Abtak Media Google News

ટોચના શેરમાં વેચવાલીનો માહોલ: કોરોના વાયરસના વધતા કેસથી સેન્સેક્સ ફરી 40,000ની સપાટીને અડકી જાય તેવી વકી

શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. 300 થી 400 પોઇન્ટના સુધારા વધારા તો હવે સામાન્ય બની ચૂક્યા છે. ગઈકાલે સેન્સેક્સ ઊંચું રહ્યા બાદ આજે નીચે ગબડી ગયો છે. કોરોના વાયરસના વધતા કેસના પરિણામે દેશમાં કેટલાક સ્થળોએ આંશિક લોકડાઉન અને કરફયૂ લાદી દેવામાં આવ્યો છે. જેની માઠી અસર ધંધા-રોજગાર ઉપર દેખાશે તેવા ભયે મંદીનું મોજુ ફરી વળ્યું છે. સેન્સેક્સ નજીકના ભવિષ્યમાં ફરી 40,000ની સપાટીને અડકે તેવી શકયતા પણ છે.

Advertisement

છેલ્લા ઘણા સમયથી સેન્સેક્ષ 50,000ની મનોવૈજ્ઞાનિક સપાટીની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ 265 જેટલું ઘટી ગયું હતું. ટોચના શેરમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. આ લખાય છે ત્યારે સેન્સેક્સમાં 500 35.6 કડાકો બોલ્યો છે બેન્કિંગ સેક્ટર ઉપર અસર જોવા મળી છે.

બેન્કિંગ અને ફાઈનાન્સ, ટેકનોલોજી તેમજ ઓઇલ અને ગેસ સહિતના સેકટરમાં ભારે વેચવાલીનો માહોલ બન્યો છે.  દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિબળો પણ સેન્સેક્સ ઉપર અસર પાડી રહ્યા છ. ગત સેશનમાં બજાર ઊંચું રહ્યા બાદ હવે નીચેની તરફ જઇ રહ્યું છે.

કોરોના મહામારીના કારણે સેન્સેકસ 40000ના આંકને આંબી જાય તેવી દહેશત પણ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. સોનાના ભાવમાં પણ સતત ઉછાળો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.