Abtak Media Google News

શ્રાવણ  માસના સોમવારે શિવાલયોમાં ભક્તો  બન્યા શિવમય 

, ‘છોટી કાશી’ના ઉપ નામથી નવાજવામાં આવે છે તેવા જામનગર શહેરમાં અનેક નાના મોટા શિવાલયો આવેલા છે, ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રત્યેક શિવાલયો માં હર હર મહાદેવનો નાદ ગુંજયો હતો. વહેલી સવારથી જ ચાલુ વરસાદી વાતાવરણમાં પણ ભોળાનાથને રિઝવવા માટે અને દર્શનનો લાભ લેવા માટે શિવભક્તો કતાર બંધ જોડાયા હતા.

Img 20230821 Wa0032
જામનગર શહેરમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હવામાન પલટાયું હતું, અને વરસાદના ઝાપટાં વરસી રહ્યા હતા. તેમ છતાં પણ અનેક દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Img 20230821 Wa0031
જામનગર શહેરની મધ્યમાં આવેલા ભીડ ભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, ગૌરી શંકર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર સહિતના શહેરના નાના મોટા પ્રત્યેક શિવાલયો માં શ્રાવણ માસના પ્રથમ સોમવારે રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા કરવા માટે શીતળ જળ, દૂધ, બિલિપત્ર, ફૂલ સહિતની પૂજા સામગ્રી સાથે દર્શનાર્થે કતાર બંધ જોડાયા હતા. અને પ્રત્યેક શિવાલયોમાં ભોળાનાથ ના દર્શન નો લાભ લીધો હતો, અને શિવાલયમાં હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠ્યો હતો.

Img 20230821 Wa0036
જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના તમામ મંદિરોના આસપાસના વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા ના ભાગરૂપે તેમજ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ એવી રહે, અને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે પોલીસ – હોમગાર્ડ અને સિક્યુરિટીના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા.

 

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.