Abtak Media Google News

ખંભાળીયામાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં અન્ન ઉત્સવની ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે સેવા સેતુ મિશન અંતર્ગત ગઈકાલે મંગળવારે અન્નોત્સવ દિવસની ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય પણે ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના સમગ્ર વહીવટ વિભાગે અફલાતુન વ્યવસ્થા ગોઠવી હતી.

સમગ્રજીવન ભાજપને સર્મપિત કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં અને તેઓના આદર્શ શ્યામા પ્રસાદ મુર્ખજી તથા અટલબિહારી બાજપૈય નાથાલાલ ઝઘડાની સંવેદનાશીલ પરિસ્થિતિના મૂક સાક્ષી રહ્યા હતા જેથી અન્નવગર તડપતી જઠરાગ્નિની પીડાને સમજી ‘કોઈ આદમી ભૂખ્યા સોના પાયે ચાહે વો કિસીભી જ્ઞાતિ જાતિ કા હો…’આ સદભાવનાથી વડાપ્રધાન મોદી દ્વારા દરિદ્ર નારાયણોને મફત અનાજ તથા દુ:ખી અને પીડીત વ્યકિતને ભોજનની યોજના આગામી આઠ માસ સુધી નિશ્ર્ચિત કરવામાં આવી છે.

જે યોજનાનો રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા હોય સરકાર દ્વારા ઘર ઘર સુધી આ યોજના માટે વહીવટ ટીમ તથા ભાજપની ટીમને દોડતી કરી હતી. જે અંતર્ગત ભાજપ સરકારના ગુ.મ્યુ.ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ખંભાળીયા ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભંડેરીનું આખુ વલણ પ્રભાવશાળી તથા સરકારના હેતુ તથા વહીવટી કામગીરી દિપાવે એવું રહ્યું હતુ જયારે સદા સર્વદા સરળ રહેલા જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલે પણ વડાપ્રધાન તથા મુખ્યમંત્રીની દિલ્લગીભરી યોજનાનો સરસ મજાનો ચિતાર આપ્યો હતો.

કાર્યક્રમ ભાજપના મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણઝારીયા, ફાલ્ગુનીબેન વ્યાસ, કુંદનબેન આરંભડીયા, જગુભાઈ રાયચૂરા, ઈન્દ્રજીતસિંહ પરમાર શંકરભાઈ ઠાકર, કિરીટભાઈ ખેતીયા, ભીખુભાઈ જેઠવા, જીજ્ઞેશ પરમાર, અમિત જોષી અને પત્રકાર આર.એન. રાજયગૂરૂ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન વર્ચ્યુલી વડાપ્રધાન-નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી વિજયભાઈ તથા નિતિનભાઈ દ્વારા જે મુજબ પ્રજાલક્ષી યોજના બનાવામાં આવી છે.

તેનો સચિત્ર ચિતાર રજૂ કરવામાં આવેલ વડાપ્રધાન દ્વારા સામાન્ય વર્ગના લોકો સાથે એવો સંવાદ પણ કરવામાં આવ્યો હતો. આ સંવાદ એટલો ભાવભર્યો રહ્યો હતો કે મોદીજી તરફ પૂર્વગ્રહ રાખનારા પણ પીગળી ગયા હતા અને સરી વાતનો સ્વીકાર કર્યો હતો.કલેકટર મૂકેશભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર જાની તથા એસ.ડી.એમ. પ્રશાંત મુંગરા-મામલતદાર લુકકા તથા ચીફ ઓફિસર અતુલસિંહાની ટીમે આયોજન બધ્ધ કામગીરી કરી હતી.

ધનસુખભાઈ ભંડેરીની વિશેષતા

  • અન્ન તથા કીટ વિતરણ સમયે ભાજપના નાના મોટા કાર્યક્રમોને બોલાવી તેઓના હાથે અન્ન વિતરણ કરાવી કાર્યકરોમાં સમરસતા જગાવી
  • પ્રવચન દરમ્યાન માત્ર હેતુસભર જ પ્રાસંગીક કોઈ પક્ષ કે કોઈની ટિકકા ટીપ્પણી નહિ.
  • કાર્યક્રમમાં મોબાઈલમાં વાતો કરવી કે તલીન બની જવું જેવી શો બાઝી નહતી.
  • શિસ્તનું પાલન કરીને કાર્યકરોને પ્રેરક પ્રેરણા આપી નિયમોની પાબંધી સહુ માટે છે.
  • વડાપ્રધાન તથા મુખ્યમંત્રીના હેતુને સાર્થક કરતુ પ્રભાવિત પ્રભુત્વ પેશ કર્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.