Abtak Media Google News

રદ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ રૂપે આશરે રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ  રૂપિયા રિઝર્વ બેંક પાસે પરત આવ્યા: સંસદીય સમિતિને જવાબ

નોટબંધીમાં કેટલું બ્લેકમની દૂર થયું. તેની માહીતી નથી. તેમ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે.રીઝર્વ  બેંક ઓફ ઇન્ડીયાની પેનલે જણાવ્યું હતું કે રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ ની નોટબંધી દરમિયાન કેટલું બ્લેકમની (કાળુ નાણું) નાબૂધ થયું તેની ચોકકસ આંકડાકીય માહિતી નથી. આશરે ૧૫.૨૮ લાખ કરોડ રૂપિયા નાબૂદ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ પાછી આવી અહી ખાસ ઉલ્લેખનીય છે કે તારીખ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ  રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ ની નોટ ચલણમાંથી તાત્કાલીક અસરથી નાબૂદ કરાઇ હતી.

Advertisement

હજુ ગયા અઠવાડીયે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ સંસદની ખડી સમીતી સમક્ષ આંકડા રજૂ કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે ૧૫.૨૮લાખ કરોડ નોટ આર.બી. આઇ. પાસઇે પરત આવી છે.

દેશની કેન્દ્રીય બેંકની પેનલે જણાવ્યું હતું કે નોટબંધીથી ચોકકસ સમયગાળા માટે આર્થિક અસરો થઇ તેની સામે બ્લેક મની પણ બહાર આવ્યું છે કેમ કે ભારે માત્રામાં આર.બી.આઇ. પાસે નોટો પરત આવી છે. તેમાં કાળું નાણું કેટલું નાબૂદ થયું તેનો ચોકકસ આંકડો હજુ જારી કરી શકાયો નથી.

તાજેતરમાં જ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ રૂપિયા ૨૦૦ ની નોટ જારી કરીછે. જયારે નોટબંધી વખતે રૂપિયા ૧૦૦૦ ની નવી નોટ અને ‚પિયા ૨૦૦૦ ની નવી નોટ ચલણમાં મુકવામાં આવી હતી.

કલીન મની ઓપરેશન દરમીયાન કાળુ નાણું ધરાવતા લોકો પર સરકારે શિકંજો કસવા માટે રાતોરાત નોટબંધી કરી હતી. તાજેતરમાં આવેલા એક અહેવાલ અનુસાર નોટબંધી નિષ્ફળ રહી છે કેમ કે માત્ર ૦.૧ ટકા જ કાળુ નાણું બહાર આવવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.