Abtak Media Google News

 ભાજપ પાસે રાજયસભામાં વર્ષ ૨૦૨૦ બાદ સ્પષ્ટ બહુમતિ આવશે,

જે બાદ જ મોદી સરકાર અનેક મહત્વપૂર્ણ ખરડાઓ પસાર કરી શકશે

રાજયસભાનું આગામી ચોમાસુ સત્ર ૨૦મી થી શરુ થઇ રહ્યું છે. લોકસભાની ચુંટણીમાં ૩૦૦ જેટલી સીટ હાંસલ કરનાર ભાજપ સરકાર માટે રાજયસભાનું આ ચોમાસુ સત્ર પડકાર રૂપ બની રહેશે. કેમ કે રાજયસભામાં ભાજપને બહુમતિ મળી નથી અને ર૦૨૦ સુધી ભાજપ સરકારે રાહ જોવી પડશે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્વારા સંસદના આગામી દરમિયાન રાજયસભાની બેઠક ર૦ જુનથી શરુ થશે. ૧૭મી લોકસભાના પહેલું જ સત્ર ૧૭ જુનથી શરુ થશે લોકસભા સચિવાલયે સોમવારે રજુ કરેલા નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ બન્ને સદનોની સંયુકત બેઠકને ર૦ જુને સવારે ૧૧ વાગ્યે સંબોધશે અને ર૭ જુલાઇ સુધી સંસદનું સત્ર ચાલશે.

આ દરમિયાન સચિવાલય દ્વારા પણ રજૂ કરાયેલ નિવેદન પ્રમાણે લોકસભાની બેઠક ર૦ જુનથી શરુ થશે. નવી લોકસભાના પ્રથમ સત્ર શરૂ થવાના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન લોકસભાના નવનિયુકત સભ્યોની શપથવિધી કરવામાં આવશે જેના કારણે આગામી સત્રમાં રાજયસભા ની બેઠક ર૦ જુનથી શરુ થશે. નિવેદન મુજબ રાષ્ટ્રપતિએ રાજયસભાની બેઠક નવી દિલ્હીમાં ર૦ જૂન ગુરુવારથી શરુ થશે આ સત્ર ર૬ જુલાઇ શુક્રવાર સુધી ચાલશે.

મહત્વનું છે કે રાજયસભાનું આ ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની આશંકા છે કેમ કે અગાઉ પણ લોકસભામાં પાસ થઇ ગયેલા કેટલાક ખરડા બહુમતિ ન મળવાને કારણે અટકી ગયા છે. જેમાં કલમ ૩૭૦, ત્રિપલ તલાક, ૩પ-એ રામમંદીર ના ખરડા અલ્પ બહુમતિ ને કારણે પસાર થઇ શકયા ન હતા અને હવે આગામી સત્રમાં આ ખરડા પસાર થાય છે કે કેમ તે તેવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.