Abtak Media Google News

રાજયમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે ફરી લોકડાઉન લદાવાની દહેશતથી આમ આદમી ડરી રહ્યો છે.

Advertisement

રાજયમાં કોરોના કેસની વધતી સ્થિતિ વચ્ચે લોકડાઉનના ભણકારથી આમ આદમીના ગાત્ર ઢીલા થઈ જાય છે. કોરોના પછી સંભવિત મૃત્યુના ભયથી અધિક જનતા જર્નાદન ને લોક ડાઉન થવાનો ભય સતાવી રહ્યો છે.

જે પરિવારો આગળ સરકારી કે કોઈ કંપનીની નોકરી નથી કે નથી કોઈ ચોકકસ આવક આવા પરિવારોમાં પણ સામાન્ય અને ગરીબ કેટેગરીના પરિવારો લોક ડાઉનના નામ માત્રથી ડરી રહ્યા છે.

રેકડી લઈ ગ્રામ્ય વિસ્તારમાં ભંગાર મેળવવાનો ધંધોકરતા એક પરિવારે જણાવ્યું હતુ કે ચારે તરફ ભટકયાબાદ માંડ સાતસો કેઆઠસોનો વ્યવસાય કરરીએ છીએ જેમાંથી માત્ર દોઢસોથી બસો રૂપીયા મળે છે.

આ રકમમાંથી સાંજે આવી જેકાંઈ રકમ મળે એ પ્રમાણમાં ખાવાપીવાની વસ્તુ લઈ એ છીએ. જો ધંધો રોજગાર બંધ થઈ જાય તો ખાવું શું? આવી જ સ્થિતિ ગામડાઓમાં કાપડની ફેરી કરનાર કે વાસણની ફેરી કરનારની છે.

ટકે ટકેનું કરનારા પરિવારો પાસે નાણા જ નથી જે તે નાની મોટી કંપની કે દુકાનોમાંથી છુટા થયેલા કર્મચારીની તળીયે ગયેલ આવક બાદ મધ્યમ કેટેગરીનાં આ પરિવારો ન તો આર્થિક નબળાઈ કોઈને પણ વર્ણાવી શકતા નથી કે નથી કોઈને કાકલુદી કરી શકતા. આવી કરૂણ સ્થિતિ વચ્ચે લોકડાઉન અસહાય બની જશે. લોકડાઉનના પૂર્વ અનુભવ મુજબ નાના તથા મધ્યમ વર્ગનાં લોકોની ગાડી પાટા પરથી સરકી ગઈ હતી.

લોકડાઉનના કોયડા વિંઝવાથી બહેતર ખર્ચાળ ચૂંટણી મુલત્વી રાખવાની સમજદારી કેળવવામાં આવી હોત તો કદાચ આ મહામારીમાંથી ઉગરી શકાયું હોય તેમ લોકો કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.