Abtak Media Google News

બંને મહાસત્તાઓ વચ્ચે ટ્રેડવોરથી ગભરાટના વાતાવરણના કારણે વૈશ્વિક કક્ષાએ ક્રુડના

ભાવો ઘટતા વિશ્વમાં પેટ્રોલિયમ પેદાશોની સૌથી વધારે આયાત કરતા ભારતને સીધો ફાયદો

વિશ્વભરમાં અ્ત્યારે અમેરિકા અને ચીનના ટ્રેડવોરની પરિસ્થિતિ અને અર્થતંત્ર પર પડનારી પ્રતિકુળ અસરો ચિંતાનો વિષય બની ગઈ છે. પરંતુ ટ્રેડવોરની આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની ઘટતી જતી કિંમતો ભારત માટે લાભકારક નિવડી રહી છે. ગઈકાલ સુધીમાં એક જ અઠવાડીયામાં ક્રુડ ઓઈલમાં આવેલા પાંચમાં ભાવ ઘટાડાથી ૩% જેટલુ ઈંધણ સસ્તુ થઈ જતા ભારતનાં અર્થતંત્રને આંશીક રાહત થવા પામી છે.

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડવોરના કારણે વૈશ્વિક બજારમાં અરાજકતાનો ભયનો માહોલ ઉભો થયો છે. ગભરાટના વાતાવરણના કારણે ક્રુડબજારમાં મંદી આવી છે.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પના આકરા તેવર અને ચીનના નિકટવર્તી મેકિસકો અંગે કરેલી ટિપ્પણીથી ઉભા થયેલા તનાવને પગલે શુક્રવારે ક્રુડ તેલ નીચા ભાવે બંધ રહ્યું હતુ.

અમેરિકા અને ચીન આ બંને મહાસતાઓ વચ્ચેના ટ્રેડવોરથી સૌથી વધુ અસર મેકિસકોનો થવા પામી છે. બંને દેશોની હરિફાઈમાં ક્રુડ ઓઈલમાં ગાબડુ પડયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી મંદીના કારણે ભારતમાં સતત પાંચમા દિવસે થયેલા ભાવ ઘટાડાને કારણે દિલ્હીમાં પેટ્રોલ ૭૧.૫૦માંથી ૨૦ પૈસા ઘટીને ૭૧.૩૦ પહોચ્યું છે. જયારે ડીઝલમાં ૪૦ પૈસાનો ઘટાડો થતા ૬૬.૭૬% પહોચ્યું છે.

ભારત તેલની કુલ જરૂરીયાતની ૮૦% આયાત કરીને આ પૂર્તિ કરે છે. ત્યારે અમેરિકાનાઈરાન પરનાં પ્રતિબંદના કારણે ભારત માટે નવો વિકલ્પ ફરજીયાત બન્યો છે. એપ્રીલ મહિનામાં ક્રુડની આયાત ૬ મહિનામાં સૌથી વધુ થઈ ગઈ હતી પેટ્રોલીયમ પ્લાનીંગ એન્ડ એનાલીસીસસેલપેટ્રો દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવાયું હતુ કે ભારતનાં ક્રુડ આયાતનું દર દિવસે દિવસે વધતુ જાય છે.

ભારત ક્રુડ આયાત કરનાર વિશ્વનું સૌથી મોટુ દેશ છે. ભારતના આયાત દરમાં ૪% વધારો નોંધાયો છે. અત્યારે છેલ્લી સ્થિતિ મુજબ ઓકટોમ્બર ૨૦૧૮થી અત્યાર સુધીમાં ભારતે ૧૯.૭૨ મિલિયન ટનની ૭ વર્ષની સરેરાશ આયાતમાં વધારો કરીને ૨૧ મીલીયન ટનની આયાત કરી છે. બીજી તરફ ભારતને જાણે કે અમેરિક્ચીનની ટ્રેડવોરની સાઠમારી સાથે લેણાદેણી નિકળી હોય તેમ ક્રુડના ઘટતા જતા ભાવોથી ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તા થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.