાપ્ત થઈ છે. જયારે નવી સિસ્ટમના કારણે ૭૨.૩૩ લાખ કરદાતાઓ જોડાઈ ગયા છે. આજ ટ્રેન્ડ યથાવત રહેશે તો જીએસટીના દરોમાં ઘટાડો થવાની સંભાવના છે. જે કરદાતાઓ માટે આનંદના સમાચાર છે. નાણામંત્રી અ‚ણ જેટલીએ જણાવ્યા પ્રમાણે ટેકસ સિસ્ટમમાં ૫૯.૫૭ લાખ કરદાતાઓ દ્વારા ૬૪.૪ ટકા ટેકસ જમા કરાવવામાં આવ્યો છે અને હજુ પણ લોકો જમા કરાવવાના છે ત્યારે આ આંકડો હજુ વધારે થશે. જુલાઈમાં ભરવાના જીએસટીના ખરીદ-વેચાણ માટેની તારીખો હાલ લંબાવવામાં આવી છે.

જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે આમાંથી ૧૪,૮૯૪ કરોડ ‚પિયા સેન્ટ્રલ જીએસટી દ્વારા ૨૨,૭૨૨ કરોડ ‚પિયા સ્ટેટ જીએસટી દ્વારા જમા થયા છે. તેમજ ૪૭,૪૬૯ કરોડ ‚પિયા ઇન્ટિગ્રેટેડ જીએસટી દ્વારા જમા થયા છે. તેમના જણાવ્યા પ્રમાણે આઈજીએસટી કલેકશનમાં ૨૦,૯૬૪ કરોડ ‚પિયા ઈમ્પોર્ટ દ્વારા આવ્યા છે. જયારે ડિમેરીટ ગુડઝ પર લાગેલ સેસ વારા ૭,૧૯૮ કરોડ ‚પિયાની રેવન્યુ પ્રાપ્ત થઈ છે. વધુમાં જેટલીએ જણાવ્યું હતું કે બજેટના ટાર્ગેટ મુજબ જુલાઈમાં કેન્દ્ર સરકારને ૪૮ હજાર કરોડ ‚પિયા રાજયો દ્વારા ૪૩ હજાર કરોડ ‚પિયાની ટેકસ રેવન્યુની અપેક્ષા હતી. જયારે કુલ ટાર્ગેટ ૯૧ હજાર કરોડ ‚પિયા છે અને આ ટાર્ગેટ અમને પ્રાપ્ત થઈ ગયું છે. જેટલીએ જણાવ્યું હતું કે જો કમ્પન્સેસસન સેસને અલગ કરી દેવામાં આવે તો પણ કરદાતાઓ દ્વારા રિટર્ન ફાઈલ કરવાની સ્થિતિમાં ટાર્ગેટ હાંસલ કરી લઈશું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જુલાઈમાં ૫૯.૫૭ લાખ નોંધાયેલા કરદાતાઓમાંથી ૩૮.૩૮ લાખ કરદાતાઓ નવી સિસ્ટમમાં ઉમેરાયા છે. જેમાંથી ૫૮.૫૩ લાખ લોકો દ્વારા જીએસટી માટેની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી છે.

જુલાઈ-ઓગસ્ટમાં રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ

કંપનીઓ પાસે જીએસટી રિટર્ન ભરવા માટે હવે સમય હશે. સરકાર દ્વારા જુલાઈ અને ઓગસ્ટ માટે ખરીદ-વેચાણના આંકડાની સાથે ટેકસ ચુકવણી કરવાની આખરી તારીખ વધારી દીધી છે. હવે ૧૦ જુલાઈ માટે વેચાણ રીટર્ન કે જીએસટી આર-૧, ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ભરી શકાશે. પહેલા તેની સમય મર્યાદા ૫ સપ્ટેમ્બર સુધીની હતી. જયારે ખરીદ રીટર્ન કે જીએસટીઆર-૨ને ૨૫ સપ્ટેમ્બર સુધી ભરી શકાશે. પહેલા આ સીમા ૧૦ સપ્ટેમ્બર હતી. જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૨ને જોડીને જીએસટીઆર-૩ સાથે ૩૦ સપ્ટેમ્બર સુધી ભરી શકાશે. પહેલા તેની આખરી તારીખ ૧૫ સપ્ટેમ્બર હતી.

જુલાઈ માસમાં જીએસટીની રિકવરીમાં અધધ નાણુ આપતા કાઉન્સીલ રેટ ઘટાડવા માટે ગંભીરતાથી વિચારી રહી છે.તેમજ કંપનીઓ દ્વારા રીટર્ન ફાઈલ કરવા માટે તારીખોમાં વધારો કરીને તેમના તરફ નરમ બની છે. તેમજ અધધ નાણા રીકવર થઈ ચુકયા છે. ત્યારે હજુ પણ કરદાતાઓ વધુ રિટર્ન ફાઈલ કરશે. કાઉન્સીલ દ્વારા ઘટાડવામાં આવે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.