• અમદાવાદના એક ફૂડ ટ્રકમાં ગોલા પીરસવા માટે રોબોટને કામે લગાડાયો

Ahemdabad News : હવે ડિજિટલ યુગમાં અવારનવાર અવનવા કિસ્સા સામે આવે છે જે ભારતના રોબોટિક ભવિષ્યને સાબિત કરે છે. જુદી-જુદી હોટલોમાં અને રેસ્ટોરેન્ટમાં રોબોટ જોવા મળે છે. ત્યારે અમદાવાદ પણ આનાથી બાકાત રહ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Kartik Maheshwari (@real_shutterup)

તાજેતરમાં જ અમદાવાદમાં ‘રોબોટિક કેફે’ નામનો એક ફૂડ ટ્રક ચર્ચામાં આવ્યો છે. આ ચર્ચામાં આવવાનું કારણ એટલે તેઓની પાસે એક પોતાનો રોબોટ વેઈટર છે. જે લોકોને આઈસ્ક્રીમ પીરસે છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જે રોબોટ દેખાઈ રહ્યો છે તે રોબોટ લોકોને આઈસ ગોલા સર્વ કરવા માટે બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં આ પ્રકારનો રોબોટ દેખાઈ રહ્યો હોઇ આવું કઈક લોકોની સામે પહેલીવાર જ આવ્યું હોય એવું જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.